silage ગાય માટેનું અથાણું કેવું હોય, ખબર છે? જાણો, પશુઆહારની રસપ્રદ પ્રણાલી...

What is silage? How to make it? Agriculture animal feed benefits lokbharati sanosara

May 31, 2025 - 00:25
Jun 18, 2025 - 20:12
 0  20
silage ગાય માટેનું અથાણું કેવું હોય, ખબર છે? જાણો, પશુઆહારની રસપ્રદ પ્રણાલી...
What is silage? How to make it? Agriculture animal feed benefits lokbharati sanosara

What is silage? How to make it? Agriculture animal feed benefits lokbharati sanosara

silage ગાય માટેનું અથાણું કેવું હોય, ખબર છે? જાણો, પશુઆહારની રસપ્રદ પ્રણાલી...

Silage SILAGE

સામાન્ય રીતે આપણે અથાણું ખાઈએ છીએ પરંતુ ગાય માટે પણ અથાણું બને, એની બહુ ઓછાં લોકોને ખબર હશે, તો આજે જાણીએ,
પશુઓ માટે અથાણું કેવું હોય છે?
કઈ રીતે બને છે?
તેનો કેવો ઉપયોગ થાય છે? અને
પશુઓ પર શું અસર કરે છે?

Silage પશુઓ માટે અથાણું કેવું હોય છે?

ગાય, ભેંસ જેવા દુધાળા ઢોર માટે લીલા ઘાસચારાનું અથાણું બનાવવામાં આવે છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે માટે અથવા તો ઉનાળામાં કે ઘાસચારાની તંગી વર્તાય ત્યારે લીલા ઘાસનો ફરી ઉપયોગ થાય એ માટે જે બનાવવામાં આવે એને દેશી ભાષામાં આપને ભલે ગાયનું અથાણું કહીએ પણ એનું નામ છે Silage - સાઈલેજ.

Silage - સાઈલેજ એટલે શું?

લીલા ચરાને લીલી અવસ્થામાં રાખવા માટે હવા રહિત ( ઓક્સીજનની ગેરહાજરીમાં ) લીલા ઘાસના પોષક તત્વો ઓછા ના થાય, તેવી રીતે લાંબો સમય સાચવી રાખવાની પદ્ધતિને સાઈલેજ કહેવામાં આવે છે.

સાઇલેજ વિશે વીડિયો જોવા માટેની લીંક...????????????

https://youtu.be/E2nLFXfFcNshttps://youtu.be/E2nLFXfFcNs

What is silage? How to make it? Agriculture animal feed benefits lokbharati sanosara

ગાયનું અથાણું ( Silage - સાઈલેજ ) કઈ રીતે બને છે?

લીલા ચારાને લીલા હોય ત્યારે તેને કાપી અને તેને એક હવા રહિત સ્થાને તેના થર કરવામાં આવે અને એક થર કરી તેની ઉપર ગોળની રસી અને મીઠું નાખવામાં આવે આ રીતે થર પર થર કરી અને પછી એને ખૂબ દબાવી દેવામાં આવે. ત્રણ ચાર મહિના માટે તેને રહેવા દેવામાં આવે પછી જ્યારે ચોમાસામાં બનાવેલા આ સાઈલેજ - silage ને ઉનાળામાં જ્યારે ખોલવામાં આવે ત્યારે તે ઘાસ એવું અને એવું જ રહે છે. અને ગાય કે દુધાળા પશુને લીલા ઘાસચારા તરીકે આપી શકાય છે.

Silage - સાઈલેજનો કેવો ઉપયોગ થાય છે?

આ સાઈલેજ - silage ને બનાવ્યા પછી ત્રણ ચાર મહિને એટલે કે ચોમાસામાં લીલા ઘાસને સંગ્રહી ઉનાળામાં જ્યારે ખોલવામાં આવે ત્યારે તે ઘાસ એવું અને એવું જ રહે છે. અને ગાય કે દુધાળા પશુને લીલા ઘાસચારા તરીકે આપી શકાય છે.

Silage - સાઈલેજ  પશુઓ પર શું અસર કરે છે?

સાઈલેજ - silage એ પોષ્ટિક હોવાથી દુધાળા પશુઓના દૂધમાં ફેરફાર જોવા મળે છે. પશુઓને આ ખાટા મીઠાં સ્વાદનું  સાઈલેજ - silage બહુ ભાવે છે માટે એના દૂધ આપવાની ક્ષમતા અને દૂધના ફેટમાં પણ ગુણવત્તા જોવા મળે છે.

સાઇલેજ વિશે વીડિયો જોવા માટેની લીંક...????????????

https://youtu.be/E2nLFXfFcNs

આદર્શ Silage - સાઈલેજના લક્ષણ...

- સ્વાદમાં થોડું ખટાશ પડતું હોવું જોઈએ.
- પોતમાં કઠણ હોવું જોઈએ.
- રંગ ખાખી, અથવાતો થોડો લીલો પીળો હોવો જોઈએ.

Silage - સાઈલેજ ના ફાયદા...

- ઉનાળામાં લીલા ચારાની અછત દૂર કરે છે.
- ચોમાસાના લીલા ચારાનો ઉપયોગ થાય છે.
- સાઈલેજ લીલો પીળો ને ખટમધુરા હોવાથી પશુ બધું ખાઈ જાય છે અને ચારાનો બગાડ અટકે છે.
- ઓછી જમીનમાં વધુ માલઢોર ઉછેરી શકવાની તક પૂરી પાડે છે.

What is silage? How to make it? Agriculture animal feed benefits lokbharati sanosara

Silage - સાઈલેજ માટેની ઓરડી..

હવારહિત સ્થાનમાં સંગ્રહ કરવાનો છે પરંતુ એની ઓરડી તો થોડી હવા ઉજાસ વાળી હોવી જોઈએ. બહુ તડકો દાખલ થવો જોઈએ નહિ અને સાવ બંધ અવસ્થામાં પણ હોવું જોઈએ નહિ એ રીતે પાંચ સાત ફૂટ ઊંડો અને દસ ફૂટ વ્યાસ ધરાવતી ઓરડી હોય તો ચાલે પછી જરૂરિયાત મુજબ આ માપ નાના મોટું હોય શકે.

આ એક સરસ પ્રયોગ છે ગાય અને બીજા દુધાળા પશુઓનું વધુ અને ગુણવત્તા સભર દૂધ પ્રાપ્ત કરવા માટે તો અહીં આપેલી સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે થાય છે તે લાઈવ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો... ????????????

સાઇલેજ વિશે વીડિયો જોવા માટેની લીંક...????????????

https://youtu.be/E2nLFXfFcNs

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow