'સનમ તેરી કસમ' અને બે નવલકથાઓ...
Sanam teri kasam movie the catcher in the rye love story novel film

Sanam teri kasam / movie / the catcher in the rye / love story / novel / film / Quotes of the catcher in the rye by J.D. Salinger / Quotes of the love story by Erich Segal / Sahaj Sahity
'સનમ તેરી કસમ' અને બે નવલકથાઓ...
કોઈ કિતાબ રિકમેન્ડ કર શકતી હૈ આપ?
કૈસી?
આઠ સાલ સે અગર કોઈ જેલ સે બહાર નિકલતા હૈ તો ઉસે ક્યા પઢના ચાહીએ?
અને પછી શરૂ થાય છે ઇન્દર અને સુરૂની મુલાકાતો.
આ દૃશ્ય છે સનમ તેરી કસમ - ફિલ્મનું. આ ફિલ્મ ફરીથી રિલીઝ થયું અને તેણે ફરી ચર્ચાનો દૌર જીતી લીધો. રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા આ ફિલ્મ લખવામાં આવી હતી. બોલિવૂડના કહેવાતા દબદબામાં આ ફિલ્મ દબાઈ ગઈ અને બીજું કે ક્લાસિક કન્ટેન વાળી ફિલ્મનું આવું બોલિવુડ ટાઇપ ચિપ નામના કારણે ફિલ્મ લોકો સુધી ન પહોંચી નહિ તો આ ફિલ્મની સ્ક્રિપ્ટ, સિનેમેટોગ્રાફી અને કાસ્ટ ખૂબ સુંદર છે.
સનમ તેરી કસમ ફિલ્મ વિશે મારે વાત નથી કરવી એ ફિલ્મ વિશે તો આપ મારા કરતા વધુ જાણતા હશો અને ન જાણતા હોવ તો યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે તો જોઈ લેવી. મારે વાત કરવી છે એમાં પ્રતીક તરીકે વપરાયેલા બે પુસ્તકોની.
ઇન્દર સુરૂ પાસે પુસ્તક લેવા - આપવા આવે છે એ આપણે સૌ જોઈએ છીએ પણ એનો રાઝ છેલ્લે ખુલે છે કે ઇન્દર જે પુસ્તકો લઈ જતો તેમાં પત્રો લખીને મૂકતો પણ દર્શકોની જેમ સુરૂ પણ એ વાત સમજી નહીં ને છેલ્લે જ્યારે ખ્યાલ આવે છે ત્યારે અફસોસ હાથમાં રહે છે. તેમાં દિગ્દર્શકે બે પુસ્તકો ખૂબ પ્રતિકાત્મક રીતે લીધા છે એક છે જે. ડી. સેલિન્જરની નવલકથા ' ધ કેચર ઇન ધ રાય ' અને બીજું એરિક સેગલની 'લવ સ્ટોરી'.
આ જ બે પુસ્તકોને શા માટે હાઈલાઇટ કર્યા? જો આપને એ બંને પુસ્તકનો પરિચય હશે તો તરત ખ્યાલ આવશે કે આ બંને પુસ્તકોની વાર્તા, ફિલસૂફી સરખી છે જે આ ફિલ્મમાં લેવામાં આવી છે.
ધ કેચર ઇન ધ રાય કથાનો નાયક પણ બહારથી રફટફ સ્વભાવ વાળો હોય છે અને એને પણ એના માતાપિતા સાથે બનતું નથી બે પ્રકારની પ્રેમિકા મળે છે અને એમાં એના ભાઈને લ્યુકેમિયા થયો હોય છે.
લવ સ્ટોરી કથાનો નાયક પણ કઠોર સ્વભાવનો હોય છે પણ લાગણીશીલ હોય છે. તે પણ એના માતાપિતાને છોડીને નીકળી જાય છે કારણ કે એણે જે નાયિકા સાથે લગ્ન કર્યા છે એને નાયકના માતાપિતા પસંદ કરતા નથી. આ કથામાં નાયિકાને લ્યુકેમિયા થાય છે અને તેને સાજી કરવા માટે નાયક પિતાને પૈસા માટે કહે છે પણ એમના પિતા આવે છે ત્યાં નાયિકાનું મૃત્યુ થઈ જાય છે.
ઉપરની બંને કથાઓનો ટૂંકમાં પ્લોટ મૂક્યો છે એ કથાઓ અને આ ફિલ્મના દૃશ્યો યાદ કરશો એટલે એટલું તો ચોક્કસ સમજાશે કે સાહિત્ય માંથી જ શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ મળી શકે છે.
ધ કેચર ઇન ધ રાય the catcher in the rye
ધ કેચર ઇન ધ રાય એ જે. ડી. સેલિન્જર દ્વારા લખાયેલી એક નવલકથા છે, આ નવલકથામાં સોળ વર્ષના હોલ્ડન કોલફિલ્ડ મુખ્ય પાત્ર છે. તે સમજદાર પરંતુ ખૂબ જ પરેશાન યુવાન હતો.
નવલકથાનું મુખ્ય હાર્દ ત્યાં છે કે જ્યારે હોલ્ડન તેની નાની બહેન ફોબીને તેની બોર્ડિંગ સ્કૂલમાં મળે છે. તે તેણીને કહે છે કે તે "કેચર ઇન ધ રાય" બનવા માંગે છે, આ નવલકથાનું નામ છે અને એ એક રૂઢિપ્રયોગ છે, જે કોઈ એવી વ્યક્તિનું રૂપક છે જે બાળકોને ખડકની ધાર પરથી પડતા બચાવે છે. આ કથા એટલે અલગ છે કે જેમાં પુખ્તવયના લોકોની કઠોર વાસ્તવિકતાઓથી બાળકોને બચાવવાની હોલ્ડનની ઇચ્છાને રજૂ કરે છે.
ધ કેચર ઇન ધ રાય નવલકથા માંથી કેટલાંક અવતરણો....
Quotes of the catcher in the rye
અપરિપક્વ માણસની નિશાની એ છે કે તે કોઈ હેતુ માટે ઉમદા રીતે મરવા માંગે છે, જ્યારે પરિપક્વ માણસની નિશાની એ છે કે તે કોઈ હેતુ માટે નમ્રતાપૂર્વક જીવવા માંગે છે.
***
ખાતરી કરો કે તમે એવી વ્યક્તિ સાથે લગ્ન કરો છો જે તમારા જેવા જ કામો પર હસે છે.
******
તમારે ક્યાં જવું છે તે શોધવાનું રહેશે. અને પછી તમારે ત્યાં જવાનું શરૂ કરવું પડશે. પણ તરત જ. તમે એક મિનિટ પણ ગુમાવી શકતા નથી.
****
બસ આ જ તકલીફ છે. જ્યારે તમે ખૂબ જ હતાશ અનુભવો છો, ત્યારે તમે વિચારી પણ શકતા નથી.
******
તમે શું વિચારી રહ્યા છો તે લોકોને ન કહો, નહીંતર જ્યારે તમે દૂર હશો ત્યારે તમને તેમની ખૂબ જ યાદ આવશે.
*****
જો તું ના હોત, તો હું કદાચ ક્યાંક હોત. જંગલમાં કે કોઈ ભયાનક જગ્યાએ. વ્યવહારિક રીતે, ફક્ત તું જ કારણ છે કે હું અહીં છું.
*****
લવ સ્ટોરી love story
એરિક સેગલ દ્વારા લખાયેલી નવલકથા ' લવ સ્ટોરી ' એક સમયે ખૂબ પ્રસિધ્ધ કથા હતી. ટીનએજ માંથી યુવાન થતાં બે પત્રો ઓલિવર અને જેનિફર એટલે કે જેનીની કથા છે. બંને પ્રેમ માંથી લગ્ન કરવાનું નક્કી કરે છે. માતાપિતા માનતા નથી, છતાં લગ્ન કરે છે ને પોતાની રીતે કમાઈ છે. એક દિવસ જેનીની બીમારી માટે ડોક્ટર પાસે જવાનું થાય છે ને ઓલિવરને જાણ થાય છે કે જીનીને લ્યુકેમિયા છે. જેનીને મૃત્યુની નજીક જોઈ ઓલિવર માયુસ થાય છે. જેનીને ખ્યાલ આવે છે કે કશુંક ખોટું થયું છે. તે ડોક્ટરને મળે છે અને જેની ઓલિવરને કહે છે કે મૃત્યુ આવે ત્યારે મારો હાથ પકડી રાખજે. પ્રેમની એક ઊંચાઈ સાથે કથા પૂરી થયા છે.
લવ સ્ટોરી નવલકથા માંથી કેટલાંક અવતરણો....
Quotes of love story
પ્રેમનો અર્થ એ છે કે ક્યારેય માફ કરશો નહીં.
***
શું કરવું તે ન જાણવાનું દુઃખ ફક્ત મેં શું કર્યું તે જાણવાથી વધી ગયું.
***
ગમે તે હોય, હું પહેલો નથી આવતો, જે કોઈ મૂર્ખ કારણોસર મને પરેશાન કરે છે, કારણ કે હું આ ખ્યાલ સાથે મોટો થયો છું કે મારે હંમેશા નંબર વન રહેવું જોઈએ. કૌટુંબિક વારસો, તમને ખબર નથી?
***
મેં ભગવાન વિશે વિચારવાનું શરૂ કર્યું. મારો મતલબ, ક્યાંક સર્વોપરી અસ્તિત્વ ધરાવતો હોવાની કલ્પના મારા અંગત વિચારોમાં ઘૂસી ગઈ.
***
શું તમારી પાસે તમારી પોતાની લાઇબ્રેરી છે?
***
સાચો પ્રેમ શાંતિથી આવે છે.
***
"તને ખબર નથી કે ભેખડો પરથી પડવું કેવી રીતે થયું, પ્રેપ્પી," તેણીએ કહ્યું. "તમે તમારા જીવનમાં ક્યારેય ખડકો પરથી પડ્યા નથી."
"હા," મેં બોલવાની શક્તિ પાછી મેળવતા કહ્યું. "જ્યારે હું તમને મળી."
***
Sanam teri kasam / movie / the catcher in the rye / love story / novel / film / Quotes of the catcher in the rye by J.D. Salinger / Quotes of the love story by Erich Segal / Sahaj Sahity
કેવું નઈ? જ્યારે જીવનમાં કોઈ ગમી જાય ત્યારે આપણે ફક્ત તેની સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોઈએ અને જ્યારે નિયતિ એ સમયને કે વ્યક્તિને દૂર કરી દે ત્યારે? બસ, આ એક તાંતણે જગતની બધી પ્રેમ કવિતાઓ અને પ્રેમ કથાઓ રચાઈ છે.
સનમ તેરી કસમ નિમિત્તે આ રીતે બે પુસ્તકોની ચર્ચા કરવાનું થયું. વાર્તાઓ ક્યારેક કોઈનું જીવન હોય છે અને ક્યારેક જીવન વાર્તા બની જતું હોય છે ને જ્યારે આવી કથાઓ આપણી સામે આવે છે ત્યારે એટલો સમય આપણે પણ કથાને જીવન સમજી અને આંખ ભીની કરી લેતા હોઈએ છીએ જેથી થોડી હળવાશ અનુભવીએ છીએ. બસ, જીવન એ સમજણનો આનંદ આપે છે, એ સત્યને સમજવા જ પુસ્તકો સુધી જવું જોઈએ.
Sanam teri kasam / movie / the catcher in the rye / love story / novel / film / Quotes of the catcher in the rye by J.D. Salinger / Quotes of the love story by Erich Segal / Sahaj Sahity
#Sanamterikasam #movie #quotes #thecatcherintherye #lovestory #novel #film
What's Your Reaction?






