52 શક્તિપીઠનું રહસ્ય : નૈનાદેવી મંદિર
Mystery of 52 Shaktipith Nainadevi Temple Himachal
Mystery of 52 Shaktipith Nainadevi Temple Himachal
52 શક્તિપીઠનું રહસ્ય : નૈનાદેવી મંદિર
આલેખન અને સંકલન - જય પંડ્યા
Mystery of 52 Shaktipith Nainadevi Temple Himachal
મિત્રો '52 શક્તિપીઠ' સિરીઝ અંતર્ગત અગાઉના પ્રકરણમાં આપણે મા આદ્યશક્તિના 52 સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ એવા માતાજી શ્રી "હિંગળાજ મા " વિશે જાણ્યું હવે પછી આપણે મા શક્તિના બીજા સ્વરૂપ એવા " નૈનાદેવી " વિશે જાણીશું. સાથે - સાથે તેમની સાથે જોડાયેલી દંતકથા તથા તેનું પૌરાણિક મહત્વ જાણીશું.
Mystery 2 - નૈનાદેવી મંદિર - બિલાસપુર હિમાચલ પ્રદેશ
'નૈના દેવી' સતી માતાના 52 સ્વરૂપોમાં એક સ્વરૂપ છે.
52 Shaktipith ક્યાં સ્થિત છે આ મંદિર ?
'નૈનાદેવી' માતાજીનું મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામા સ્થિત છે. આ મંદિર શિવાલિક પર્વત શ્રેણીની નૈના ટેકરીની ઊંચાઈ ( ટોંચ ) પર સ્થિત છે. આ મંદિર રાષ્ટ્રીય ધોરી માર્ગ ( નેશનલ હાઇવે ) 21 સાથે જોડાયેલ છે. આ મંદિરે ઉડન ખટોલા , પાલખી કે ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે.
આ મંદિર સમુદ્ર તળથી 11000 મિટરની ઊંચાઈ પર સ્થિત છે.
માતાજીનું ક્યું અંગ આ સ્થળે છે ?
માતાજીની આંખો આ સ્થાને પડી હતી એવું પૌરાણિક દંતકથામા કહેવામાં આવ્યું છે. એટલા માટે જ આ સ્થળ આગળ જતા નૈના દેવી તરીકે પ્રસિદ્ધ થયું. મંદિરના પટાંગણમા એક પીપળાનું વૃક્ષ છે. જેનું પણ પૌરાણિક મહત્વ ઘણું જ છે. એવુ કહેવાય છે કે આ પીપળાનું વૃક્ષ ઘણી શતાબ્દીઓથી અહીં સ્થિત છે.
માતાજીના અંગના ટુકડા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી કર્યા ત્યારે માતાજીની આંખો આ સ્થળે પડી પડી હતી. તેથી આ મંદિરનું નામ 'નૈના દેવી', અહીં એક તળાવ છે જેનું નામ " નૈની તળાવ " જેની ઉતરે મંદિર સ્થિત છે. અને આ નગરનું નામ "નૈનિતાલ" છે. પ્રાચીન કથાઓ પરથી આ ત્રણ નામો રાખવામાં આવ્યા છે.
Nainadevi Temple આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કિંવદંતી ...
અન્ય એક કથા મુજબ એક દિવસ એક નૈના નામક છોકરો અહીંથી ગાયો ચોરાવીને જતો હતો, રસ્તામાં આ સ્થળે એક ગાય પોતાના આંચળમાંથી દૂધ કાઢવા લાગી. એક રાત્રીએ માતાજીએ આ છોકરાને સ્વપ્નમાં દર્શન આપ્યાં. છોકરાએ બધી વાત નગરના રાજા વીરચંદ્રને કરી. વીરચન્દ્રએ આ વિશેની ખાતરી કરી અને આ સ્થળે "નૈના મંદિર " નું બાંધકામ કરાવ્યું.
ભવ્ય મેળાનું આયોજન...
નવરાત્રીના નવ દિવસ અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં માનવ મેદની અહીં દર્શન તથા મેળાની ઉજાણીમા ઉમટી પડે છે. ઉત્તર ભારતના પાંચ પ્રસિદ્ધ શક્તિપીઠોમાનું આ એક મંદિર છે.
નવરાત્રી દરમિયાન માતાજીની દિવસમા પાંચ વખત આરતી કરવામાં આવે છે. માતાજીને ભોગ ચડાવવવામાં આવે છે. અને લોકો ભાવ ભક્તિ પૂર્વક નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરે છે.
નવરાત્રી મેળા સિવાય અહીં એપ્રિલ - મેં માસ દરમિયાન ચૈત્રી મેળાનું અને જુલાઈ - ઓગષ્ટ માસ દરમિયાન શ્રાવણી મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.
મંદિર સાથે જોડાયેલી અન્ય કથા...
"મહિષાસુર" રાક્ષસને જગત પિતા બ્રમ્હા દ્વારા અમરતાનું વરદાન આપવામાં આવ્યું હતું. પણ બ્રમ્હાજીએ તેને જણાવ્યું હતું કે તેનો વધ કોઈ કુંવારી કન્યાના હાથે થશે. મહિષાસુર વરદાનના કારણે બધે જ કોપ વરસાવવા લાગ્યો દેવો સહીત તમામ ત્રાહિમામ પોકારી રહ્યા હતા. પછી બધા દેવોએ સાથે મળીને એક દેવીની રચના કરી અને તેને જુદા જુદા શસ્ત્રો પ્રદાન કર્યા. મહિસાસુર તે દેવીના રૂપથી મોહિત થઈ ગયો હતો. માતાજી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. માતાજીએ કહ્યું કે જો તું મને યુદ્ધમાં હરાવ તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, મહિસાસુર યુદ્ધ માટે તૈયાર થાય છે માતાજીને મહિસાસુર વચ્ચે ભીષણ યુદ્ધ ચાલે છે. માતાજીએ મહિષાસુર સહીત તમામ દાનવોનો વધ કર્યો. તેથી આ મંદિરનું બીજું નામ " મહીષાપીઠ " છે. આ નામથી પણ આ મંદિર પ્રસિદ્ધ છે.
આમ આપણે અહીં માતાજીના 52 શક્તિપીઠોમાંના બીજા સ્વરૂપે એવા "નૈનાદેવી" વિશે જાણ્યું. હવે પછીના પ્રકરણમાં આપણે માતાજીના ત્રીજા સ્વરૂપ વિશે જાણીશું.
આલેખન અને સંકલન - જય પંડ્યા
Mystery of 52 Shaktipith Nainadevi Temple Himachal
#Nainadevi #Temple #52Shaktipith #Himachal #Mystery
What's Your Reaction?






