સંવેદનાનું સરનામું પ્રકરણ - 3
Samvedna nu sarnamu episode 3 by jay pandya gujarati novel

Samvedna nu sarnamu episode 3 by jay pandya gujarati novel
સંવેદનાનું સરનામું પ્રકરણ - 3
- જય પંડ્યા
યજ્ઞેશ આહુતિને વળગી પડે છે. તે ખુબ જ રડે છે.
આહુતિ - તમે શું કામ રડો છો ?
યજ્ઞેશ - તારા જેવી સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી હું ધન્ય થઈ ગયો. ઈશ્વરે મારા જીવનમાં જો કોઈ ખાસ વ્યક્તિ, ખાસ ભેટ અથવા તો ખુબ જ સુંદર પળ આપી હોય તો એ તું છે. અને જે કંઈપણ સારું છે. એ તારા કારણે છે.
તારા વગર હું મારા જીવનની કલ્પના જ ન કરી શકું આહુતિ વિના યજ્ઞેશ એટલે આત્મા વગરનું શરીર. ઈશ્વર દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ પાત્રને મોકલે છે જે વ્યક્તિમાં રહેલી ખામીને દુર કરે છે, તેના રંગહીન જીવનને રંગીન આનંદિત બનાવે છે.
યજ્ઞેશ ઘૂંટણ પર બેસી આહુતિનો હાથ પકડે છે.
થેંક્યુ આહુતિ તું મારા જીવનમાં આવી. તે મારા ખાલી અને નિરર્થક જીવનને ખુબ જ ભરપૂર અને અર્થ સભર બનાવ્યું. તે ક્યારેય મને એકલો પડવા દીધો નથી મને સતત હિંમત આપી છે આગળ વધવાની પ્રેરણા આપી છે તે સતત મારામાં ઉત્સાહ ભર્યો છે તો સાચા અર્થમાં મારી સંગીની બની છે. આટલુ બોલી તે આહુતિના હાથમાં ચુંબન કરે છે.
તે ઉભો થાય છે અને ફરીથી આહુતિને ભેટી પડે છે.
યજ્ઞેશ - આહુતિ એક વાત કહું ?
આહુતિ - હા બોલોને.
યજ્ઞેશ - તું હમણાં ભારી થઈ ગઈ છે એવુ બોલી રમૂજ કરે છે.
આહુતિ - એવુ છે તો હવે હું તમારીથી દુર જ રહીશ એટલે તમને તકલીફ ન થાય.
એવુ બોલી તે રૂમમાંથી બહાર જવા માટે ચાલે છે ત્યાં યજ્ઞેશ તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી લે છે.
હું પણ જોઉં છું તું કંઈ રીતે દુર જાય છે ? હું તને ક્યાંય જવા નહીં દઈશ. તારો શું વિચાર છે ? હું મારી એક સંપત્તિ તો ગુમાવવાની તૈયારીમાં છું અને બીજી સંપત્તિ પણ તારે નથી રહેવા દેવી ? તારે ટૂંકમાં મને આર્થિક અને માનસિક બંને રીતે નાદાર જ કરી દેવો છે એમ ?
એક પ્રશ્ન પૂછું જો તું હા પાડે તો ?
આહુતિ - પૂછો ને ?
યજ્ઞેશ - હું કદાચ મૃત્યુના શરણે સુઈ જાવ તો તું મારું છેલ્લું મોં જોવા માટે આવીશ કે નહિ ?
આહુતિ - તરત જ યજ્ઞેશને બોલતા અટકાવી દે છે. તમે આવુ શું કામ બોલો છો ?
યજ્ઞેશ - તો શરૂઆત કોણે કરી ? તું મને મૂકીને જવાની વાત કરે છે.
જો મારી વાત સાંભળ હું તને ખુબ જ ચાહું છું, તને ખુબ જ પ્રેમ કરું છું. એટલે તું મારા પર વિશ્વાસ કાયમ રાખજે. તારો વિશ્વાસ મારા માટે મહત્વનો છે અને હંમેશા રહેશે. કોઈ મને શું કહે છે ? મારા માટે શું વિચારે છે ? મને કંઈ રીતે જુએ છે એનાથી મને કોઈ જ ફરક પડતો નથી. પણ તું મને શું કહે છે ? મારા વિશે શું સાંભળે છે ? તું તે સાંભળેલી વાતનું શું અનુકરણ કરે છે અને મારા માટે શું વિચારે છે એનાથી મને કાલે પણ ફરક પડતો હતો, આજે પણ પડે છે અને કાલે પણ પડશે. પણ માત્ર તારાથી કારણકે દુનિયા તો દૉ રંગી છે. આપણો સમય સારો ચાલતો હોય તો વખાણની પૂળો બાંધવા માંડે અને જો તમારો સમય ખરાબ હોય તો તમને સાથ આપવાને બદલે તમારી વિરુદ્ધ બોલે છે. " સફળતાના સો બાપ હોય છે, નિષ્ફ્ળતા અનાથ હોય છે". માટે તને મારા વિરુદ્ધ વાતો કરવા વાળા ઘણા મળશે પણ મને તારા પર અતૂટ શ્રદ્ધા છે કે તારો પ્રેમ, લાગણી અને વિશ્વાસ સમાજની વાતોથી ડગશે નહિ. અને તું મારી આ સમસ્યાના વિષ ચક્રમાંથી બહાર આવવામાં તું મદદ કરીશ. તું મારા માટે જીવીશ ફક્ત મારા માટે. તું કાયમ મને આટલી જ લાગણીથી પ્રેમ કરતી રહીશ એવુ વચન આપ તને તો ખબર જ છે કે હું માત્ર તને જ પ્રેમ કરું છું. યજ્ઞેશ વસાવડાની આંખો સામેથી ઘણા રૂપેરી ચહેરા પસાર થઈ ગયા પણ મેં મારી આંખોમાં, મારા હ્રદયમાં, મારા મનમાં, મારા માત્ર એક છોકરીને સ્થાન આપ્યું છે અને તે છે મારી આહુતિ. અને આ એક જ રહેશે ન તો બીજી છોકરી તેની જગ્યા ન લઈ શકી છે કે ન લઈ શકશે.
ક્રમશ
What's Your Reaction?






