Tiranga આ છે આપણા ત્રિરંગાની તાકાત!!
Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag
Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag
Tiranga આ છે આપણા ત્રિરંગાની તાકાત!!
આલેખન - હરેશ ચૌધરી
( લેખક, હરેશ ચૌધરી- રીચ ટુ ટીચ- (GCERT)
ગાંધીનગરમાં છે. તેઓનો અભ્યાસ: B.Sc., M.Ed. MBA, PhD છે. તેઓ છેલ્લા ૨૪ વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. )
Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag
15 ઑગસ્ટ 2022.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામની શાળામાં ધ્વજ વંદન કરવું હતું. પણ, એક તબીબી ઈમરજન્સી આવી અને વહેલી સવારે મહેસાણા જવું પડ્યું.
મહેસાણા હબ ટાઉનથી અભય હોસ્પિટલ માટે રીક્ષા ભાડે કરી. અભય હોસ્પિટલ પહોંચીને રીક્ષા ચાલકને ચાલીસ રૂપિયા આપીને હું નીચે ઉતર્યો. સામે જ દૂધસાગર ડેરી પર વિરાટ કદનો ત્રિરંગો ફરકતો જોયો. ત્યાં જ ઊભા રહી સલામી આપી.
રીક્ષાચાલક ભાઈ હજુ ત્યાં જ હતા. ધ્વજ વંદન પૂરું થયું ત્યાં એમણે મને કહ્યું,"આ દસ રૂપિયા પાછા લો, ખરેખર ત્રીસ રૂપિયા જ ભાડું થાય છે!" મેં કહ્યું, "આપણે ચાલીસ જ નક્કી થયા છે, એટલે હવે મારાથી પણ દસ પાછા ન લેવાય."
"તમારા વધારે ન લેવાય, સાહેબ" રીક્ષાચાલક ભાઈએ કહ્યું.
' તમારા ' શબ્દ પરનો ભાર મને ગદગદ કરી ગયો! કશીજ ઓળખાણ નહીં, માત્ર મને આ રીતે એકલો ધ્વજ વંદન કરતો જોઈને રીક્ષાચાલક ભાઈને દસ રૂપિયા વધારે લેવાઈ ગયા હોવાની લાગણી થઈ!
આ છે આપણા ત્રિરંગાની તાકાત!!
મને ખાતરી છે કે મેં ભલે દસ રૂપિયા પાછા ન લીધા, પણ એ રીક્ષાચાલક ભાઈ પણ એ પૈસા પોતાની પાસે નહિ રાખે, ક્યાંક દાન કરી દેશે..!
આલેખન - હરેશ ચૌધરી
Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag
#Indian nationalflag #tiranga #Nationalflag #indianflag #tricolour #strength #motivationalstory
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






