શિવની ત્રિગુણાત્મિકા શક્તિ: મૌન, સમર્પણ અને કૃપા... 

Shiv love power dedication and faith

Feb 14, 2026 - 23:10
Feb 14, 2026 - 23:11
 0  3
શિવની ત્રિગુણાત્મિકા શક્તિ: મૌન, સમર્પણ અને કૃપા... 

Shiv love power dedication and faith 

શિવની ત્રિગુણાત્મિકા શક્તિ: મૌન, સમર્પણ અને કૃપા... 

શિવનું મૌન: 

શિવને સંહારના દેવ તરીકે આપણા શાસ્ત્રોએ ચીતર્યા પણ ખરી વાસ્તવિકતા તો એ છે કે એમણે જગતના જીવન ખાતર સત્યને પોતાના ગળામાં ધારણ કરી રાખ્યું. નીલકંઠ શંકરના ગળામાં જે ઝેર છે એ ઝેર નથી પણ દેવો અને દાનવોના વેરનું સત્ય છે. માટે શિવનું સત્ય મૌન છે. જો એ મૌન ખુલે તો સંહાર છે. 

શિવનું સમર્પણ: 

મને શિવ પ્રેમી તરીકે ખૂબ ગમે, કૃષ્ણથી પણ વધુ: પત્ની તરફનો પ્રેમ કેટલો અદ્ભુત કે શિવના પ્રેમનો સંવાદ એક શાસ્ત્ર બની જાય - સાંખ્ય શાસ્ત્ર એ શિવ અને સતીના સંવાદની દેણ છે. કોણ એવો પ્રેમી છે જે પત્નીના મૃત્યુ પછી એમના દેહને પોતાની સાથે લઈ જવા તાંડવ કરે! જગતનો એક એવો પ્રેમી બતાવો! પરમપ્રેમી! માટે શિવનો પ્રેમ સમર્પણનો છે. સમર્પણ વગર શ્રદ્ધા અને વિશ્વાસ નિર્માણ ન થાય અને  શ્રદ્ધા અને વિશ્વાસ વગર પ્રેમ શક્ય નથી. એમ શિવનો પ્રેમ સમર્પણનો સંદેશ આપે છે. મને તો લાગે છે કે સતી જે યજ્ઞકુંડમાં ભસ્મ થયાં હશે, એ જ ભસ્મ સૌપ્રથમ એમણે લગાવી હશે! અને પછી એ ભસ્મ ટ્રેડિશન બની ગઈ હશે! 

શિવની કૃપા: 

શિવની કૃપા  કરુણાની ચરમસીમાએ હોય છે. ઉદાહરણ તપાસી લો: અંધકાસુર, ગજાસુર, જાલંધર,  અને કામદેવ પણ લઈ લો. કામદેવ વખતની કૃપા તો: એમનો ક્રોધ પણ કરુણા જન્માવીને અંતે જીવ માટે કૃપાપાત્ર બને છે. 

- આનંદ ઠાકર

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow