8 A.M. Metro : સંજોગ, સાથ અને સંવેદનની એક અનોખી ફિલ્મ...

8AM Metro emotional poetic film

Jul 22, 2024 - 12:19
 0  254
8 A.M. Metro : સંજોગ, સાથ અને સંવેદનની એક અનોખી ફિલ્મ...

8AM Metro emotional poetic film

8 A.M. Metro : સંજોગ, સાથ અને સંવેદનની એક અનોખી ફિલ્મ...



8AM Metro poem in hindi lyrics

कभी कभी दो लोग
रात में गुजरने वाले जहाजों की तरह होते है
जो संयोग से मिलते है
और
फिर जिंदगी में कभी नहीं मिलते।


8AM Metro story

 

આ ફિલ્મ એટલે પુરુષ અને સ્ત્રીને, અરે! કહો કે પતિ અને પત્નીને જીવનની કવિતા શીખવે છે. આ અને અનુરણન બંને ફિલ્મો પતિપત્ની અને વિજાતીય સંબંધની કલા શીખવે છે. વિચારતા કરી મૂકે છે. તમારી વિચારસરણી જ્યાં છે ત્યાંથી આગળ ધપે છે. સહજ અને સમજુ ( યુ નો મેચ્યોર) બનવા માટે સાહિત્ય અને ખાસ કરીને પુસ્તકો જીવનમાં કેવો ભાગ ભજવે છે એ સમજી શકાય.

ઈરા એક ગૃહિણી છે. કવિતાઓ અને સાહિત્યમાં રસ છે. પોતાની ઘર ગૃહસ્થી સંભાળતી સંભાળતી પોતાના સાહિત્યના રસને, ડાયરી લખવાની ટેવને જીવાડતી જાય છે. એકવાર એમની બહેન પ્રગનેન્ટ છે અને તેને હૈદરાબાદ જવાનું થયા છે. ઈરાને ટ્રેનમાં બેસવાનો ફોબિયા છે. આ ફોબિયા પાછળ ઇરાનો એક ભૂતકાળ છે પણ કોઈ એમને સમજી શકતું નથી. એ ટ્રેનમાં બેસી જાય છે ત્યારે એનો ભૂતકાળ એને ઘેરી વળે છે. અહીં ઇરાના પાત્રમાં કલાકાર અભિનેત્રી સૈયમી ખેરે જે મનોભાવો રજૂ કર્યા છે એ અદ્ભુત છે.

આખરે હૈદરાબાદ આવે છે. જ્યારે ઈરા એની બહેન માટે હોસ્પિટલથી ઘર મેટ્રોમાં જાય છે ત્યારે એને ફોબિયાને કારણે ચક્કર આવે છે ને ત્યારે પહેલીવાર મુલાકાત થાય છે પ્રિતમ સાથે. પ્રિતમનું પાત્ર ભજવે છે ગુલશન દેવૈયા. જબરો પ્રતિભાવાન કલાકાર છે.

પ્રિતમનો પણ એક ભૂતકાળ છે. પણ અત્યારે તો એ આપણી સામે પુસ્તક વાચનનો ન માત્ર શોખીન પણ સમજુ નજર આવે છે. અરે! ત્યાં સુધી કે તમે જ્યારે ફિલ્મના અંતમાં પહોંચશો ત્યારે અચાનક આશ્ચર્ય થશે કે તમે જે જોયું એ તો એક ભ્રમ હતો પછી સાચી કથા તમારા મસ્તિષ્કમાં શરૂ થશે.

આ પાત્રોનો ભૂતકાળ, વર્તમાન અને કથાના તાણાવાણા એવા છે કે દર્શકે સજ્જ રહેવું પડે છે. વચ્ચે વચ્ચે ભાવને રજૂ કરતી ગુલઝારની નાઝમો... આ બધું ભાવકને કથાના ભવાવારણમાં ખેંચી જાય છે.


8AM Metro Friendship between men and women...


અહીં સ્ત્રીની ઈચ્છા ને પુરુષના સપનાઓ વચ્ચેની વાર્તા છે. પ્રેમી અને મિત્રતા વચ્ચે ઝૂલતા સંવાદો છે. ઈરાના એના પતિ સાથેના વ્યવહાર અને પ્રિતમના એની પત્ની સાથેના ખ્વાબ અને વાસ્તવિકતા આ બધાને જોડશો ત્યારે મનમાં એક ગજબની લાઈટ થશે! જાગશો. જો પુરુષ હશો તો વિચારશો કે હું એક પુરુષ તરીકે ક્યાં સારો? પ્રેમી કે પતિ? કે પતિ સાથે પ્રેમી? સ્ત્રી હશો તો વિચારશો કે ફરજ કે નૈતિકતા સાચી? કે સમજનારા ને સુકુન સાચું? વિટંબણાઓને કથામાં એક અલગ સ્તરે પ્રસ્તુત કરી છે. જો તમે લગ્ન પછીના અફેરની આ કથા હશે એમ વિચારતા હોવ તો આ ફિલ્મની કથા માટે 'અફેર' શબ્દ બહુ ચીપ લાગે છે.

બીજે દિવસે બહેન પાસે હોસ્પિટલમાં જવાનું છે ત્યારે ફરી પ્રિતમ ને ઈરા સવારની 8 વાગ્યાની મેટ્રોમાં મળે છે. આ સિલસિલો ચાલુ રહે છે ને આપણને પણ થાય કે ફરી પાછા મળશે ત્યારે શું વાત કરશે? અને હર વખતે બે સરખા શોખવાળા વ્યક્તિઓની વાતોના પ્રવાહમાં કથાની સાથે સાથે, અરે ઈરવતીની સાથે સાથે આપણે પણ નવા શહેરને અને પ્રિતમને જાણીએ છીએ ને નામ વગરનું સુખ માણતા આ પીઢ પ્રેમને માણીએ છીએ.

ઈરાને જે ફોબિયા છે એ વિશે જ્યારે ઈરા પ્રિતમને કહે છે ત્યારે એ એને સમજે છે. ઈરા ત્યારે કહે છે કે લોકો આ સમાજ મનોરોગને સમજતા જ નથી. સમાજ કહે છે કે સ્ટ્રોંગ બનો પણ ત્યારે દર્દીની હાલત કોઈ સમજતું નથી. આ આખો પ્રસંગ ફિલ્મ દ્વારા સમાજને જાગૃત કરે છે કે માત્ર શરીરના રોગ જ ઉપાય માટે નથી હોતા માનસિક રોગના પણ ઉપચાર કરવા જોઈએ.


#8AM Metro



પ્રિતમ ઈરાને હૈદરાબાદ ફરવા લઈ જાય છે. શહેર બતાવે છે. ઈરા ભૂલી જાય છે ઘરે ફોન કરવાનું, ભૂલી જાય છે બે બાળકો વિશે, ભૂલી જાય છે એની પ્રેગનેન્ટ બહેનને જેને પેઇન ગમ્મે ત્યારે ઉપાડી શકે એમ છે. ચાહત નથી બસ ગમતા સાથે ગાળવાનો સમય છે. અને મનોજ જુલુરીના શબ્દો ગાય ઉઠે છે....


8AM Metro poem in hindi lyrics


जुड़ गये हैं रास्ते
इस सफ़र के मोड़ पे
रब का ही था वो इशारा
ये नये नये पल भरने लगे
अभी अभी दिल हसने लगे

ઈરાને ઈચ્છા હતી અગ્નિદાહ જોવાની. પ્રિતમ એને સ્મશાનમાં લઈ જાય છે, વિચારો! અને ત્યાંથી આ ફિલ્મની કથામાં શરૂ થાય છે નાટકમાં જેને સંઘર્ષનું તત્વ કહેવામાં આવે છે એ...


અને આખરી મુલાકાત પહેલાં ઈરા લખે છે આ નઝમ....


8AM Metro poem in hindi lyrics


जो सोन मछली का बदन ले कर
डूबी रहती इस झील में
तुम चांद की तरह आते
इस झील के पानी पर
और रोशनी कर देते
अंधेरे मेरे घर में
तुम तैरते और कहते
इस झील की तन्हाई में
और काश कोई होता
जो प्यार तुम्हे करता
मैं आती किनारे तक
और
दोस्ती कर लेती
सोन मछली तुम्हारी
तन्हाई को भर देती
और तुम को सुकून मिलता
तुम सोचते काश इस झील में
सोन मछली रहा करती

****


8 A.M. Metro dialogues in hindi

થોડા સંવાદો ખૂબ સરસ છે જે અહીં ટાંકું છું...



साथ में कोई हो और बात दिलचस्प लगे तो हम सारे प्रॉब्लम भूल जाते है।
***

हमेंशा से हमारे कई चहेरे रहे हैं। एक चहेरा दुनिया के लिए, एक अपनों के लिए और एक खुद के लिए। और ये सोशियाल मीडिया आने के बाद ये सब एमप्लीफैड हो गया है। हम हमारा असली चहेरा हमेशा दुनिया से छुपाते है।
***
8 A.M. Metro dialogues in hindi

प्रितम के यह संवाद के प्रत्युत्तर में इरा कहती है:
छुपाते है ताकि लोग हमे जज न करें। हमारी कमियां हमारे खिलाफ इस्तमाल न करें।
***

मन की बात कहने के लिए लोग अन्त तक इंतज़ार क्यूं करते हैं?
***

किताबों से भी दोस्ती जरूरी है और इंसानों से भी।
***
8 A.M. Metro dialogues in hindi

ज्यादा महत्वपूर्ण क्या है, मंज़िल या सफ़र? उत्तर: ' साथ '।
****


8AM Metro OTT ZEE5


Zee5 OTT પર આ ફિલ્મ ઉપલબ્ધ છે. આ ફિલ્મ એક નવલકથા પર આધારિત છે. તે નવલકથા છે: અંદામિના જીવિતમ તેના લેખક છે મલ્લદી વેંકટ કૃષ્ણમૂર્તિ wikipedia કહે છે કે અંદામિના જીવિતમ એ તેલુગુ નવલકથા છે. આ નવલકથા સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતા વિશે છે આ નવલકથાના બે પાત્રોના નામ શાંતિ અને પ્રિયતમ છે. Andamina Jeevitam was written during the 1980s. Andamina Jeevitam is a Telugu novel by Malladi Venkata Krishna Murthy.


About... Malladi Venkata Krishna Murthy...


મલ્લદી વેંકટ કૃષ્ણમૂર્તિ એક ભારતીય તેલુગુ -ભાષાના લેખક છે. એમના નામે 78 નવલકથા, 8 કૉમિક્સ બુક, 14 પ્રવાસ વર્ણન, 9 ટૂંકીવાર્તાના સંગ્રહ, 7 ટૂંકીવાર્તા અનુવાદ સંગ્રહ, 2 સાહિત્યિક આત્મકથા. - આટલું વિશાળ લેખન છે એમનું. હવે સમજાયું, શા માટે સાઉથની ફિલ્મો એટલી આગળ છે. આવા લેખકોની કથાઓનો પાયો લઈ અને કામ કરવામાં આવે છે.


8AM Metro Actor Director...


Directed by Raj Rachakonda
Written by Raj Rachakonda
Produced by Raj Rachakonda
Kishore Ganji
Starring Gulshan Devaiah and Saiyami Kher

#8AM_Metro #dialogues #poem #GulshanDevaiah #SaiyamiKher #RajRachakonda #8AMMetro #8A.M.Metro ##8AM_Metrofilm #8AM_Metromovie #hindifilm #southfilm #southdubbedhindifilm


અમારી સાથે જોડાવા માટે.... ????????????

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow