આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પીવાનું મન શા માટે થાય છે?

Ice-cream summer drink water cold drinks good or bad

Aug 15, 2024 - 21:25
 0  42
આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પીવાનું મન શા માટે થાય છે?

Ice-cream summer drink water cold drinks good or bad

આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પીવાનું મન શા માટે થાય છે?

Ice-cream drink water summer cold drinks good or bad

Ice-cream summer drink water cold drinks good or bad

ઊનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ આપણું મગજ દોડે ઠંડક મેળવવા માટે. અને સીધું જ પહેલું નામ આપણાં મગજમાં આવે આઈસક્રીમ... એમાં ય જો મનગમતી ફ્લેવર મળી જાય પછી  તો પૂછવું જ શું?! અને એના ટેસ્ટની એક અલગ મજા છે. જીભ અને દાંચ વચ્ચે ઠંડો સંવાદ કરી અને મીઠાશ વેરતો આઈસ્ક્રીમ આપણાં પેટમાં જાય ત્યારે કંઈક અલગ જ ફિલિંગ આવતી હોય છે!!  મોઢામાં પાણી આવી ગયું ને? હા આજે બીજો એક અનુભવ શેર કરવો છે તમારા સૌ સાથે...

તમે એક જોયું કે જ્યારે જ્યારે તમે આઈસ્ક્રીમ ખાશો એટલે ખાઈ લીધા પછી તરત જ તમને પાણી પીવાનું મન થશે... પણ આવું શા માટે થાય છે? શું આઈસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવું જોઈએ? જો ના તો શા માટે નહીં?  આ બધા પ્રશ્નોના જવાબ આ લેખમાં છે....

Ice-cream summer drink water cold drinks good or bad

આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પીવાનું મન શા માટે થાય છે?

 

આઈસ્ક્રીમ આપણને તરસ્યા બનાવે છે તેનું કારણ એ જ છે કે જેવી રીતે  મીઠાઈઓ આપણને તરસ્યા બનાવે છે. આઈસ્ક્રીમમાં પણ શ્યુગર, કુકી કે લોટ હોય જ છે. તેથી, ગળ્યો તો હોય જ છે. શા માટે તરસ લાગે છે? વૈજ્ઞાનિક કારણો છે.

 

જ્યારે તમે મીઠો ખોરાક લો છો, ત્યારે ખાંડ લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને શરીરમાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. આ ખાંડના કણો તમારા શરીરના કોષોમાંથી પાણી શોષે છે, પુરવઠો ઓછો કરે છે.

 

તમારા શરીરના કોષો પછી મગજને રાસાયણિક સંદેશા મોકલે છે જે દર્શાવે છે કે પ્રવાહી પીવાનો સમય થઈ ગયો છે. તમારું મગજ ફીડબેક લૂપમાં કામ કરે છે, તમને જણાવે છે કે તમને ક્યારે પાણીની સૌથી વધુ જરૂર છે. જ્યારે મગજને સુગર ઓવરલોડનો અહેસાસ થાય છે, ત્યારે મગજનો હાયપોથેલેમસ નામનો ભાગ તરસને ઉત્તેજિત કરે છે.

 

આઈસ્ક્રીમમાં ઘણીવાર ટન બંધ સોડિયમ હોય છે. વાત સમજાય છે? કારણ કે મીઠું આઈસ્ક્રીમમાં રહેલા ઘટકોના મિશ્રણને બરફ બની જતાં અટકાવે અને તેમ છતાં આઈસ્ક્રીમને ઠંડકને જાળવી રાખે છે.

 

ખાંડની જેમ, મીઠું તમારા લોહીના પ્રવાહમાં શોષાય છે, શોષાતા લોહીને જોઈને મગજનું  હાયપોથેલેમસ પછી, પાણી પીવાનો સંદેશો આપણને આપશે. માટે આપણને આઈસ્ક્રીમ ખાઈને તરત જ તરસ લાગે છે.

 

Ice-cream summer drink water cold drinks good or bad

શું આઈસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવું જોઈએ? શા માટે?

આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પીવાની મનાઈ છે. આમ કરવાથી ગળામાં ખરાશ થઈ શકે છે. લોહીના પરીભ્રમણમાં તકલીફ થવા લાગે છે. હોજરીને બે વિરોધી આદેશો મળવાથી ત્યાં પણ પ્રશ્ન થવા લાગે છે.  તેથી આઈસ્ક્રીમ ખાધાની 10 મિનિટ પછી પાણી પીવાનો પ્રયાસ કરો.

 

આપણા શરીરને આઈસ્ક્રીમ ખાવાનું મન જ શા માટે થાય છે?

ઉનાળાની ગરમીને કારણે અમસ્તા પણ આપણા શરીર માંથી પાણી શોષાય છે. પરસેવા સાથે સોડિયમ અને સ્યુગર બન્નેનું લેવલ ઘટે છે. આપણે ઠંડકની નહીં પણ લોહીની પ્રવાહિતા જાળવી રાખનારા તત્વોની જરૂર હોય છે અને શરીરમાંથી ઉત્સર્જિત થતાં સોર્સ સામે આપણને વધુ ઝડપથી મોટો જથ્થો જોઈતો હોય છે. માટે આપણને ઉનાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ કે ઈવન શેરડીનો રસ પીવાની પણ ઈચ્છા વધુ થાય છે.

 

શ્રેષ્ઠ વિકલ્પ –

ઉનાળામાં જ્યારે પણ આવું થાય, ડિહાઇડ્રેટિંગ જેવું લાગવા લાગે, ત્યારે પાણીનો સતત મારો રાખવો. ઠંડી વસ્તુ થીજવે છે જ્યારે પાણી લોહીના પ્રવાહને જાળવી રાખવામાં શરીરને મદદરૂપ બને છે.

માટે શ્રેષ્ઠ વિકલ્પ તો એ જ કે તમે સતત તમારી સાથે પાણીની બોટલ રાખો અને પાણી પીવાનું જ રાખો.

અને આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા જ થાય તો...

આઈસ્ક્રીમ જાતે બનાવવો જેથી તમે સોડિયમની માત્રાને નિયંત્રિત કરી શકો.

આઈસ્ક્રીમ આપણને આટલાં તરસ્યાં કેમ બનાવે છે? હવે તમે જાણ્યું? કે આ બધું તમારા માથામાં છે, જેને મનોવિજ્ઞાન અને ન્યૂરો સાયન્સમાં હાયપોથેલેમસ ગ્રંથી કહેવાય છે.

Ice-cream summer drink water cold drinks good or bad


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow