પુસ્તકનું નામ: શિરદર્દ
Headache health
પુસ્તકનું નામ:
શિરદર્દ
લેખકનું નામ:
મૂળ લેખક : એમ. સી. મહેશ્વરી
અનુવાદ : રઈશ મણિયાર
પ્રેરણાત્મક વાક્યો:
તાત્કાલિક સારવાર કરનાર તબીબ બે પ્રકારના શિરદર્દ ખાસ કરીને જોવા પામે છે. પહેલું માઈગ્રેન જેવું, પ્રાથમિક રીતે માથાનું દર્દ અને બીજું, અન્ય કોઈ આંતરિક બીમારીનું સૂચન કરતું શિરદર્દ.
શિરદર્દની પ્રક્રિયા સમજવા માટે માનવશરીરની રચના અને ક્રિયા પ્રણાલીની થોડી સામાન્ય જાણકારી મેળવવી જરૂરી છે.
તણાવ, વ્યગ્રતા અને સ્નાયુની સ્થિરતા માથાના દુખાવા માટે પ્રાથમિક કારણો છે.
પુસ્તક વિશે ટૂંકમાં:
શિરદર્દના વિષયને વ્યવસ્થિતપણે આવરી લેવા માટે અને સંબંધિત પરિબળોને સમજવા માટે આ પુસ્તકમાં ૧૩ મુખ્ય શીર્ષકો અંતર્ગત વિષયની ચર્ચા કરવામાં આવી છે.
દર્દની પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવતું આ પુસ્તક દર્દશામક દવાઓના અતિશય વપરાશ સામે ચેતવણીનો સૂર ઉચ્ચારે છે અને શારીરિક તેમ જ મનોચિકિત્સા પર ભાર મૂકે છે.
આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ?
માથાના દુખાવા વિશે સામાન્ય માણસ માટે અત્યંત માહિતીપૂર્ણ અને ઉપયોગી વાચનસામગ્રી પૂરી પાડે છે.
What's Your Reaction?