અચાનક, ગુજરાતની આ નિર્જીવ ભૂમિ, વિજ્ઞાન માટે જીવંત પ્રેરણા બની

Suddenly, this lifeless land of Gujarat became a living inspiration for science

Sep 4, 2025 - 20:35
 0  3
અચાનક, ગુજરાતની આ નિર્જીવ ભૂમિ, વિજ્ઞાન માટે જીવંત પ્રેરણા બની

Suddenly, this lifeless land of Gujarat became a living inspiration for science

અચાનક, ગુજરાતની આ નિર્જીવ ભૂમિ, વિજ્ઞાન માટે જીવંત પ્રેરણા બની

કચ્છના રણપ્રદેશમાં ભુજથી આશરે 100 કિમી દૂર આવેલું નાનું ગામ છે – માતાના મઢ. કાંટાળા ઝાડ–ઝાંખરાંથી ઘેરાયેલું, પાણીની અછતથી પીડિત અને ખેતી કે વસવાટ માટે અયોગ્ય ગણાતું આ ગામ વર્ષો સુધી માત્ર એક વેરાન ભૂમિ જ લાગતું હતું.

પણ ક્યારેક કુદરત પોતાના ખજાના એવી જગ્યાએ છુપાવે છે, જ્યાં માનવકલ્પના પણ પહોંચી શકતી નથી. 2016માં અહીં એક અજોડ ખનિજ – જારોસાઇટ મળ્યું. વૈજ્ઞાનિકોએ તેની ઉંમર અંદાજે 5.5 કરોડ વર્ષ ગણાવી. આ જ ખનિજ મંગળ ગ્રહ પર પણ જોવા મળ્યું છે, જે ત્યાં પાણી હોવાનો પુરાવો આપે છે.

અચાનક, આ ભૂમિ જે લોકો માટે નિર્જીવ લાગી રહી હતી, તે વિજ્ઞાન માટે જીવંત પ્રેરણા બની. હવે ISRO આ જ જમીનને મંગળયાન–2 મિશન માટેનું ટેસ્ટ બેડ બનાવશે. અહીં રોવર, હેલિકોપ્ટર, સ્કાય ક્રેન અને સુપરસોનિક પેરાશૂટ જેવી અદ્યતન તકનીકોનું પરીક્ષણ થશે.

કચ્છના રણમાં પ્રગટેલો આ શોધનો દીવો માત્ર ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બની રહેશે. એક ગામ, જે ક્યારેય સુકું અને નિરાશાજનક ગણાતું હતું, આજે અવકાશ અભ્યાસના ભવિષ્યની અનેક સંભાવનાઓને સાકાર કરશે .

સૌજન્ય - આશિષ ખરોડ 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow