દીવની આસપાસના અદ્ભુત સ્થળો અને તેની રોચક વિશેષતાઓ...

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

Jul 14, 2024 - 16:11
 0  28
દીવની આસપાસના અદ્ભુત સ્થળો અને તેની રોચક વિશેષતાઓ...

દીવની આસપાસના અદ્ભુત સ્થળો અને તેની રોચક વિશેષતાઓ...

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

– કૌશલ પારેખ ( દીવ )

Photography by - kaushal_creations_diu

Most useful tips for the best study in daily routine લેખક - કૌશલ પારેખ[/caption]

( લેખક દીવના રહેવાસી છે તેમજ દીવને જાણવા, માણવા માટે હંમેશા ફરતા રહે છે. પ્રવાસ અને અવનવા સ્થળોની મુલાકાત લેવી એ એમનો રસનો વિષય છે.
ગત અંકમાં કૌશલભાઈએ દીવની અંદરના સ્થળોનો આપણને પરિચય કરાવ્યો અને એ સ્થળો ફરી જોવાનું મેં થાય એવી માહિતીઓ આપી. આ વખતે...
દીવની આસપાસના એવા સ્થળો વિશે રોચક માહિતી સાથે કૌશલભાઈ આપણને દીવની જાણી છતાં અજાણી સફરે લઈ જઈ રહ્યા છે... તો ચાલો... - God's Gift Group ટીમ વતી આનંદ ઠાકર )

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

તમે દીવ ફરવા આવ્યા હશો, અહીં આપેલા સ્થળે ફર્યાં પણ હશો પણ એના વિશે અહીં આપેલી માહિતી વિશે આપને કદાચ ખ્યાલ નહીં હોય.

દીવ અરબી સમુદ્રના કાંઠે વસેલ એક નાનો દ્વીપ છે, જે ચારે બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે.

દીવનો કુલ વિસ્તાર 38.8 KMS નો છે.

દીવમાં ઈ.સ.1537 થી ઈ.સ. 1961 દરમિયાન પોર્ટુગીસ શાસન રહ્યું.

19મી ડિસેમ્બર, 1961 ના રોજ “ઓપરેશન વિજય” મિશન થકી ભારત સરકાર દ્વારા પોર્ટુગીસ શાસન માથી દીવને આઝાદ કર્યું.

અહીંના લોકો ખુબ જ શાંતિપ્રિય અને અનુશાસિત છે.

દીવના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારનો છે, સાથે ઘણા બધા નાગરિકો દેશ-વિદેશમાં સી-મેન તરીકે ફરજ બજાવે છે.

દીવના નાગરિકો ને પોર્ટુગીસ નેશનાલીટીનો લાભ મળતો હોવાથી 50% ઉપર ના લોકો વિદેશ માં સ્થાયી થયા છે.

ગંગેશ્વર મંદિર, દીવ ફોર્ટ, સેંટ પોલ ચર્ચ , દીવ મ્યુઝીયમ, પાણીકોઠા, નાગવા બીચ, ડાઈનસોર પાર્ક, સનસેટ પોઈન્ટ, અહેમદપુર માંડવી બીચ, બર્ડ સેંચુંરી, નાયડા કેવ, જલંધર બીચ વગેરે આવેલ છે.

Most useful tips for the best study in daily routine

આજે આપણે આવા દીવના આસપાસના સ્થળો વિશે જાણીએ રોચક વિગતો...

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

નાગવા બીચ :

દીવથી અંદાજે 8 કિમીના અંતરે આ બીચ આવેલ છે. દીવ આવતાં દરેક પર્યટકો માટે સમુદ્રમાં સ્નાન કરવા માટે આ સહુથી મનગમતા બીચમાનો એક છે. મુંબઈમાં જેમ મરીન ડ્રાઇવને “QUEENS NECKLESS” નું ઉપનામ આપવામાં આવેલ છે, તેવી જ રીતે નાગવા બીચની રચના પણ મુંબઈના મરીન ડ્રાઇવ જેવી જ છે. આથી “DIU QUEENS NECKLESS” નામ આપવામાં કશું અજુગતું નથી. અહી દરિયામાં પથ્થર ( ખાડી )નું પ્રમાણ ઓછું છે, સાથે નાગવા બીચ પર વોટર સ્પોર્ટ્સ, રિસોર્ટ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, બાર, ચેંજિંગ રૂમ, ATM, લોકર, પોલિસ સ્ટેશનની સુવિધા મળતી હોવાથી પર્યટકો પોતાના પરિવાર સાથે આ જગ્યા પર સમય વિતાવવાનું પસંદ કરે છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

ડાઈનસોર પાર્ક ( પોઠિયા બાપા ) :

નગવાબીચની પાસે આવેલ સમુદ્રના કાંઠે “પોઠિયા બાપા”નું મંદિર આવેલ છે. માન્યતા મુજબ આ એકજ મંદિર એવું છે જ્યાં “નંદી” એકલા બિરાજમાન છે. મંદિરની બાજુમાં ડાઈનસોર્સની પ્રતિમા વાળો પાર્ક આવેલ છે. અહીં બાળકો માટે રમવા માટે ઘણા સાધનો મુકેલ છે. પર્યટકો તેમજ લોકલ નાગરિકો માટે પિકનિક માણવા માટેની આ ઉતમ જગ્યા છે. અહીંનો સમુદ્રકાંઠો પથ્થર ( ROCKS ) થી ઘેરાયેલ હોવાથી નાહવા માટે સલામત નથી, પરંતુ આજ પથ્થર પર પાણીના મોજાં ઉછળતા હોવાથી ખૂબ ઊંચે સુધી ઊડે છે, તેમજ સંગીતની રિધમ સમાન તરંગો સર્જી પર્યટકોને અચંબિત કરે છે. પર્યટકો આ ઉછળતા મોજાં સાથે સેલ્ફી લેવાનું અચૂક પસંદ કરે છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

ખુખરી મેમોરિયલ :

ઇ.સ. 1971 માં ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં ભારતીય નેવીનું INS ખુખરી વોરશીપે પાકિસ્તાન સબમરીન દ્વારા થયેલ હુમલામાં 18 ઓફિસર અને 176 ખલાસી સહિત દીવ નજીકના સમુદ્રમાં સમાધિ લીધી હતી. આ ઘટનાની યાદગીરીરૂપે તેમજ શહિદ થયેલ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી આપવા આ INS KHUKHRI WAR MEMORIAL નું નિર્માણ કરવામાં આવેલ છે, સાથે સબમરીનના CAPTIAN શ્રી મહેન્દ્રનાથ મુલ્લા સહિત તમામ ઓફિસર્સ તેમજ ખલાસીના નામ સાથેની તખ્તી પણ મૂકવામાં આવેલ છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

સનસેટ પોઈન્ટ :

કદાચ દીવ જ એક એવી જગ્યા હશે કે જ્યાં એક જ જગ્યાએથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે! દીવમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનું રમણીય રૂપ જોવાનો એક અલગ જ લાહવો છે. સનસેટ પોઈન્ટ તરીકે જાણીતી આ જગ્યા પર ચામુંડા માતા અને ખોડિયાર માતાનું મંદિર પણ આવેલ છે. નાગવા બીચની જેમ આ જગ્યા પણ સમુદ્ર સ્નાન માટે ઉતમ છે. બર્મુડા આકારના આ બીચ પર નાહવાની એક અનેરી જ મજા છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

ગંગેશ્વર મંદિર :

પૌરાણિક ઇતિહાસ મુજબ પાંડવો તેમના વનવાસ કાળ દરમિયાન આ જગ્યા ઉપર થોડા દિવસો રોકાયા હતા. તેઓ શિવભક્ત હોવાને નાતે તેઓએ પોતાના કદ અનુસાર પાંચ શિવલિંગ મુર્તિની સ્થાપના કરી હતી. પ્રથમ મોટી મુર્તિ યુધિસ્થિર, બીજી ભીમ જે કદમાં ખુબજ મોટી છે, ત્રીજી અર્જુન જે પ્રથમ મુર્તિ કરતાં નાની છે, ચોથી નકુલ અને પાંચમી સહદેવ દ્વારા બનાવવામાં આવેલ છે. આ જગ્યા પર કોઈ વ્યક્તિ રાતવાસો નથી કરી શકતી તેમજ હરરોજ રાતના પાંચ માંથી એક મુર્તિ દરિયાના મોજાં સાથે પાણીમાં ગરકાવ થાય છે, તેમજ પરોઢ થતાં પાછી પોતાના સ્થાને આવી જાય છે. આવી કિંવદંતી પણ આ સ્થાન સાથે જોડાયેલી છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

અહમેદપુર માંડવી બીચ :

આ બીચ પણ અન્ય બીચની જેમ જ છે. આ દીવની બોર્ડર ઉપર જ હોવાથી નજીકના વિસ્તાર માંથી રવિવારના દિવસે આવતા પર્યટકો માટે પિકનિકનું સ્થળ છે. અહીં પણ વોટર સ્પોર્ટ્સની સુવિધા છે. સ્નાન માટે અહીં પણ પર્યટકો આનંદ લેતા જોવા મળે છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

બર્ડ સેન્ચુરી :

દરિયાનું પાણી આખું વર્ષ ભરાઈ રેહતું હોવાથી આ જગ્યા પર દેશવિદેશના પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળામાં વિવિધ પ્રકારના યાયાવર પક્ષીઓ પણ બ્રિડિંગ સમય દરમિયાન અહીં આવતા હોય છે. આ જગ્યા પર હમણાં એક નાના ગાર્ડનનું નિર્માણ થયેલ છે.

Most useful tips for the best study in daily routine

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

દીવ ફરવા માટે આમતો બધી ઋતુમાં આવી શકાય છે. ગરમી અને ઠંડીનું પ્રમાણ ગુજરાત કરતાં ઓછું હોય છે.

આશા રાખું છું કે આજનો મારો આ લેખ આપને ઉપયોગી નીવડશે.

– કૌશલ પારેખ (દીવ)
( મોબાઈલ: 09624797422 )

Photography by - kaushal_creations_diu

નોંધ – અહીં પ્રસ્તુત તસ્વીર અને લખાણ પર લેખકશ્રીના copy rights હોય. મંજૂરી વગર માહિતી કે ફોટોનો ઉપયોગ કાયદાને આધિન રહેશે.

Travel | diu Tourism | Nagoa | Gangeshwar | gujarat | by kaushal parekh

અમારી સાથે જોડાવા માટે.... 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow