"Ab ke Sawan" : પ્રતિક ગાંધી અને એશા કંસારા અભિનીત સોંગ, ઘણી રીતે અનોખું...
Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song

Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song
"Ab ke Sawan" : પ્રતિક ગાંધી અને એશા કંસારા અભિનીત સોંગ, ઘણી રીતે અનોખું...
આલેખન - આનંદ ઠાકર
[caption id="attachment_7010" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
વરસાદની ઋતુ આવી ગઈ છે. વાતાવરણમાં ભીનાશ ભળી ગઈ છે. લીલોતરી ધીમેધીમે લહેરાતી થશે અને મનની મોસમ પણ બદલતી થઈ જશે. એવામાં એક વરસાદી ગીતની વાત આપની સામે મૂકવી છે.
અબ કે સાવન...
સચિન - જીગર જેવા સંગીતકાર હોય, મધુબંતી બાગચી અને સચિન સંઘવી બંનેનું ગાયન હોય, ભાર્ગવ પુરોહિતનું લખેલું ગીત હોય, પ્રતિક ગાંધી અને એશા કંસારા મુખ્ય પાત્રમાં અભિનય કરતા હોય, આ બધા ભેગા હોય એટલે જોરદાર જ બન્યું હોય પણ મને આ ગીત એની તરજ, એના શબ્દો કરતા પણ અભિનય અને વાર્તાની પ્રસ્તુતિ માટે ગમ્યું. ગીતના શબ્દો, અભિનયની આંખો અને વાર્તાની પ્રસ્તુતિના કારણે એક અલગ જ ગીત બને છે. આથી આ ગીત કાનની સાથે સાથે આંખનું પણ બને છે.
[caption id="attachment_6999" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
વાર્તા...
ગુજરાતના એક કસ્બામાં હિન્દીભાષી બેંક ઓફિસર આવે છે ને તે પરિવારમાં એક સુંદર છોકરી. બાજુના ઘરે એક છોકરો એના મમ્મીના કહેવાથી એમને ત્યાં ચા આપવા જાય છે અને વરસાદ શરૂ થયા છે અને અને અને વરસાદ સાથે શરૂ થાય છે એક પ્રેમ કહાની, સ્નેહનો સંબંધ...
[caption id="attachment_7001" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
આ સ્નેહનો તંતુ તૂટે છે જ્યારે એ છોકરીના પિતાની બદલી થાય છે ત્યારે... અને પછી...
એક મોટા શહેરમાં એક ડોરબેલ વાગે છે. મકાન ભાડે આપવાનું હોય છે, એક નાયિકા બારણું ખોલી છે ત્યાં.... ત્યાં એ જ નાયક જેને વર્ષો પહેલાં કોઈ કસ્બામાં છોડીને આવી હતી, સ્મરણો રૂપે છત્રી લેતી આવી હતી. એ છત્રી પણ ત્યાં એના રૂમમાં સામે જ હોય છે. બંને બેઠે છે. નાયિકા ચા લઈને આવે છે. પ્રથમ મુલાકાત પણ ચા અને વરસાદની વચ્ચે થઈ હતી. બીજી મુલાકાત આકસ્મિક રીતે થઈ પણ એમાં પણ વરસાદ અને ચા છે. આખરે આંખો પ્રશ્ન કરે છે ને એકમેક બોલીને જવાબ આપે છે કે બે માંથી કોઈના જીવનમાં હજુ કોઈ અન્ય પાત્ર નથી.
[caption id="attachment_7002" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
ગમતું પાત્ર મળી જાય ને સમજી જાય એનો એટલો સ્નેહ આભાર આનંદ હોય છે કે વાસ્તવમાં તો એ જ વરસાદ હોય છે જીવનનો જેમાં ભીંજાવાનો પણ એક આનંદ હોય છે.
અભિનય...
Pratik gandhi jakkkasss
Esha kanshara also jakkkasss
ગુજરાતી અભિનેતા તો ઠીક ( પ્રતિક ગાંધી એ તો સાબિત કરી દીધું એટલે એમના માટે તો કંઈ કહેવાનું જ નથી.. ) પણ ગુજરાતની કોઈ અભિનેત્રીમાં અભિનય કલાનો આટલો ઠહેરાવ આમનામાં જોવા મળ્યો...
#PratikGandhi #EshaKansara
[caption id="attachment_7006" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
સિનેમેટોગ્રાફી...
સિનેમેટોગ્રાફી એટલી જબરી છે કે એક એક દૃશ્ય એક એક કથા છે, છતાં એ એક જ કથાના તંતુ છે. તુલસી ચામાં નાખવાની વાત પણ એકમેકમાં ભળી જવાની વાતને શરૂઆતથી અંત સુધી રજૂ કરે છે. છત્રી આવે છે તો એનો પણ અર્થ છે. છત્રી, ચા, સાયકલ કે વરસાદ માત્ર પ્રતીકો કે ઉપયોજનો નથી પણ એક કથાના સંયોજક છે, પ્રેમની પ્રસ્તુતિના દ્યોતક છે.
[caption id="attachment_7007" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
હિન્દી - ગુજરાતી મિક્સ...
આ સોંગ એટલે અલગ છે કે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં પંક્તિઓ આવે છે. એનું કારણ પણ સૌંદર્ય દર્શન છે કારણકે નાયિકા હિન્દી ભાષી પરિવારની છે ને નાયક ગુજરાતી ભાષી પરિવારનો છે. છેલ્લે જ્યારે ગીત પૂરું થવામાં હોય છે અને બંનેનો પ્રેમનો એકરાર આંખોથી થઈ જાય છે કે નાયિકા ગુજરાતી પંક્તિમાં ગાય છે અને નાયક હિન્દીમાં.. આ સાહિત્યિક સૌંદર્ય છે, અહીં ભાષા ઉપયોજનનું કામ કરે છે કે હવે બંને એક થઈ ગયા છે!
[caption id="attachment_7009" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
સ્ત્રી અવાજ અને પુરુષ અવાજનો સંગમ પણ સંગીતકારે એટલો સુંદર કર્યો છે કે આંખો બંધ કરીને આ ગીત સાંભળો તો પણ એક પ્રેમ કહાની તમારી સામે પ્રસ્તુત થાય.
[caption id="attachment_7008" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
અબ કે સાવન ... સોંગ 2008 માં બન્યું હતું....
મનન દેસાઈ દ્વારા આ સોંગ બાબતે યુ ટ્યુબ મીટ થઈ હતી; જેમાં સચિન સંઘવી, ઈશા કંસારા, પ્રતિક ગાંધી, ભાર્ગવ પુરોહિત, મધુવંતી બાગચી એ આ સોંગની નિર્માણ પ્રક્રિયા વિશે સરસ વાતો કરી જેમાં સચિન - જીગર સંગીતકાર બેલડીના સચિન સંઘવીએ કહ્યું હતું કે આ ગીત એક ફિલ્મ માટે 2008 માં બન્યું હતું, પણ સંજોગો એવા રચાયા કે પછી એ પડ્યું રહ્યું ને આખરે ડિસેમ્બર 2020 માં રજુ કરવામાં આવ્યું હતું.
આજે આ ગીતની વાત શા માટે?
મેં ગયા વર્ષે આ ગીત જોયેલું - સમાભળેલું. દર વખતે એક નવા સૌંદર્યને આ ગીતથી હું પામતો એટલે થયું ચાલો, ચાલો લખીએ.
આજે આ ગીતની વાત એટલા માટે કે આજે યુ ટ્યુબ કે સોશિયલ મીડિયા માટે કે માત્ર સોંગ રજૂ કરવા માટે સૌ પિકચરાઈઝેશન કરે છે, જેમાં કોઈ ઊંડાણ નથી હોતું પણ અહીં જોઈ શકાશે કે દૃશ્યસંયોજન, પ્રતીકો, ભાષા, સંગીત કે દૃશ્યમાં વપરાતી વસ્તુઓનું ઉપયોજન કેવી રીતે કરવું? એ આ ગીતના દૃશ્યાંકન પરથી શીખી - સમજી શકાય એમ છે.
[caption id="attachment_7005" align="alignnone" width="300"] Ab Ke Sawan Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar | Madhubanti Bagchi | Music | Love Song[/caption]
અમે પણ એક ગીત બનાવેલું જેમાં આવી બાબતોનો શક્ય એટલો ખ્યાલ રાખવામાં આવેલો. તો એ અમારું ગીત હતું.... ????
જિંદગીની કેડીએ....
https://youtu.be/nkzCwUrpt4s
અબ કે સાવન... સોંગ સાંભળવા - જોવા માટે નીચેની લિન્ક... ????????????
નોંધ - અહીં પ્રસ્તુત તમામ તસવીર માટે Black coffee music ના અમે સૌજન્ય સભર ને સાભાર ઋણી છીએ...
Official પ્રસ્તુતિ....
ચોમાસુ વધુ વખત માત્ર ધોધમાર વરસાદ કરતાં વધુ લાવતું નથી. વરસાદ સામાન્ય રીતે કેટલીક મીઠી યાદો ઉગાડે છે. તે માત્ર પૃથ્વી માતાને શાંત કરતું નથી પરંતુ તે માનવ મન અને આત્માની પણ સેવા કરે છે. જો તમારી ચોમાસાની સ્મૃતિ રોમેન્ટિક હોય તો તે જ તાર છે જેને અમે આ ગીત સાથે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે અર્ધ-શાસ્ત્રીય ઠુમરી-ઈશ રચના નોસ્ટાલ્જીયા બનાવવા માટે છે, ત્યારે દ્વિભાષી પ્રયોગ ફરી સાબિત કરે છે કે સંગીત તેની પોતાની એક ભાષા છે. પ્રિય સંગીત પ્રેમીઓની યાદશક્તિને ભીંજવી દે તેવી શુભકામનાઓ.
Ab Ke Sawan ft. Pratik Gandhi & Esha Kansara | Sachin Jigar Madhubanti Bagchi Indie Music Love Song
[caption id="attachment_7011" align="alignnone" width="300"] Sachin jigar musicians[/caption]
Monsoons more often than not bring more than just the downpour. Rains usually spring up some sweet memories. Not only does it soothe mother earth but it even serves the human mind and soul. If your monsoon memory is a romantic one then those are the strings we are trying to touch with this song. While the semi-classical thumri-ish composition is to create nostalgia, the bilingual experiment yet again proves that music is a language of its own. Happy memory drenching dear music lovers.
Co-Produced by Gunjan Records (Vidya Desai & Manan Desai) and Gujarat Cultural Movement (Sachin Jigar)
Ab Ke Sawan
Audio credits:
Music: Sachin Jigar
Lyrics: Bhargav Purohit
Singers: Madhubanti Bagchi and Sachin
Sanghvi
Programming: Hrishikesh Gangan
Guitars: Indrajeet Chetia Horns: Robin Fargose
Mixed and mastered at White Noise
Studios, Mumbai
Voice over by Aarti Vyas Patel & Brinda
Trivedi
Video credits:
Concept, Dialogues, and Direction:
Bhargav Purohit
Associate Director and Production control: Pratik Jadav
Assistants: Kamlesh Parmar, Aashish Patel
Dop: Sunil Parmar
Lights - Dilip Gupta
Makeup - Akshay Sonawane Production Supervisor: Hardik Trivedi
Location Location - Almeda villa (Versova).
Video post-credits:
Edit and Grading: Nasir Shaikh
Animation and Packaging: Adrian Ferreira, Hardik Agarwal (Spotlight Entertainment)
Video post-credits:
Edit and Grading: Nasir Shaikh Animation and Packaging: Adrian Ferreira,
Hardik Agarwal (Spotlight Entertainment)
Official music distribution: Jazz Digital Media
#Ab_Ke_Sawan #Pratik_Gandhi & #Esha_Kansara | #Sachin_Jigar | #Madhubanti_Bagchi | #Music | #Love #Song
What's Your Reaction?






