ચંદ્રશેખર આઝાદ : વીર અને વિચક્ષણ વ્યક્તિ

Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

Nov 1, 2024 - 15:10
 0  19
ચંદ્રશેખર આઝાદ : વીર અને વિચક્ષણ વ્યક્તિ
Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

ચંદ્રશેખર આઝાદ : વીર અને વિચક્ષણ વ્યક્તિ

Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

ચંદ્રશેખર સીતારામ તિવારી એટલે કે ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ 23 જુલાઈ 1906 ના જન્મેલા આઝાદ 1922 માં આઝાદીની લડતમાં જોડાયા અને 27 ફેબ્રુઆરી 1931 ના રોજ વીરગતિ પામ્યા.

' આઝાદ હૈ આઝાદ હી રહેંગે ' નું શહિદી વહોરી લઈને પાલન કરનાર આ પરાક્રમી નરબંકા ચંદ્રશેખર આઝાદની અંગ્રેજી હકુમત સામે અસહયોગના આંદોલનમાં સક્રિય ભાગ લેવા બદલ પહેલી વાર ધરપકડ કરવામાં આવી ત્યારે એમની ઉંમર હતી 14 વર્ષ..

ન્યાયધીશ સાથે ચંદ્રશેખર આઝાદની પ્રશ્નોતરી :
ન્યાયધીશ: ' તારુ નામ શું?'
ચંદ્રશેખર: આઝાદ '

ન્યાયધીશ: ' તારા પિતાનું નામ?'
ચંદ્રશેખર: ' સ્વાધીન '

ન્યાયધીશ: તારુ ઘર કયાં છે?'
ચંદ્રશેખર: ' જેલખાનુ '

આ જવાબો સબબ ચંદ્રશેખર આઝાદને પંદર કોરડા મારવાની સજા ફરમાવવામાં આવી. પ્રત્યેક કોરડે વીર આઝાદ ' ભારત માતા કી જય ' ના સુત્રો બોલતા રહ્યા.

Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

એમના એક ફોટોની કહાની...

ચંદ્રશેખર આઝાદને પોતાનો ફોટો પડાવવા માટે ખૂબ જ નારાજગી હતી. આના કારણે જ તેમની એક-બે તસવીરો જ આપણને ગમે ત્યાં જોવા મળે છે.

એક તસવીરની કહાની કંઇક અલગ જ છે.

કાંકોરી ટ્રેનમાંથી સરકારી ખજાનાની લૂંટ કાંકોરી કાંડ તરીકે ઓળખાય છે. ઈ. સ. ૧૯૨૫ બાદ અંગ્રેજો હાથ ધોઈને આ લૂંટમાં જોડાયેલા આરોપીઓની પાછળ પડી ગયા હતા. આઝાદના સાથીઓની ધરપકડ નો દૌર શરૂ થઈ ગયો હતો. ચારે તરફ જાસૂસોએ જાળ બિછાવેલી હતી.

ચંદ્રશેખર આઝાદ જાસૂસોથી બચીને યેનકેન પ્રકારે ઝાંસી પહોચ્યાં. ત્યાં તેમણે રુદ્રાનારાયણ સિંહ ( માસ્તરજી ) ના ઘરે રહ્યા હતા. માસ્તરજીના ઘર કળા, સંસ્કૃતિ અને વ્યાયામનું સ્થળ હતું. સરકારી જાસૂસો અને સરકારી અફસરોનુ નિરંતર આવાગમન ત્યાં શરૂ રહેતું હતું. આથી આઝાદને ત્યાં રોકાવાનું યોગ્ય લાગ્યું નહીં. ખૂબ જ આગ્રહ કરવા છતાં પણ ચંદ્રશેખરે બાજુના જંગલમાં એક નાના હનુમાનજીના મંદિરમાં પુજારી બનીને રહેતા હતા.

એક દિવસ માસ્તરજી ચંદ્રશેખરને પોતાના ઘરે લઈ આવ્યા. કલાપ્રેમી હોવાની સાથે સાથે માસ્તરજી એક સારા ફોટોગ્રાફર પણ હતા. એક દિવસ આઝાદને ખબર ન પડે એમ એક ફોટો લેવાની કોશિશ કરતા હતા પણ કોઈ મેળ પડતો ન હતો.

છેવટે કંટાળીને માસ્તરજીએ આઝાદને એક સારો ફોટો પડાવવાનું કહ્યું. પહેલાં તો આઝાદે ના પાડી પરંતુ ત્યારબાદ તેઓ ફોટો પડાવવા માટે ઉભા રહી ગયા. માસ્તરજી પોતાના કેમેરામાં ક્લિક કરવાની તૈયારીમાં હતા કે આઝાદે કહ્યું કે ઉભા રહો મુછોના આંકડા સરખા કરવા દો. અને માસ્તરજીએ આ ઐતિહાસિક તસવીરને પોતાના કેમેરામાં કંડારી લીધી. જે આજે પણ તેમની ઐતિહાસિક તસવીર બની રહી છે.

ઘણી જગ્યાએ તમને આ તસવીર પરથી બનાવેલું હાફ પેઈન્ટીંગ જોવા મળશે કે જેમાં ફકત મોં દેખાય છે અને તેમાં તેઓએ મુછો પર હાથ રાખેલો નજરે પડે છે.

આઝાદ એક ક્રાંતિ સ્વરૂપ હતા. ક્રાંતિકારીઓના મંડળમાં કોઈ પણ આયોજન ઘડવા માટે એમની બુદ્ધિ શક્તિ કામ કરતી હતી. ડાલચંદ શેઠ અને વીરભદ્ર બંનેએ બાતમી આપી અને એ આલ્ફ્રેડ પાર્કમાં ફસાઈ ગયા. પણ એમણે લીધેલું વચન પાળ્યું કે જીવતેજીવત અંગ્રેજોના હાથમાં નહિ આવું અને છેલ્લી ગોળી પોતાના પર જ ચલાવીને વીરગતિ પામ્યા.

આ લોકોના જીવન વાંચીએ ત્યારે આંખોમાં એક ખૂણે પાણી અને એક આંખે આશ્ચર્ય હોય કે આ વીરો આવી દેશ પ્રત્યેની ભાવના લાવતા ક્યાંથી હશે?

Chandrashekhar Azad Bharat ke Vir shahid Javan

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow