Gujarati શબ્દરમત : જ્ઞાન સાથે ગમ્મત…
Gujarati Wordplay language education
Gujarati Wordplay language education
Gujarati શબ્દરમત : જ્ઞાન સાથે ગમ્મત…
Gujarati Wordplay language education
ગમ્મત સાથે જ્ઞાન આપતી અને શબ્દની સમૃદ્ધિ વધારતી આ એક રમત તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ.
જેમાં આપે અહીં આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ કે સમાનાર્થી શબ્દ આપેલ અક્ષરની સંખ્યા અનુસાર શોધીને લખવાનો છે.
રમત સરળ બને અને ચેલેન્જ પણ મળે એના માટે જવાબ કયા અક્ષરથી શરૂ થશે એ પણ અહીં મૂકેલા છે.
હવે એક વાત કાનમાં કહી દઈએ કે આ બધા શબ્દોના જવાબ છેલ્લે ઈમેજ રૂપે છે. પણ એ પહેલાં જાતે પ્રયત્ન કરવો અને પછી સ્વમુલ્યાંકન થઈ શકે એટલા માટે જવાબ પણ આપી દીધા છે.
Gujarati Wordplay language education
આ શબ્દ રમતનું સંકલન કર્યું છે ભાષા શિક્ષક અને આચાર્ય તેમજ ૩૩ ઉપરાંત પુસ્તકોના રચયિતા એવા હસમુખ ટાંક સાહેબે. એમના જ પુસ્તક ' શબ્દોની સંગાથે ' માંથી આ રમત લેવામાં આવી છે.
Gujarati Wordplay language education
ચાલો, ત્યારે થઈ જાઓ તૈયાર...
-
ખૂબ કઠિન, મુશ્કેલ - અ _ _
-
એક સુકો મેવો - અં _ _
-
ખુશી, પ્રસન્નતા - આ _ _
-
ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગ્યા - આં _ _
-
સંકેતમાં સમજાવવું - ઇ _ _
-
ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કે દિશા - ઈ _ _
-
અતિ ખર્ચ કરનાર માણસ - ઉ _ _
-
તેજસ્વી અને ચળકતું - ઊ _ _
-
દેવું, આભારનો ભાર - ઋ _
-
અંગ્રેજી વર્ષનો એક મહિનો - એ _ _
-
ઘરનો શરૂઆતનો ભાગ - ઓ _ _
-
ચાણવાનું કામ કરનાર - ક _ _
-
એક ભાર વાહક વાહન - ખ _ _
-
આકાશ, નભ, અંબર, - ગ _ _
-
દાગીનો, આભૂષણ - ઘ _ _
-
રસોઈમાં વપરાતું એક સાધન - ચ _ _
-
છેતરવું - છ _
-
દીકરીનો વર - જ _ _
-
નાના છોકરાનું પહેરણ - ઝ _ _
-
પોસ્ટકાર્ડ, પત્ર - ટ _ _
-
ફળનું બી - ઠ _ _
-
સિંહની ગર્જના - ડ _ _
-
રેતીનો - ઢ _ _
-
તપ કરનાર સાધુ - ત _ _
-
ઝાડનો નીચેનો, મૂળ ઉપરનો ભાગ - થ _
-
સમુદ્ર, સાગર, - દ _ _
-
પૈસાદાર, અમીર - ધ _ _
-
પતિની બહેન - ન _ _
-
હવા, વાયરો - પ _ _
-
એક ફળ જેનું શાક પણ થાય - ફ _ _
-
મધ્યાહનનો સમય - બ _ _
-
ભગવાન શ્રી રામના એક ભાઈનું નામ - ભ _ _
-
સહાય - મ _ _
-
જૈન ધર્મના સાધુ - ય _
-
ઝીણી ધૂળ - ર _ _ _
-
માથાનો એક ભાગ - લ _ _
-
પ્રસંશા, કોઈના વિશે સારું બોલવું તે - વ _ _
-
એક વાદ્યનું નામ - શ _ _ _
-
છ ખૂણાવાળી આકૃતિ - ષ _ _ _
-
ધોળું - સ _ _
-
ખરીદી કરવાનું કામ, બજાર કામ - હ _ _
-
પાણી - જ _
-
ધરતી અને આકાશ જ્યાં મળે છે એ કાલ્પનિક રેખા - ક્ષિ _ _
-
બુદ્ધિશાળી વ્યક્તિ - જ્ઞા _
આલેખન - હસમુખ ટાંક
( ' જીવન મહેકાવો ' પુસ્તક માંથી. )
( લેખકના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે. લેખકના સંપર્ક માટે... https://www.facebook.com/hasmukh.tank.5492?mibextid=ZbWKwL )
જવાબ....
Gujarati Wordplay language education
What's Your Reaction?






