આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ... શ્રેણી - 2
Hindu religion books Puranas

Hindu religion books Puranas part 2
આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ...
- જય પંડ્યા
શ્રેણી - 2
વાચક મિત્રો સહજ સાહિત્ય પોર્ટલ અંતર્ગત અમે આપ સૌ સુધી જુદા જુદા વિષય લઈ ઘણી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હાલ " પુરાણ સિરીઝ" ચાલે છે જે અંતર્ગત આપણે આગળના એપિસોડમાં "બ્રમ્હ પુરાણ ", "પદ્મ પુરાણ" અને "વિષ્ણુ પુરાણ" વિશે માહિતી જાણી હવે આજના આ એપિસોડમાં આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું.
4 - શિવ પુરાણ -
આ હિંદુ ધર્મનો અતિ મહત્વનો પવિત્ર ગ્રંથ છે. જે વ્યક્તિ કલયુગમાં શિવ પુરાણનું પઠન કરે છે. તેના તમામ સંકટ દુર થાય છે. અને તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. આ ગ્રંથ મુખ્યત્વે ભગવાન શિવ સાથે સંબંધિત છે. આ ગ્રંથમાં બ્રમ્હાંડના એવા રહસ્યો વિશે માહિતી આપવામાં આવી છે કે જે આપણે જાણતા નહિ હોઈએ.
ભગવાન શિવની ઉત્પત્તિ, બિલ્વપત્ર ભગવાન શિવની વિવિધ કથાઓ વિશે માહિતી આપવામાં આવી છે.
5 - નારદ પુરાણ -
નારદ પુરાણમાં મુખ્ય દેવતાં વિષ્ણુને ગણવામાં આવ્યા છે. આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ જ સમગ્ર સૃષ્ટિના ઇષ્ટ પાલનકર્તા છે એવુ કહેવામાં આવ્યું છે. નારદ પુરાણમાં 25,000 શ્લોક છે.જે બે ભાગમાં વિભાજીત થયેલું છે.' પૂર્વ ભાગ' અને 'ઉત્તર ભાગ' નારદ પુરાણમાં નારદ મુનિ, ગંગા ઉત્પત્તિ, એકાદશી વ્રત, સદાચાર વ્રત વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ગાયત્રી મંત્રનો મહિમા પણ વર્ણવવામાં આવ્યો છે.
નારદ પુરાણનું સાચા મનથી પઠન કરે તેને નારદ મુનિના દર્શન થાય છે. તેને પુનર્જન્મ લેવો પડતો નથી. તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. વ્યક્તિ પોતાને ગમતી વસ્તુનું દાન કરે તો તે પરમ સુખને મેળવે છે.
6 - ભાગવત પુરાણ -
લોકો ઘણા વર્ષોથી ભાગવત કથા સાંભળે છે. આ વૈષ્ણવ સંપ્રદાયનો અતિ મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથમાં 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. જેમાં 12 ઉપખંડ આવેલા છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે તથા તેમના અવતારો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
ભાગવત પુરાણમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રના ગુણ તથા રહસ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. આ ગ્રંથમાં સુતજીને વેદ વ્યાસ જેઓ આ ગ્રંથના લેખક છે તેમના પુત્ર શુકદેવજી મહારાજએ ગ્રંથની કથા સંભળાવી છે. આ ગ્રંથને શ્રીમદ્દ ભાગવત પણ કહેવામાં આવે છે.
આ ગ્રંથ વિધાનો અક્ષય ભંડાર છે. આ સિવાય આ ગ્રંથમાં બ્રમ્હાંડ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, વંશાવલી, વિવિધ દંતકથાઓ, ભૂગોળ, સંગીત, નૃત્ય, યોગ, સંસ્કૃતિ વગેરે જેવી બાબતો દર્શાવવામાં આવી છે. આ સિવાય આ ગ્રંથમાં રાજા પરીક્ષિતના મોક્ષની કથા જોવા મળે છે.
7 - માર્કંડેય પુરાણ -
આ પવિત્ર અને લોકપ્રિય પુરાણ છે. જે ઋષિ માર્કંડેય દ્વારા રચવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ઋગ્વેદના મુખ્ય દેવો અગ્નિ, ઇન્દ્ર, સૂર્ય પર વિસ્તારપૂર્વકનું વિવેચન જોવા મળે છે. આ ગ્રંથમાં ગ્રહસ્થ આશ્રમ, નિત્ય કર્મ, દિનચર્યા વગેરે જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી છે.
આ પુરાણમાં 9,000 શ્લોક છે. આ ગ્રંથ દુર્ગા ચરિત્ર તથા દુર્ગા શપ્તશતી માટે પ્રસિદ્ધ છે. આ શપ્ત સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રથમાં ભારત વર્ષનું પ્રાકૃતિક સૌંદર્ય, ભૌતિક બાબતો વગેરે જેવી બાબતો વિસ્તારથી જોવા મળે છે. આ ગ્રંથ આમ તો ઘણો જ નાનો છે. પણ તેમાં ઘણા ગૂઢ રહસ્યો જોવા મળે છે.
આ ગ્રંથ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યો છે. આ ગ્રંથમાં 1-42 સુધી વક્તા, જૈમીની અને શ્રોતા પક્ષી ભાગ છે. 43 -90 ભાગમાં માર્કંડેય ઋષિ વક્તા અને પૃષ્ટોવિહી છે. પછીના ભાગમાં વક્તા સુમેધા અને શ્રોતા સુરત સમાધિ છે.
દસ મહાવિધા શું છે ? તેનો ઉપયોગ વગેરે જેવી બાબતો વિશે આ ગ્રંથમાં વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથમાં દુર્ગાના આઠમાં મન્વંતર તથા વેદોની ઉત્પત્તિ વેદોની ગતિ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ તો આ ગ્રંથ કદમાં ખુબ જ નાનો છે છતાં તેમાં અતિ દુર્લભ માહિતીનો સ્ત્રોત પ્રાપ્ત થાય છે. જે માનવ માટે કલ્યાણકરી અને મોક્ષદાયક કહી શકાય એમ છે.
ઋષિ માર્કંડેય દ્વારા આ ગ્રંથમાં એવુ કહેવામાં આવ્યું છે. જીવનમાં અમુક કર્યો એવા કરવા જોઈએ જેથી માણસ ખુબ જ સુખી થઈ શકે છે.
કોઈપણ તીર્થ સ્થળ પર જઈ ત્યાંના કુંડમાં સ્નાન કરી તે સ્થળે પૂજા કરવાથી માનવીનું કલ્યાણ થાય છે.
આ ગ્રંથમાં આગળ દ્રૌપદિના પાંચ પુત્રની કથા હરિશ્ચન્દ્રના પુણ્ય કર્મની કથા, બલભદ્રની તીર્થ યાત્રા, આડી અને બક પક્ષીના યુદ્ધની કથા, પિતા પુત્ર આખ્યાન, દત્તાત્રેયજીની કથા, હૈહય ચરિત્ર, આલાર્ક ચરિત્ર, મદાલસાની કથા, નવ પ્રકારની સૃષ્ટિનું પુણ્યશાળી વર્ણન, કલ્પાંતકાલ નિર્દેશ, રૂદ્ર આદિની સૃષ્ટિ, મનુની અનેક પાપ નાશક કથાઓનું વર્ણન જોવા મળે છે.
હવે પછીના એપિસોડમાં આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું...
સંકલન અને આલેખન - જય પંડ્યા
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






