મુસાફિર હૂઁ યારો – સાગર કિનારે દિલ યે પુકારે...

Travel and lifestyle diu Tourism by kaushal parekh

Oct 12, 2024 - 15:28
 0  15
મુસાફિર હૂઁ યારો – સાગર કિનારે દિલ યે પુકારે...
Travel and lifestyle diu Tourism by kaushal parekh

Travel દીવના એક જાણ્યા છતાં અજાણ્યા બીચનું સૌંદર્ય દર્શન - કૌશલ પારેખ, દીવ

Travel and lifestyle diu Tourism by kaushal parekh

Travel દીવના એક જાણ્યા છતાં અજાણ્યા બીચનું સૌંદર્ય દર્શન - કૌશલ પારેખ, દીવ

મુસાફિર હૂઁ યારો – સાગર કિનારે દિલ યે પુકારે...

 

Travel and lifestyle diu Tourism by kaushal parekh

Photos by : kaushal_creations_diu

 

આલેખન - કૌશલ પારેખ, દીવ

 

આજનો મનુષ્ય કઇંક અજીબ વિટંબણામાં અટવાઈ ગયો છે. ખબર નહીં કેમ પણ હું કોઈને પણ મળું છું તેમના ચહેરા ઉપર મને નિર્દોષ ખુશી જોવા જ નથી મળતી, અને જો થોડીઘણી છે તો પણ તેઓ અનેક પ્રકારની મૂંઝવણ વચ્ચે જીવી રહ્યા છે.

હું આમ તો અલગારી છું. સમય મળે તો ગમે ત્યાં રખડવા નીકળી પડું છું પણ જ્યારે મને નાનો મોટો સમય મળે તો હું દીવના કોઈ એવા દરિયા કિનારે જતો રહું જ્યાં પબ્લિકની અવરજવર ઓછીથી પણ ઓછી હોય. આજે હું એવા એક દીવના જાણ્યા છતાં અજાણ્યા સ્થળ વિશે આગળ વાત કરીશ....

અત્યારનો મનુષ્યની જીવનશૈલીને જોતાં તો એવું લાગે છે કે ભવિષ્યમાં મનોવિજ્ઞાની ડોક્ટરોની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે. આપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરશો તો એક વાત કોમન જાણવા મળશે કે મારી પાસે “ટાઈમ જ ક્યાં છે”!. આનો એક મતલબ એમ પણ કાઢી શકાય કે તે વ્યક્તિને પોતાના ખુદના માટે ટાઇમ જ નથી.

આપણે જીવનભર અઢળક ધન પ્રાપ્ત કરવા જીવનભર મહેનત કરીએ છીએ પરંતુ જો આ ધન કે સંપતિ ને મેળવવામાં આપણાં ખુદના આનંદ માટે પણ જો ટાઈમ ના કાઢી શકીએ તો એવા ધનનો શું મતલબ?

Travel and lifestyle diu Tourism by kaushal parekh

આજનો આધુનિક મનુષ્ય પોતાની ઓફિસના કામમાં કે તેના ટાર્ગેટ પૂરા કરવાની રાહે બીઝી છે તો કોઈ પોતાની જિંદગીમાં વધુ કમાણી કેમ કરી સારું સુખી જીવન કેમ માણી શકે તેની ખોજમાં છે.

ઘરે રહેતી મોટાભાગની સ્ત્રીઓ સ્ટાર પ્લસ ઉપર આવતી અનુપમા કે એના જેવી બીજી ડેઇલી શોપ સિરયલોમાં ખોવાયેલી છે તો યુવાનો પોતાના સ્કૂલ, ટ્યુશન, એક્સ્ટ્રા ક્લાસીસ કે પછી મોબાઈલમાં ગેમ્સ રમવામાં મસગુલ છે.

આ દરેક વ્યક્તિઓ પાસે જીવનને માણવાનો બિલકુલ ટાઈમ નથી અને જ્યારે વીક એન્ડમાં ટાઈમ મળે છે ત્યારે સમયનો સદુપયોગ કરવાને બદલે તેઓ આખા સપ્તાહની નીંદર ક્યારે પૂરી કરી લેવામાં અને કાં તો પરિવારથી દૂર રહેતા સ્વજનો સાથે ફોન પર લાંબીલચક વાતો કરીને સમય બરબાદ કરી નાખે છે. આજનો યુવાવર્ગ કઈ વેબસિરિસ કે મૂવી જોઈ લેવું એની ફિકર કરતાં જોવા મળે છે.

સાચું કહું તો મનુષ્ય જીવન ઘડિયાળના કાંટા જેવુ બની ગયું છે જે દિવસ રાત બસ ચાલ્યા જ કરે છે. પોતાની મનગમતી પ્રવૃતિ પણ કઈ છે હવે તે પણ હવે પોતાને યાદ નથી. આકરા દુકાળ પછી જેમ દરેક જીવ વરસાદની રાહે હોય છે તેમ આપણાં આ બીઝી કહેવાતા જીવો થોડી “ફુરસદની પળો” મળે તેની કાગડોળે રાહ જુવે છે. જો આપ માર્ક કરશો તો મોટા શહેરોમાં રહેતા મોટા ભાગના લોકો પોતાની રાજાનો અડધો દિવસ સુવામાં કાઢી નાખે છે અને ત્યારબાદ સાંજના કોઈ સારું મૂવી જોઈ રેસ્ટોરન્ટમાં જમી અને ફ્રેશ થઈ જાય છે પણ મારૂ મંતવ્ય છે કે ક્યારેક આપ ક્યારેક આપના વિકેન્ડમાં પરિવાર સાથે સાયકલિંગ, ઇનડોર કે આઉટડોર ગેમ્સ, નેચરવોક કે સ્વિમિંગ જેવી એક્ટિવિટી કરો જેથી વધુ સમય આપ પોતાના પરીવાર સાથે રહી શકો, સાથે આ પ્રવૃતિઓ કરવાથી આપમાં એક અનોખી ઉર્જાનું સંચાલન થશે જેનાથી પછીના આખા વીકમાં આપ પોતાની જાતને વધુ ફિટ અને એક્ટિવ ફિલ કરશો અને સાથે નેકસ્ટ વીકએન્ડના જલ્દી આવવાની રાહ માં પણ રહેશો.

Travel and lifestyle diu Tourism by kaushal parekh

આપ ને જ્યારે ફુરસદની પળો મળે ત્યારે થોડો સમય પોતાનાં માટે એકાંતમાં પણ માળતા રહેજો, અને ક્યારેક આપને અનુકૂળ ટાઈમ મળે તો અચૂક સમુંદર ના કિનારે જતાં રહેજો. અહીં આપ જે આનંદને માણી શકો છો તે અવિષ્મરણિય બની રહેશે.

મારા માટે આવું જ એક ફેવરિટ સ્પોટ છે જે ખોડીધર બીચના નામથી ફેમસ છે. હાલ આ વિસ્તારમાં પણ સરકારે દીવના નાગવા બીચને રિંગરોડ આપવા માટે એક સરસ મજાનો રોડ બનાવ્યો છે, જેથી પ્રિવેડિંગ ફોટોશૂટ કે લોંગ ડ્રાઈવના શોખીનો અહીં ભરપૂર આવવા લાગ્યા છે તો પણ હજુ અહીં નેચરને માળવાની મજા ખૂબ અનોખી છે.

ક્યારેક મને મન થાય તો હું ફોલ્ડિંગ ચેર, પોર્ટેબલ સ્પીકર અને મારી ફેવરિટ મસાલા ચા અને સ્નેક્સ લઈને આ કિનારે પહોચી જાઉં છું અને બસ કિશોરકુમારના ગીતોના સૂરોને સાંભળતા અને ચાની ચૂસકી લગાવતા અહીંથી સૂર્યાસ્તનો નજારો જોવાનું પસંદ કરું છું.

એકબાજુ દરિયાની મધ્યમાં મચ્છીમાર ભાઈઓની હોડીઓ ચાલતી જોવા મળે છે તો સમુંદરની છેવટે એક લાંબી માઢવાડની દીવાદાંડી દ્રષ્ટિગોચર થાય છે.

આટલા સુંદર દ્રશ્યની વચ્ચે સુરજ દેવ ક્ષિતિજની પેલે પાર વસતા મનુષ્યો ને જગાડવા જતાં હોય છે તો એકબાજુ ચંદ્ર દેવ પોતાની સફેદ રોશનીમાં ચારેકોર શીતળતા ફેલાવતા જોવા મળે છે. ખરું કહું તો આ જગ્યા એટલી ઓછી પ્રખ્યાત છે કે ઘણી વાર આપને પોતાનો પ્રાઈવેટ બીચ હોય એવું ફિલ થાય. એકદમ સફેદ રેતી, થોડા અંતરે જોવા મળતી નાની મોટી ભેખડો અને સર્વત્ર જોવા મળતી ચોખ્ખાઈ આંખો ને ઠંડક આપે છે.

ક્યારેક સમુંદરના કિનારે ખુલ્લા પગે દરિયાની લહેરો વચ્ચે ચાલવાનું મન થાય છે તો ક્યારેક ભરતીના સમયે દરિયાના ઉછળતા મોજાઓ કિનારની ભેખડોને ટકરાઇ ને જે ઊંચા ઊડે છે કે જાણે સમુંદર પણ ડિસ્કોથેકના ઊચા અવાજે તાનમાં આવીને ખુલ્લા મને નાચી રહ્યો હોય! સમુદ્રના તોફાની મોજાઓનો ટકરાવવાનો અવાજ તો જાણે શિવતાંડવ માટે સંગીત ઉત્ત્પન્ન કરતો હોય એવું સંભળાય છે!

હું જ્યારેપણ આ વિસ્તારની મુલાકાતે જાઉં છું અને સૂર્યાસ્તનો નઝારો માળતો હોઉ ત્યારે કિશોરદા નું “કહી દૂર જબ દિન ઢલ જાયે” ગીત મારા કાનોમાં સંભળાતું હોય એવું મહેસૂસ થાય છે.

Travel and lifestyle diu Tourism by kaushal parekh

આપણે જીવનમાં કેટલાં પણ બીઝી ભલે કેમ ના રહેતા હો પણ સમય મળે ત્યારે આ જીવનની અમુક પળોને માણતા રહેજો. ઈશ્વરે આપેલી આ અણમોલ જીવનને ભરપૂર જીવી લો શું ખબર …………. હમ “કલ હો ના હો”!

આપણે જો સ્વસ્થ અને સારું જીવીશું તો પરિવારના તમામ સભ્યો સાથે પણ સારો સંવાદ કરી શકીશું. આપણે કેટલું લાંબુ જીવીએ છીએ એના કરતાં આપણે કેવું જીવી ગયા એ આપણાં સ્વજનો ઉપર ઊંડી છાપ છોડે છે.

એવું જરૂરી નથી કે આપ સમુંદર કિનારે કે કોઈ નૈસર્ગિક વાતાવરણ વચ્ચે રહેતા હો તો જ આપ પોતાને રિફ્રેશ રાખી શકો, જો આપ પોતાના મનને ગમે એવી પ્રવૃતિ કરતાં રહેશો તો આપ હમેશા તનથી ભલે નહીં પણ મનથી તો ચોક્કસ યુવાન રહેશો જ. ખૂબ હસો અને આસપાસ દરેકને પણ હસાવતા રહો એવી આપસૌને મારી શુભકામના.

આપ જ્યારે પણ દીવ આવો તો આ ખોડિધર બીચની મુલાકાત લેવાનું ક્યારેય પણ ના ભૂલતા. વ્યસ્તતાથી ભરેલ જીવનમાં આપના “ME TIME” માટે આ સ્થળ એકદમ પરફેક્ટ છે. દીવ આવવાનું થાય તો એક વાર મને કોલ કરી જાણ કરજો આપને દીવનું એક અલગ જ રૂપ બતાવવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. દીવ ખરેખર દીવ છે.

આલેખન - કૌશલ પારેખ, દીવ
( 09624797422 )

Photos by : kaushal_creations_diu

Travel and lifestyle diu Tourism by kaushal parekh


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow