શિલ્પા રાવ : અનોખી ગાયિકાની જીવન સફર

Singer Shilpa rao life inspire story

May 30, 2025 - 20:55
 0  9
શિલ્પા રાવ : અનોખી ગાયિકાની જીવન સફર

Film Besharam rang song pathan singer shilpa rao inspired life

Film 'બેશરમ રંગ...' : ગીત વિશે બહુ ચર્ચા થઈ પણ એ ગીતની ગાયિકા વિશે જાણીને તમને આશ્ચર્ય થશે!

રજુઆત - જય પંડ્યા

Film Besharam rang song pathan singer shilpa rao inspired life Photo courtesy - https://www.facebook.com/OfficialShilpaRao?mibextid=ZbWKwL

 

બેશરમ રંગ નો વિવાદ તાજો છે ને હવે તો ફિલ્મ પણ સિનેમા ઘરોમાં જોવામાં આવી રહી છે ત્યારે એક રિલ્સ મારી સામે આવે છે જેમાં શિલ્પા રાવ કહે છે કે મને શાળાએ જવું ક્યારેય ગમ્યું જ નથી. અને એક ઇન્ટરવ્યુ લેનાર પૂછે છે શા માટે? ત્યારે તેમનો જવાબ હોય છે :  ભણવાની આ સિસ્ટમ ક્યારેય ગમી જ નથી. અલગ અલગ વિદ્યાર્થીને એક સરખી રીતે એક જ વસ્તુ ભણાવવી અને લખાવવું? એટલે હું શાળાએ ન જવા તોફાન કરતી અને પિતાજી મને એક જ રીતે પરમિશન આપતા કે શાળાએ ન જાવું હોય તો આખો દિવસ રિયાઝ કરવો પડશે... અને હું એમની સાથે સંગીતનો રિયાઝ કરવા બેસી જતી. બસ, આ રીતે મારા જીવનમાં સંગીત આવ્યું...

ઉપરની વાત બહુ નાની લાગે પણ વિચારો તો આજના કેળવણી વિશે કે બાળ ઉછેર વિશે બહુ મોટી વાત કહી જાય છે.

Hit Song Besharam rang film pathan...

"શિલ્પા રાવ "કે જે એક જાણીતી પ્રખ્યાત ગાયિકા છે. તેણે હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ " પઠાન " કે જેમા "શાહરુખ ખાન" અને"દીપિકા પદુકોણ " મુખ્ય ભૂમિકામાં છે. તેનું હિટ સોંગ
' બેશરમ રંગ ' પોતાના કંઠે ગાયું છે. તેને જાણવા જરૂરી છે...

જન્મ અને પરિવાર...

"શિલ્પા રાવ" નો જન્મ તારીખ 11 એપ્રિલ 1984 ના રોજ ઝારખંડ રાજ્યના જમશેદપૂરમાં થયો. તેનું બાળપણનું નામ "અપેક્ષા રાવ" હતું જે બદલી તેના પિતાએ શિલ્પા રાખ્યું હતું.

માતા - પિતા : શિલ્પાના પિતાનું નામ  એસ. વેંકટરમણ છે.તેઓ  વ્યવસાયે એક એન્જીનીયર છે પણ તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં M. A.  કર્યું છે. તેઓ સંગીત શિક્ષક પણ છે.

શિલ્પાની માતાનું નામ" રજનાલા શ્યામલા "
શિલ્પાના પતિનું નામ " રિતેશ ક્રિષ્નન "
શિલ્પા હાલ 38 વર્ષની છે.

શિલ્પાનું સંગીત ક્ષેત્રે પ્રયાણ....

શિલ્પાના પિતા સવાર થતા જ તેઓ " આમિર ખાન " ની સીડી અથવા "મહેંદી હસન"સાહેબની  ગઝલ સાંભળતા હતા. જેથી ઘરમાં કાયમ સંગીતનું વાતાવરણ પ્રસરેલુ રહેતું હતું.

શિલ્પાનું સંગીત ક્ષેત્રે પ્રયાણ : શિલ્પા જયારે સરખું બોલતા પણ શીખી ન હતી ત્યારથી જ તેના પિતાએ તેને સંગીતની શિક્ષા આપવાનું શરૂ કરી દીધું હતું.

Film Besharam rang song pathan singer shilpa rao inspired life

[caption id="attachment_6594" align="alignnone" width="240"]Besharam rang song pathan singer shilpa rao inspired life Photo courtesy - https://www.facebook.com/OfficialShilpaRao?mibextid=ZbWKwL[/caption]

અભ્યાસ...

અભ્યાસ : શિલ્પાએ  પ્રારંભિક શિક્ષણ જમશેદપુરની "લિટલ ફ્લાવર " સ્કૂલમાંથી અને "લોયલા પબ્લિક સ્કૂલ" માંથી કર્યું છે.
શિલ્પાને પોતાના અભ્યાસકાળથી જ સંગીતમાં ખુબ જ રુચિ હતી. પરંતુ તેણે પ્રોફેશનલ સિંગર બનવા વિશે કદી વિચાર્યું ન હતું.

શિલ્પાની સંગીત શિક્ષાનો પ્રારંભ : માત્ર 13 વર્ષની ઉંમરે શિલ્પાની મુલાકાત સંગીત ગુરુ " હરિ હરન " સાથે થઈ. તેમણે સંગીત ક્ષેત્રના કરિયર માટે શિલ્પાને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. જેથી શિલ્પાને સંગીત ક્ષેત્રે આગળ વધવાની ઉત્કંઠા જાગી. એક સમયે તે સંગીતને માત્ર પોતાનો શોખ માનતી હતી. પણ હવે તે સંગીતને જ પોતાનું " સર્વસ્વ " માનવા લાગી.

સંગીત પ્રત્યે આત્મ સમર્પણ...

સંગીત પ્રત્યે આત્મ સમર્પણ : સંગીત ક્ષેત્રે આત્મ સમર્પણ કરતા શિલ્પાએ " ઉસ્તાદ સલીમ ગુસ્તફાં ખાન સાહેબ" પાસેથી પ્રારંભિક શિક્ષા મેળવી. ત્યારબાદ અલગ - અલગ માધ્યમો દ્વારા અને સ્પર્ધાઓ દ્વારા પોતાના સંગીત કર્તુત્વનું પ્રદર્શન લોકો સમક્ષ કરવા લાગી. આવા જ એક પર્ફોમેન્સ દરમિયાન તેની મુલાકાત સંગીતકાર " શંકર મહાદેવન " સાથે થઈ. તેમણે શિલ્પાને સંગીત ક્ષેત્રમાં ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે મુંબઈ જવાનું સૂચન કર્યું.

                  " છોટી છોટી બાતે,
                  બડ઼ે બડ઼ે સપને લિયે.
                    દીલ કો સમજાતે,
                      હમ ચલ દીયે ".

વર્ષ 2004 માં શિલ્પા મુંબઈ આવી ગઈ તેણે મુંબઈની ' સેન્ટ જેવિયર્સ ' કોલેજમાંથી "એપ્લાય્ડ સ્ટેટિસ્ટિક્સ" માં માસ્ટર્સ કર્યું. માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ તેણે "જીંગલ્સ સોંગ્સ " ના ગાયન દ્વારા કારકિર્દીની શરૂઆત કરવાનું વિચાર્યું.

                    " કોઈ ભી લક્ષ બડા નહીં,
                      જીતા વહીં જો ડરા નહીં "..

બૉલીવુડમાં પર્દાર્પણ : ત્રણ વર્ષની મહા મહેનત અને કેટલાય જીંગલ સોંગ્સના પર્ફોમન્સ બાદ એક દિવસ શિલ્પાને સંગીતકાર
" મિથુન " નો કોલ આવ્યો. જે તેને ફિલ્મ " અનવર " ના સોંગ રેકોડિઁગ માટે બોલાવે છે. આમ વર્ષ 2007 માં આવેલી ફિલ્મ
" અનવર " ના સોંગ " તો સે નૈના લાગે " દ્વારા શિલ્પાએ બૉલીવુડમાં પર્દાર્પણ કર્યું. અને ત્યારબાદ તેણે કદી પાછુ વાળીને જોયું નથી.

સંગીતકાર ' પ્રીતમ ', ' એ. આર. રહેમાન ',  ' વિશાલ શેખર ',
' સલીમ સુલેમાન ',  'શંકર અહેસાન રોય 'સહીત બૉલીવુડના મોટાભાગના દિગ્ગ્જ સંગીતકારો સાથે તેણે કામ કર્યું. અને સુપરહિટ પરફોમન્સ દ્વારા પોતાની સંગીત કળામાં વધુ કુશળ બનતી ગઈ.

Besharam rang song pathan singer shilpa rao inspired life

સન્માન...

પ્રથમ સન્માન : વર્ષ 2009 માં આવેલ ફિલ્મ ' ખ઼ુદા જાનેના ' ના સોંગ " બચના એ હસીનો " માં સ્વર આપવા માટે તેને
" બેસ્ટ ફીમેઇલ પ્લે બેક સિંગર " એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
વર્ષ 2020 માં આવેલી ફિલ્મ " વોર " ના સોંગ " ઘૂંઘરું તૂટ ગયે "
ગાવા માટે તેને "બેસ્ટ ફીમેઇલ પ્લે બેક સિંગર " ના  એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

પોતાના બ્લોકમાસ્ટર  સોંગ અને મધુર કંઠ પ્રાવીણ્યના કારણે શિલ્પા આજે ઘર - ઘરમાં જાણીતી છે.

શિલ્પાને વર્ષ 2021 માં "ગ્રૅમિ નોમિનેશન એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવી.

Shilpa roa superb hit song....

1 - 'સ્ટ્રેન્જ ઓન ધ પ્રોલ ' ( ફિલ્મ ' એક અજનબી ') 2005

2 - 'તો સે નૈના લાગે ' ( ફિલ્મ 'અનવર' ) 2007

3 - 'ખ઼ુદા જાને ' ( ફિલ્મ - 'બચના એ હસીનો' ) 2008

4 - ' આજ જાને કી ઝિદ ના કરો ' ( ફિલ્મ - 'એ દીલ હૈ મુશ્કિલ' )2016

5 - ' તેરે સિવા જગ મેં ' ( ફિલ્મ - તડપ ) 2021

6 - 'તેરે હવાલે' (ફિલ્મ - ' લાલ સિંહ ચડ્ડા  ') 2022

7 - ' બે શરમ રંગ ' ( ફિલ્મ - પઠાન ) 2022

Grammy Award

હવે "ગ્રૅમિ એવોર્ડ " વિશે થોડી માહિતી મેળવીએ.

" ગ્રૅમિ એવોર્ડ " શું છે?  :

" ગ્રૅમિ એવોર્ડ " સંગીત ક્ષેત્રમાં શ્રેષ્ઠ કલાકારોને "યુનાઇટેડ સ્ટેટ્સ રેકોડિઁગ એકેડેમી " દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ વિશ્વભરમાં સંગીતક્ષેત્રના શ્રેષ્ઠ એવોર્ડમાંથી એક છે.

" ગ્રૅમિ એવોર્ડ "કોણ પ્રેસન્ટ કરે છે? 

" ગ્રૅમિ એવોર્ડ "" યુનાઇટેડ સ્ટેટ્સ  રેકોડિઁગ એકેડેમી " એનાયત કરે છે.

" Grammy Award " ની શરૂઆત ક્યારથી થઈ? 

" ગ્રૅમિ એવોર્ડ " ની શરૂઆત આજથી 64 વર્ષ પૂર્વે 4 મેં 1959 ના રોજ કરવામાં આવી હતી. આ વખતે તેની 65 મી સેરેમની છે.
6 - 2- 23 ના રોજ સાંજે 5:30 કલાકે "ઈસ્તાંબુલ" ( IST )
"ટોકિયો " માં આ સેરેમની યોજાઈ ગઈ.

" ગ્રૅમિ એવોર્ડ "ની કિંમત અને હોસ્ટ કોણ છે? 

" ગ્રૅમિ એવોર્ડ "'ની કિંમત : " ગ્રૅમિ એવોર્ડ " ની કિંમત તેની ટ્રોફીની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. સમગ્ર ખર્ચ 1260$ ( ડોલર ) છે.

" ગ્રૅમિ એવોર્ડ "ના હોસ્ટ : " ગ્રૅમિ એવોર્ડ " ના હોસ્ટ "ટ્રીવોર નોહ" છે.

" Grammy Award "નો અર્થ શું છે?  :

" ગ્રૅમિ એવોર્ડ " "યુનાઇટેડ સ્ટેટ્સ " દ્વારા " નેશનલ એકેડેમી ઓફ રેકોડિઁગ  આર્ટસ &, સાયન્સ ", " લેટિન એકેડેમી ઓફ રેકોડિઁગ આર્ટસ & સાયન્સ " દ્વારા સંગીત ક્ષેત્રે અભૂતપૂર્વ કળા કૌશલ્ય દર્શાવવા માટે એનાયત કરવામાં આવે છે.

"ઓસ્કાર " અને " ગ્રૅમિ એવોર્ડ "માંથી શ્રેષ્ઠ કોણ છે? 

"ઓસ્કાર એવોર્ડ " " ગ્રૅમિ એવોર્ડ " કરતા શ્રેષ્ઠ હોય છે કારણ કે તે લાંબા સમય સુધી માન્ય હોય છે અને તે પસંદગી પામેલા જૂજ વિજેતાઓ કે કલાકારોને એનાયત કરવામાં આવે છે.

" ગ્રૅમિ એવોર્ડ " ની પસંદગી માટે લાયકાત શું છે?
" ગ્રૅમિ એવોર્ડ " માટે કોઈ આલ્બમ સોંગ ( પાંચ વર્ષમાટે )અગાઉ રિલીઝ ન થયું હોય તેવું હોવું જોઈએ. અને તે માટે 75 % રેટિંગ મળ્યું હોવું જોઈએ. હવે તેની અવધિ 50% છે.

Besharam rang song pathan singer shilpa rao inspired life

સૌ પ્રથમ " ગ્રૅમિ એવોર્ડ " કોણે પ્રાપ્ત કર્યો? 

સૌ પ્રથમ " ગ્રૅમિ એવોર્ડ "જાન્યુઆરી વર્ષ 1958માં ' ધ એટોમિક મિસ્ટર બેસી' એ પોતાના આલ્બમ ' રુલિટી જાઝ ' માટે પ્રાપ્ત કર્યો હતો જેમા તેમણે 98% રેટિંગ પ્રાપ્ત કર્યા હતા.

સૌથી વધુ વખત " ગ્રૅમિ એવોર્ડ " કોણે પ્રાપ્ત કર્યો? 

સૌથી વધુ વખત " ગ્રૅમિ એવોર્ડ " 'જ્યોર્જ સોલ્ટી' એ પ્રાપ્ત કર્યો છે. તેમણે આ એવોર્ડ 31 વખત પ્રાપ્ત કરેલ છે.

ભારતમાં સૌ પ્રથમ " ગ્રૅમિ એવોર્ડ " કોણે પ્રાપ્ત કર્યો? 

ભારતમાં સૌ પ્રથમ " ગ્રૅમિ એવોર્ડ " વર્ષ 1959 માં
" પંડિત રવિ શંકર " ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારતમાં " ગ્રૅમિ એવોર્ડ "થી કોણ- કોણ સન્માનિત થયેલું છે? 

ભારતમાં " ગ્રૅમિ એવોર્ડ " થી
' ઝુબીન મહેતા '
'ટી. એચ. વિનયક્રમ '
'ઝાકીર હુસૈન'
' પંડિત વિશ્વ મોહન ભટ્ટ '
'તાન્યા શાહ '
' એ. આર. રહેમાન '

વગેરેને પ્રાપ્ત થયેલ છે.

વર્ષ 2022 માં " ગ્રૅમિ એવોર્ડ " ' ફાલ્ગુની શાહ' ને એનાયત કરવામાં આવ્યો છે.

રજુઆત - જય પંડ્યા

Film Besharam rang song pathan singer shilpa rao inspired life

#Besharamrang #song #pathan #singer #shilparao #inspired #life #film #Oscar #Grammy #Award

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow