કવિતાનો સૂર્ય રવીન્દ્રચરિત 

Kavita no surya ravindra charit poetry ravindranath Tagore 

Feb 20, 2025 - 06:58
 0  21
કવિતાનો સૂર્ય રવીન્દ્રચરિત 

Kavita no surya ravindra charit poetry ravindranath Tagore 

 

પુસ્તકનું નામ -  કવિતાનો સૂર્ય રવીન્દ્રચરિત 


લેખક - મહેશ દવે 
પૃષ્ઠ - 194 

આપણે સૌ જાણીએ છીએ કે  આપણું રાષ્ટ્ર્ર ગાન
"જનગણ મન "  આચાર્ય રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. તેઓ બંગાળી સાહિત્યના સિદ્ધ હસ્ત કવિ અને સાહિત્યકાર હતા. 

એમની કવિતાઓ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલી છે. જેનું પઠન કરીએ ત્યારે એમાંથી ઘણું જાણવા તથા શીખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.  

આજે આપણે તેમના વિશે થોડી માહિતી મેળવીએ. 
પ્રસ્તુત પુસ્તકમાં લેખકશ્રી દ્વારા રવીન્દ્રનાથના જીવનનું યથાયોગ્ય આલેખન થયું છે. જેમાંથી કેટલાક પ્રસંગો અહીં રજુ કરું છું. 


પ્રસ્તુત પુસ્તકમાં તેમના પૂર્વજો અને જન્મ કથાથી શરૂ કરી તેમની મૃત્યુ સુધીની યાત્રાનું આલેખન સરસ રીતે કરવામાં આવ્યું છે. 

પ્રસ્તુત પુસ્તકમાં કુલ 20 પ્રકરણ છે.  

પ્રકરણ - 1 - મૂળ અને કુળ  : પ્રસ્તુત પ્રકરણમાં રવીન્દ્રના પૂર્વજો મોગલ સામ્રાજ્ય સાથે અને તેના સૂબાઓ સાથે સંકળાયેલ હતા. તે સમયે ટાગોર કુટુંબ બંગાળ પ્રાંતમાં ઉચ્ચ વર્ણનું કુટુંબ હતું. તેઓ ત્યારે જેસોરમાં નિવાસ કરતા હતા. ( નોંધ - જેસોર હાલ બાંગ્લાદેશનો  વિસ્તાર છે. ) 

એક પ્રસંગ અહીં એવો છે બે ટાગોર બંધુ એક મુસ્લિમ વ્યક્તિ સાથે ગપ્પા મારતા હોય છે. રમજાન હોવાથી તે મુસ્લિમ વ્યક્તિને રોજા ચાલતા હોય છે તેથી તે ઉપવાસ કરતો હોય છે. એવામાં એક માળી બગીચામાંથી લીંબુ લઈને આવે છે મુસ્લિમ વ્યક્તિ તેને સૂંઘી લે છે. 

એટલે પેલા ટાગોર બંધુ મજાકમાં કહે છે કે મિયાં અડવું સૂંઘવું  ખાધા બરાબર છે એટલે તમારું રોજુ તો તૂટી ગયું એમ બોલી જોરથી હસવા લાગે છે.  

પેલા મુસ્લિમ વ્યક્તિએ મનમાં નક્કી કર્યું કે મારે આમની પાસેથી બદલો લેવો છે તેથી તેણે એક દિવસ ટાગોર બંધુને જમવાનું આમંત્રણ આપ્યું. જમતા સમયે તેમને ગૌમાસની ગંધ આવી એટલે પેલા મુસ્લિમ વ્યક્તિએ કહ્યું  મિયાં તમારો ધર્મ ભ્રષ્ટ થયો. પેલા મુસ્લિમના કહેવાથી આ બંને ભાઈઓએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો. પણ જયારે આખા કુટુંબ પર આવી તો સમાજે તેમનો બહિષ્કાર કર્યો તેથી તેઓ કલકતાના ગોવિંદપૂર જે હુગલી નદી કિનારે આવેલું છે ત્યાં વસવાટ કર્યો.   સ્થાયી થયાં. 

તેમાં પંચાનન ઠાકુર નામે એક વ્યક્તિ જેને અંગ્રેજ અમલદારો સાથે સારો સંબંધ હતો. અમલદારો તેમને મિસ્ટર ટાગોર કહેતા કેમકે અમલદારો 'ઠ'અને 'ક' બોલી શકતા નં હતા. તેથી ઠાકુર કુટુંબ ટાગોર કુટુંબ તરીકે ઓળખાવવા લાગ્યું.  


રવિન્દ્રના દાદા દ્વારિકાનાથ ટાગોર એ સમયે અંગ્રેજો સાથે  વેપાર કરતા હતા. સાથે સાથે તેઓ ખુબ જ ઉદારતાવાદી અને દાનવીર પણ હતા. એ સમયે  બંગાળની કોઈ એવી સંસ્થા નહિ હોય જેમાં તેમણે દાન ન આપ્યું હોય. તેથી તેમને "પ્રિન્સ દ્વારકાનાથ" નું બિરુદ મળ્યું હતું.  

રવીન્દ્રના પિતા દેવેન્દ્રનાથ પ્રિન્સ દ્વારકાનાથના મોટા પુત્ર હતા. તેઓ મૂર્તિ પૂજા અને કર્મકાંડના વિરોધી હતા. 

રવીન્દ્રના મોટાભાઈ જ્યોતીન્દ્રનાથ વ્યવસાયમાં વકીલાત કરતા જેઓ રવીન્દ્રથી 12 વર્ષ મોટા હતા. જ્યોતીન્દ્રનાથના પત્ની કાદમ્બરી દેવી રવીન્દ્રના સખી હતા. રવીન્દ્ર પોતાની કવિતાઓ તેમને સંભળાવતા તથા પોતાની દરેક વાત તેઓ ભાભી સાથે કરતા. 

અહીં  " પરદેશનો પહેલો પ્રવાસ " પ્રકરણમાં એક પ્રસંગ છે જેમા રવીન્દ્ર લંડન જાય છે. અને ત્યાં 
"સ્કોટ "  કુટુંબમાં તેઓ રહે છે જેમની દીકરી લ્યુસી રવીન્દ્રની ઉંમરની જ હોય છે અને રવીન્દ્રની મિત્ર બની જાય છે. 

રવીન્દ્રના લગ્ન મૃણાલિની દેવી સાથે થયા હતા. અહીં એ નોંધ લેવી જોઈએ કે મૃણાલિની દેવીનું પિયરનું નામ " ભવતારિણી " હતું દ્વિજેન્દ્રનાથે ( રવીન્દ્રના મોટાભાઈ ) તેમનું નામ મૃણાલિની દેવી રાખ્યું હતું. એમના લગ્નના 4 માસ બાદ 

વર્ષ 1884 માં રવીન્દ્રએ કાદમ્બરીને અર્પણ કરતો 
'છબી ઓ ગાન' નામક સંગ્રહ રજુ કર્યો. 19/4/1884 ના દિવસે એક ઘટના બની કાદમ્બરી દેવીએ અફીણ પી લીધું ડોકટરી સારવારના અંતે 21/4/1884 ના દિવસે તેઓ મૃત્યુ પામ્યા આ કરુંણ  ઘટનાથી રવીન્દ્રને વસમો આઘાત લાગ્યો હતો.

આ  સિવાય તેમનું  જોડાસાકોનું   ઘર અને તેમાં બનેલા પ્રસંગો તથા સિલાઈદહ પદ્મા નદી કિનારે તેમની હવેલી હતી તેના પ્રસંગોનું આલેખન લેખક દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું છે. 

આ સિવાય શાંતિનિકેતન, તેમની ચિત્રકલા,નોબેલ પારિતોષિક,  હિમાલય પ્રવાસ, આઝાદીની લડતનો સંગ્રામ, ગાંધીજી સાથેના પ્રસંગો, જીવનની અંતિમ વેળાના પ્રસંગોનું સુંદર આલેખન થયું છે. 

આમ આ પુસ્તક માનવીને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.  રવીન્દ્રનાથના જીવનના સંઘર્ષ અને મનોવલણનું આલેખન એકદમ માર્મિક થયું હોય એવુ લાગે છે. 

આમ આ પુસ્તક એક વખત જરૂર વાંચવું જોઈએ. 


રવીન્દ્રનાથની કેટલીક પંક્તિ.

* અનંત આ આકાશને ખોળે, 
           ઝોલા લેતા મેઘની વચ્ચે. 
બાંધ્યું છે મેં ઘર મજાનું, 
            તારે માટે મારી કવિતા. 

* ગયો ગયો ડૂબી ગયો, 
           તારો એકલ ડૂબી ગયો. 

* ખુલી ગયું ખુલી ગયું આજે હ્રદય મારુ, 
    એકબીજાને ભેટી રહ્યું જુઓ વિશ્વવ મારું. 


રવિન્દ્રનાથનું સાહિત્ય સર્જન 

કવિતા     

* કવિકાહિની 
* છબી ઓ ગાન 
* શૈશવ સંગીત 
*  માનસી 
*  ખેંયા 
* સોનારતરી 
*  ચિત્રા 

નિબંધ 

* વિચિત્ર પ્રબંધ 
* ચરિત્રપૂજા 
* પ્રાચીનસાહિત્ય 
* લોકસાહિત્ય 
* સાહિત્ય 

હાસ્ય નિબંધ 

* હસ્યાકૌતુક 
* વ્યંગ્યકૌતુક 
* આધુનિક સાહિત્ય 

 આત્મકથા 

* જીવન સ્મૃતિ 


સંકલન અને આલેખન - જય પંડ્યા

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow