માંધાતા રાજા: જેનો જન્મ અને શાસન બંને કથા રોચક છે, એક પૌરાણિક પરિચય...

Mandhata raja suryavanshi bhagavat puran

May 31, 2025 - 18:04
 0  8
માંધાતા રાજા: જેનો જન્મ અને શાસન બંને કથા રોચક છે, એક પૌરાણિક પરિચય...
Mandhata raja suryavanshi bhagavat puran

 Mandhata raja suryavanshi bhagavat puran

 માંધાતા રાજા: જેનો જન્મ અને શાસન બંને કથા રોચક છે, એક પૌરાણિક પરિચય...

Mythology Mandhata raja suryavanshi koli samaj bhagavat puran

મકરસંક્રાંતિને અનુલક્ષીને ઘણા લોકોએ ભીષ્મ પિતામહ વિશે મેસેજ કર્યાં. ઘણા લોકોએ મહાભારત અને રામાયણના એવા ઘણા પ્રસંગોને યાદ કર્યા. તો ઘણાં કોળી જ્ઞાતિના મિત્રોએ રાજા માંધાતાને યાદ કર્યા. શહેરમાં ઘણી જગ્યાએ રાજા માંધાતાના હોર્ડિંગો‍ લાગેલા જોયા એટલે ભાગવત મહાપુરાણમાં વાંચેલી માંધતાની કથા યાદ આવી તે અહીં રાજા માંધાતાના એક પૌરાણિક ઇતિહાસ તરીકે પ્રસ્તુત છે ...

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના, નવમા સ્કંધના, છઠ્ઠા અધ્યાયમાં માંધાતાની કથા આવે છે.

ભાગવતમાં લખ્યું છે....

રાજ્ઞા પીતં વિદિત્વાડથ ઈશ્વરપ્રહિતેન તે ।
ઈશ્વરાય નમશ્વક્રુરહો દૈવબલં બલમ્ ॥ ૨૯॥

તતઃ કાલ ઉપાવૃત્ત કુક્ષિં નિર્ભિદ્ય દક્ષિણમ્ । યુવનાશ્વસ્ય તનયશ્ચક્રવર્તી જજાન હ ॥ ૩૦ા

કં ધાસ્યતિ કુમારોઽયં સ્તન્ય રોરૂયતે ભૃશમ્ ।
માં ધાતા વત્સ મા રોદીરિતીન્દ્રોદેશિનીમદાત્ ॥ ૩૧॥

Mandhata raja suryavanshi bhagavat puran

કથા એવી છે કે....

સૂર્યવંશી સમ્રાટ યુવનાશ્વને સંતાન નહિ હોવાથી તેમણે યજ્ઞ કરાવ્યો. એ વખતે તરસ લાગતાં ભૂલથી તે મંત્રેલું પાણી પી ગયા. પરિણામે તેમની જમણી કૂખેથી તેજસ્વી બાળકે જન્મ લીધો. પણ તેનું પોષણ કોણ કરે ? ઋષિઓ ચિંતામાં પડ્યા. દેવરાજ ઇંદ્ર તે જવાબદારી માથે લીધી. તેમણે કહ્યું, “મારા એટલે કે ઇંદ્રની તર્જની આંગળીમાંથી દૂધ પી." આ ઉપરથી તેનું નામ માંધાતા ( મને (ઇંદ્રને) ધાવનાર ) પડ્યું.

જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે, ત્યાં બધે માંધાતાનું રાજ્ય હતું. ઇંદ્રનું પાત્ર પામી તે પ્રતાપી અને પરાક્રમી થયા. અગ્નિએ તેમને આજગળ ધનુષ્ય, અક્ષય ત્રોણ, દિવ્ય કવચ, એમ ત્રણ  શસ્ત્રઅસ્ત્ર આપ્યા.

માંધાતાની શક્તિથી આર્યોને પીડતા દસ્યુઓ ત્રાસી ઊઠ્યા. અન્યાયીઓ સીધા થઈ ગયા. આથી માંધાતાનું બીજું નામ પડ્યું ત્રસદસ્યુ- દસ્યુઓના ત્રાસને મટાડનાર.

Mandhata raja suryavanshi bhagavat puran

સમ્રાટે પોતાની શક્તિનો ઉપયોગ પ્રજાના ભલા ખાતર કર્યો. પોતે વૈભવ કરવાના બદલે તપયજ્ઞાદિમાં મન પરોવ્યું. તેમની અતિથિસેવા પ્રશંસા પામી. તેમના દ્વારેથી કદી કોઈ અતિથિ નિરાશ થઈ પાછો ન ફર્યો.

મહારાજા શતબિન્દુની કુંવરી બિન્દુમતી સાથે તેમણે લગ્ન કર્યાં. તેમને પુરુકુત્સ, અંબરીષ અને મુચુકુન્દ નામે તેમના જેવા જ પરાક્રમી અને પ્રજાસેવક કુંવરો થયા. મુચુકુન્દે સ્વર્ગમાં જઈ દેવોને દૈત્યો સામેના યુદ્ધમાં લાંબો વખત મદદ કરી. ગિરિગુફામાં જઈ તપસમાધિમાં તે લીન થયા. દ્વાપર યુગમાં કાલયવનથી બચવા શ્રીકૃષ્ણ તે ગુફામાં ભરાયા. ત્યાં મુચુકુન્દની નજર પડતાં જ કાલયવન બળીને નાશ પામ્યો. સમ્રાટ માંધાતાને ત્યાં ૨૫ કુંવરીઓ પણ જન્મી. તેમણે મહર્ષિ સૌરભિને તે પરણાવી. આવા મહાન સમ્રાટને આ દેશ કદી ભૂલી શકે નહિ.

Mandhata raja suryavanshi bhagavat puran

સંદર્ભ..

શ્રીમદ્ ભગવદ્ મહાપુરાણ
પૌરાણિક ચરિત્રકોશ

Mandhata raja suryavanshi bhagavat puran

#Mythology #Mandhata #raja #suryavanshi  #bhagavad #puran

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow