National Film Awards 2022: આ વખતે કોણ શ્રેષ્ઠ? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શું છે? આ વખતે કોણ હતા જ્યુરી મેમ્બર?

National Film Awards 2022: 68th National Film Awards: Ajay Devgn, Suriya share Best Actor Award

Nov 1, 2024 - 15:12
 0  13
National Film Awards 2022: આ વખતે કોણ શ્રેષ્ઠ? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શું છે? આ વખતે કોણ હતા જ્યુરી મેમ્બર?
National Film Awards 2022: 68th National Film Awards: Ajay Devgn, Suriya share Best Actor Award

National Film Awards 2022: 68th National Film Awards: Ajay Devgn, Suriya share Best Actor Award

National Film Awards 2022: આ વખતે કોણ શ્રેષ્ઠ? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શું છે? આ વખતે કોણ હતા જ્યુરી મેમ્બર?

National Film Awards 2022: Gujarat

National Film Awards 2022: ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ શો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સૂરારાઈ પોટ્રૂના એક્ટર સૂર્યા અને અજય દેવગનની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. તાનાજી: ધ અનસંગ વોરિયરને બેસ્ટ ફિલ્મ ઇન હોલસમ એન્ટરટેનમેન્ટનો એવોર્ડ મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષાની ફિલ્મોની નોંધ લેવામાં આવી નથી. ગુજરાતી ફિલ્મની કેટેગરી જ ન ખૂલી. આ સમાચારે પણ વિશેષ જોર પકડ્યું છે કે શું કોઈ એન્ટ્રી જ ન હતી કે ગુજરાતી ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ નોંધ પણ ન લેવાય એટલો દેખાવ પણ નથી કરી શકી?!

પુરસ્કાર શ્રેણીયોની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને મળ્યો છે. ત્યારે બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ મૃદુલ તુલસીદાસની ફિલ્મ તુલસીદાસ જુનિયરને મળ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં હતો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ તાનાજી: ધ અનસંગ વોરિયર માટે અજય દેવગણ અને સૂરારાઈ પોટ્રૂના એક્ટર સૂર્યાને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. અભિનેત્રી અપર્ણા બાલામુરલીને સૂરારાઈ પોટ્રૂ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મલયાલમ ફિલ્મ એ.કે. અયપ્પન કોશિયમ માટે દિવંગત ડાયરેક્ટર સચ્ચીદાનંદ કે. આરને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે. 

સરકારે પ્રસિદ્ધ કરેલી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાની યાદી...

સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મ- અવિજાત્રિક
સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- તુલસીદાસ જુનિયર
સર્વશ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- ડોલૂ
સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ- ગોષ્ઠ એક પૈઠણીચી
સર્વશ્રેષ્ઠ તામિલ ફિલ્મ- શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ
સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ- કલર ફોટો
સર્વશ્રેષ્ઠ આસામી ફિલ્મ- બ્રિજ
સર્વશ્રેષ્ઠ મલાયલમ ફિલ્મ- થિંકડયુવા નિશ્ચિયમ
સર્વશ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ- દાદા લખમી
સર્વશ્રેષ્ઠ તુલુ ફિલ્મ- જિતેગે
બેસ્ટ ફિચર ફિલ્મ- સૂરારાઈ પોટ્રૂ (તામિલ ફિલ્મ)
બેસ્ટ એક્ટ્રેસ- અપર્ણા બાલામુરલી (સૂરારાઈ પોટ્રૂ)
બેસ્ટ એક્ટર- અજય દેવગણ (તાનાજી: ધ અનસંગ વોરિયર), સૂર્યા (સૂરારાઈ પોટ્રૂ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- રાહુલ દેશપાંડે (મી વસંતરાવ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર- નચમ્મા (એ.કે. અયપ્પન કોશિયમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- બિજૂ મેનન (એ.કે. અયપ્પન કોશિયમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ)
બેસ્ટ ડાયરેક્ટર- સચ્ચીદાનંદ કે. આર (એ.કે અયપ્પન કોશિયમ)
બેલ્ટ એક્શન એન્ડ ડાયરેક્શન- રાજશેખર, માફિયા સાસી અને સુપ્રીમ સુંદર (એ.કે અયપ્પન કોશિયમ)
બેસ્ટ કોરિયોગ્રાફર- સંધ્યા રાજૂ (નાટ્યમ, તેલુગુ)
બેસ્ટ લિરિક્સ- મનોજ મુતંશિર (સાઈના)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન- થમન એસ (અલા વેકેંટાપુર્રામુલ્લૂ)
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનર- નચિકેત બર્વે અને મહેશ શેર્લા (તાનાજી: ધ અનસંગ વોરિયર)
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજનલ)- શાલિની ઉર્ષા નાયર અને સુધા કોંગારા (સૂરારાઈ પોટ્રૂ)

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે...

1954 માં સ્થપાયેલ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ આતુરતાપૂર્વક જોવામાં આવતી ઘટનાઓમાંની એક છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ જાહેર જનતા માટે પુરસ્કાર વિજેતા ફિલ્મોના પ્રદર્શનમાં પરિણમતા પુરસ્કારો રજૂ કરે છે.

1953 ની ફિલ્મો માટે આપવામાં આવેલા પ્રથમ પુરસ્કારોથી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો લાંબા સમય સુધી આવ્યા છે. વર્ષોથી પુરસ્કારોની સંખ્યામાં વધારો થયો છે. શરૂઆતમાં 'સ્ટેટ એવોર્ડ' તરીકે ઓળખાતા, જેમાં બે રાષ્ટ્રપતિના સુવર્ણચંદ્રક, બે પ્રમાણપત્રો અને એક ડઝન પ્રાદેશિક ફિલ્મો માટે સિલ્વર મેડલ, પ્રથમ છ વર્ષ સુધી, રાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મને જ પ્રાદેશિક શ્રેષ્ઠ પુરસ્કાર આપવાની પ્રથા હતી. વર્ષોથી પુરસ્કારોની સંખ્યામાં વધારો થયો.

1967ની ફિલ્મો માટે 1968માં કલાકારો અને ટેકનિશિયન માટે અલગ-અલગ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી, નરગીસ દત્ત અને ઉત્તમ કુમાર અનુક્રમે શ્રેષ્ઠ અભિનેત્રી (તે સમયે ઉર્વશી તરીકે ઓળખાતા) અને શ્રેષ્ઠ અભિનેતા (તે સમયે ભારત કહેવાતા) એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેત્રી અને અભિનેતા હતા.

આ પુરસ્કારો ત્રણ વિભાગોમાં આપવામાં આવે છે - ફીચર્સ, નોન-ફીચર્સ અને સિનેમા પર શ્રેષ્ઠ લેખન. જ્યારે ફીચર્સ અને નોન-ફીચર્સમાં વિજેતાઓની પસંદગી એ વિવિધ કેટેગરીમાં સિનેમેટિક સિદ્ધિઓમાં શ્રેષ્ઠતાની માન્યતા છે, ત્યારે 'સિનેમા પર શ્રેષ્ઠ લેખન' વિભાગ એક કલા સ્વરૂપ તરીકે સિનેમાના અભ્યાસ અને પ્રશંસાને પ્રોત્સાહિત કરવા અને માહિતીના પ્રસાર અને વિવેચનાત્મક પ્રશંસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ પુસ્તકો, લેખો, સમીક્ષાઓ, અખબાર કવરેજ અને અભ્યાસોના પ્રકાશન દ્વારા કલાના સ્વરૂપનું.

એવોર્ડ્સનો હેતુ સૌંદર્યલક્ષી અને તકનીકી શ્રેષ્ઠતા અને સામાજિક સુસંગતતાની ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહિત કરવાનો છે જે સિનેમેટિક સ્વરૂપમાં દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિની સમજ અને પ્રશંસામાં યોગદાન આપે છે, જેનાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને પણ પ્રોત્સાહન મળે છે.

પુરસ્કારોના વિજેતાઓને જ્યુરી દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં સિનેમા, અન્ય સંલગ્ન કળા અને માનવતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

આ વખતના જ્યુરી મેમ્બર હતા...

વિપુલ શાહ (ચેરપર્સન ) - અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાતી છે. આ ઉપરાંત ધરમ ગુલાટી, શ્રીલેખા મુખર્જી, જીએસ ભાસ્કર , એસ થંગાદુરાઈ, સંજીવ રતન , એક કાર્તિકરાજા, વીએન આદિત્ય, વિજી થમ્પી, થંગાદુરાઈ, નિશિગંધા.

68th National Film Awards: Ajay Devgn, Suriya share Best Actor Award

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow