Positive Life : એક એવા બાળકની કથા; જે 8 વર્ષથી 88 વર્ષ સુધી એકલા રહે છે...
Positive life Ruskin bond childhood and books

Positive life Ruskin bond childhood and books
Positive Life : એક એવા બાળકની કથા; જે 8 વર્ષથી 88 વર્ષ સુધી એકલા રહે છે...
Positive life Ruskin bond childhood and books
એક એવા બાળકની વાત કરવી છે કે જે આજે પણ મસ્ત મજાનું બાળક જેવું જીવન જીવે છે, પણ એ માટે એમને કેવી વિપત્તિઓ માંથી પસાર થવું પડ્યું હશે? કલ્પના કરી શકો?
એ બાળક આઠ વર્ષનો હતો ત્યારે એમની માતા બીજા લગ્ન કરી ચાલી જય છે. તેમને એક બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે.
એ બાળક દસ વર્ષનો થયા છે અને એમના પિતા યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. આ સમાચાર જ્યારે એના શિક્ષક એને આપે છે ત્યારે એના માટે એક આફતની ક્ષણો હતી. જીવનમાં અનિશ્ચિતતાનો સમય શરૂ થઈ રહ્યો હતો.
Positive life Ruskin bond childhood and books
દસ વર્ષના બાળકને તે વળી ખબર પણ કેટલી પડે?!
આ સમય દરમિયાન તે બાળક આમતેમ થતો રહ્યો. થોડો સમય પોતાના વતન લંડન, થોડો સમય દિલ્હી, થોડો સમય દહેરાદૂન. પણ હજુ એના જીવનમાં સ્થિરતા અને આર્થિક સ્થિરતા જરૂરી હતી. અલગ જગ્યાએ નોકરીઓ કરી, મફતમાં લખ્યું. પણ લખવામાં ને લખવામાં હવે પેટનું પૂરું થાય એ પણ પ્રશ્ન હતો. પણ એ સમય આવવાને હજુ વાર હતી.
આ સમય દરમિયાન એકલતાના કારણે તેણે વાંચન કરતા કરતા સોળ વર્ષે એક ટૂંકી વાર્તા લખી. પછી સત્તરમાં વર્ષે તો એ એક નવલકથા લખી નાખે છે, જેનું નામ છે ; The Room on the Roof. હા. આ વાત છે ભારતમાં રહીને અંગ્રેજી સાહિત્ય રચનારા રસ્કિન બોન્ડની...
રસ્કિન બોન્ડના માતા પિતા અંગ્રેજ હતા. પણ તેઓ એ સમયે અહીં હતા જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું. 19 મે 1934 ના રોજ ભારતમાં મસુરી ખાતે રસ્કિન બોન્ડનો જન્મ થાય છે. હવે આગળની વાતના તંતુને સાંધી અને વાત આગળ કરીએ...
આ નવલકથા એ તેમને જાણીતા કર્યા પણ પૈસાની સમસ્યા એમની એમ રહી. પછી તેમણે દિલ્હીમાં અનેક છાપાઓનો સંપર્ક કર્યો. કોઈ તેમને આવકાર્ય અને કોઈએ વાયદાઓ આપ્યા તો કોઈએ હળસેલ્યા. પણ રસ્કીનને હવે થઈ ગયું હતું કે મને લખવાનું જ ફાવશે અને હું આ જ કામ કરી શકીશ.
પછી તો તેઓ એક પાત્ર સર્જે છે : રસ્ટી નામે... અને એ નામ અને એની વાર્તા એટલી પ્રસિદ્ધ થઈ કે ઇંગ્લેન્ડની પ્રકાશક કંપની પેગવીન જ્યારે ભારત આવી ત્યારે રસ્કિનને રીતસરના તેની સાથે ટાઈપ કરી લીધા અને એક પછી એક એમના પુસ્તકો જન્મ લેવા માંડ્યા. Positive life Ruskin bond childhood and books
બાળક માંથી યુવાન બનેલા આ લેખક બાળકોના લેખક થઈ પડ્યા અને એમના ફાળે અનેક ઇનામોની વણજાર લાગી ગઈ. એક આખી અંગ્રેજી માધ્યમ ભણતી પેઢીના બાળ વાંચનના ચાહિતા બની ગયા.
પોતે એકલા હતા. એમની એક બહેન અને ભાઈ હતા તે એમની રીતે જીવનમાં સેટલ થયાં હતાં. પણ રસ્કિન એકલા પડી ગયેલા. એટલે ઈ. સ. 1946 માં એમણે એક પરિવાર મસુરીમાં દત્તક લીધો અને એમની સાથે તેઓ રહેવા લાગ્યા. લગ્ન ન કર્યા.
આજે આ લેખક હિમાચલના ખોળામાં બેઠેલા મસુરી જેવા ગામમાં એમના દત્તક પરિવાર સાથે રહે છે. જો એમનું સામાજિક પાસુ જોઈએ તો પરિવાર સાથે મસ્ત છેલ્લા વર્ષો પસાર કરે છે. એમનું આર્થિક પાસુ એક પ્રેરણા માટે જોઈએ તો આજે એની રોયલ્ટી કોઈ બોલીવુડના ખ્યાતિ પ્રાપ્ત અભિનેતાની ઓછી નહિ હોય!
Positive life Ruskin bond childhood and books
એકલતાએ પોતાની આંગળી પકડીને પાળેલું આ બાળક આજે 88 વર્ષની વયે પણ લખે છે અને એના માટે તેઓ લખે છે કે મારું એકલવાયું બાળપણ મને પુસ્તકો સુધી લઈ ગયું અને લખાણમાં મારી પ્રેરણા બન્યું.
રસ્કિન બોન્ડના અનેક પુસ્તકો છે. માત્ર બાળ સાહિત્યના એમણે 50 ઉપરાંત પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત તેમના અનેક પુસ્તકો છે. ઉડાન, રસ્ટીના પરાક્રમો અને ધ સોંગ ઓફ ફોરેસ્ટ, તે રખડું દિવસો, ખૂબ જ સુંદર પુસ્તકો છે. એમાં પણ રસ્ટી પાત્રને લઇને તેમણે આઠ જેટલા પુસ્તકોની શ્રેણી કરી છે જે બાળકોને ખૂબ વાંચવી ગમી છે.
કોઈ અંગ્રેજ કવિએ કહ્યું છેને કે તમારે લખવું છેને? ક્યાં છે તમારા ઘાવ?
મહાનતમ પ્રાપ્તિ માટે કેટકેટલું ઈશ્વર સંજોગો પ્રમાણે છોડાવી દે છે?! રસ્કીનને વાંચવાની એક અલગ મજા છે.
List of Famous Books Written by Ruskin Bond...
The Room on the Roof.
The Blue Umbrella.
Rusty, the Boy from the Hills.
Time Stops at Shamli.
A Flight Of Pigeons.
Roads to Mussoorie.
Delhi Is Not Far.
Our Trees Still Grow in Dehra.
A Song of Many Rivers
The minibus
Positive life Ruskin bond childhood and books
What's Your Reaction?






