મહારાજા તખ્તસિંહજી (1858 - 1896) પ્યારું અને ન્યારું ભાવેણું

Maharaja takhatsinhji his kindness for bhavanagar

Sep 4, 2025 - 21:36
 0  38
મહારાજા તખ્તસિંહજી (1858 - 1896)  પ્યારું અને ન્યારું ભાવેણું

Maharajan Takhatasinhji Bhavanagar 

મહારાજા તખ્તસિંહજી (1858 - 1896) પ્યારું અને ન્યારું ભાવેણું

ભાવનગરમાં 26 રાજાઓ રાજ કરી ગયાં. બધા જ રાજાઓએ કલ્યાણકારી રાજ કર્યું.

તે પૈકીના એક તે મહારાજા તખ્તસિંહજી.

મહારાજા તખ્તસિંહજી : 

શિક્ષણ : 

1884માં દીવાન શામળદાસ મહેતાનાં સ્મરણમાં શામળદાસ કોલેજનું ખાતમુહૂર્ત થયું. 1893માં નવું મકાન તૈયાર થયું. 1888માં  મહાત્મા ગાંધીજી આ કોલેજમાં ભણેલા. ગાંધીજી ભણેલાં તે સમયે કોલેજ માજીરાજ તેહાઈસ્કૂલમાં ચાલતી. જે તકતી ત્યાં લાગેલી છે. 

આલ્ફ્રેડ હાઇસ્કુલ બંધાવી. જ્યાં એક સમયે કવિ કાન્ત આચાર્યપદે હતા. 

શહેરમાં અને ગામેગામ, કન્યાશાળા, ઉર્દૂશાળા, સંસ્કૃત પાઠશાળા શરૂ કરાવી.

કવિ દલપતરામે રાજકવિની પદવી આપી. કવિએ પુસ્તકાલય શરૂ કરવા માંગણી કરી. જે આજની બાર્ટન લાઇબ્રેરી. સૌરાષ્ટ્રનું પ્રથમ ગ્રંથાલય. અહીં પ્રાચીન, મધ્યકાલીન પુરાવા રૂપે આશરે 4000 સિક્કાઓ, શિલાલેખો, તામ્રપત્રો, હસ્તપ્રતો, શિલ્પો વગેરે એકત્રિત કરી રાખવામાં આવ્યાં.

1881માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ શોધખાતું સ્થાપવામાં આવ્યું.  

વિખ્યાત ચિત્રકાર રવિ વર્માને નિમંત્રિત કર્યા. 

ઇંગ્લેન્ડમાં હિંદના વિદ્યાર્થીઓને સુવિધા આપનારી લંડનની નોર્થબ્રુક કલબને એક લાખ રૂપિયાનું દાન આપેલું. પૂનાની ફર્ગ્યુસન કોલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને અન્ય કેટલીયે કોલેજોને દાન આપ્યાં. મહારાજાની સંસ્કારિતા અને વિદ્યાપ્રીતિ જોઈને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ડોકટર ઓફ લો ની પદવી એનાયત કરેલી.

બાંધકામ : 

ભાવનગરનું રાજ્ય જાહેર બાંધકામ બાબતે વખણાયું.

1890માં રાજુલા પાસે વિક્ટર બંદર બનાવ્યું. તેનું ઉદ્દઘાટન પ્રિન્સ આલ્બર્ટ વિકટરનાં હસ્તે થયેલું.  

હાઇકોર્ટ બિલ્ડિંગ બંધાવ્યું.

પોતે જે કોલેજમાં ભણેલા તે રાજકોટની રાજકુમાર કોલેજની ક્રિકેટ પેવેલિયન બંધાવી આપ્યું.

રાજકોટ આજી નદી ઉપરનો કૈસરે હિંદ પુલ બંધાવી આપ્યો.

શહેરના રસ્તાઓ પહોળા કર્યા. ગામડાના નવા રસ્તા બંધાવ્યા.

ઘેર ઘેર નળ નખાવ્યાં.

ઘરના મકાનો બાંધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.

1888માં વિક્ટોરિયા પાર્કની 450 એકર જમીનમાં રચના. આયુર્વેદિક વનસ્પતિઓ ઉછેરવામાં આવી.

કલામય કોતરકામ માટે ખંભાતથી હરિલાલને લાવ્યાં. હાથીની અંબાડીએ બેસાડી સ્વાગત કર્યું.

મિસ્ત્રી હરિલાલની રાહબરી હેઠળ : 

હાઇકોર્ટ, દરબારી કોઠાર, જૂની શામળદાસ કોલેજ, નાગરોના નકશીદાર ઘરો બંધાયા.

ભાવનગર અને ભાલ વચ્ચે સ્ટીમફેરી સર્વિસ માટે ઠાપડો બનાવ્યો. જેમાં માણસો, માલસામાન, બળદગાડા, ઢોર લાવવા લઈ જવામાં આવતાં.  

લોકફાળાથી વિક્ટોરિયા પાર્કમાં, મિસ્ત્રીની યાદમાં, આરસની એક પ્રતિમા “મિસ્ત્રી હરિલાલ વન ભોજનાલય” બનાવવામાં આવ્યું.

પિલગાર્ડન બનાવ્યો, તેમાં પ્રાણીબાગ બનાવ્યો, સંગીત, બેસવાની સગવડતાં અને બેન્ડ સંગીતની સુરાવલી શરૂ કરાવી.

માજીરાજબાનાં સ્મરણમાં ગંગા દેરી બનાવી. જે પહેલાં માજીરાજની છત્રી તરીકે ઓળખાતી.

કાયદો : 

પોલીસ તંત્રને ન્યાય તંત્રથી અલગ કર્યું.

શહેર સુધરાઈનો કાયદો બનાવી સ્વશાસનને પ્રોત્સાહન આપ્યું.

આરોગ્ય : 

જુવાનસિંહ ડિસ્પેન્સરી જેવી વૈદકીય સુવિધા વધારી.

સર તખ્તસિંહજી હોસ્પિટલ બનાવી. જે આજે સર ટી હોસ્પિટલ નામે જાણીતી છે. આજે અહીં મેડિકલ કોલેજ છે. તેના બાહોશ ઇજનેર સિમ્સનાં નિવાસ માટે જે બંગલો બંધાયો તે સુંદરવાસ. તેમના નામે નારેશ્વર મંદિર સામે સિમ્સફૂવારો બંધાયો.

વિક્ટોરિયા પાર્કમાં ર્વેદિક વનસ્પતિઓ ઉછરવામાં આવી. 4000 મજૂરોને રોજી મળતી.

પ્રજાને સમયની જાણકારી મળે તે માટે એક તોપ ગોઠવી. બપોરે 12 વાગે તોપ ફોડવામાં  આવતી. 

કૃષિ અને જળસંચય પાણી : 

ભીકડા ગામ સુધી મોટું ગૌરીશંકર સરોવર બનાવ્યું. જે બોરતળાવ નામે જાણીતું બન્યું. ત્યાર પછી તેનું અનુકરણ કરી વડોદરા, અમદાવાદ સુરત રાજકોટમાં જળાશયો બન્યાં.

નવા કૂવાઓ ગળાવ્યાં.

ખેતીવાડી, બાગાયત પ્રોત્સાહન આપ્યું.

ખેતી વેપાર વૃદ્ધિ  માટે કરવેરામાં સુધારા કરાવ્યાં.

ધર્મ : 

તખ્તેશ્વર મંદિર બનાવ્યું. કવિ દલપતરામે પણ આશીર્વાદ આપ્યાં. 

જૂના મંદિરોના સમારકામ થયાં.

ધર્મશાળાઓ બનાવી.

રાજસબંધો :  

ચાર રાજકન્યા સાથે લગ્ન કર્યા. સંગીત પ્રવીણ મુસ્લિમ કેસરબાઈનું ધર્માંતર કરાવી લગ્ન કર્યા. 

ગોંડલવાળા રાજમાતાનાં કૂખે પાટવીકુંવર ભાવસિંહજીનો જન્મ થયો. 

રેલ્વે : 

રેલ્વે લાઈન બનાવી. ભાવનગરથી વઢવાણ સુધીની 170 કિમી રેલવેનું બાંધકામ માત્ર 13 માસમાં પૂર્ણ થયું. ધોરાજી મહેસાણા સુધી વિસ્તાર થયો. 1880માં સૌરાષ્ટ્રની પહેલી રેલેવે લાઈન. 

ભાવનગરની ભવ્યતામાં સર્જક મહારાજા તખ્તસિંહજીએ 25 વર્ષ રાજ્ય કર્યું. માત્ર 38 વર્ષની ઉમરે અચાનક અવસાન પામ્યાં.   

આધાર : ભાવચરિત્રો. લેખક : ગંભીરસિંહજી ગોહિલ 

સંશિપ્તિકરણ: નલિન પંડિત 

કેલિફોર્નિયા. 27 08 2025.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow