Neeraj Chopra નિરજ ચોપરા : જાણો, શરીરના 80 કિલો વજનથી ગોલ્ડ મેડલ સુધીની સંઘર્ષ યાત્રા...

Neeraj Chopra Gold Medal Life struggle and success

Nov 1, 2024 - 15:13
 0  14
Neeraj Chopra નિરજ ચોપરા : જાણો, શરીરના 80 કિલો વજનથી ગોલ્ડ મેડલ સુધીની સંઘર્ષ યાત્રા...
Neeraj Chopra Gold Medal Life struggle and success

Neeraj Chopra Gold Medal Life struggle and success

Neeraj Chopra નિરજ ચોપરા : જાણો, શરીરના 80 કિલો વજનથી ગોલ્ડ મેડલ સુધીની સંઘર્ષ યાત્રા...

Neeraj Chopra Gold Medal Life struggle and success

સુબેદાર નીરજ ચોપરા...

સુબેદાર નીરજ ચોપરા ( Neeraj Chopra ) ઉ. વ. ૨૩ , રાજપુતાના રાયફલ્સ. આ નામ હવે અજાણ્યું નથી રહ્યું છતાં આપણે એના વિશે ઘણું બધું જાણતા નથી તો આજે એના વિશે એક વિશેષ અહેવાલ જેમાં એના જીવન, રમત, ગોલ્ડ મેડલ સિવાયના અન્ય મેડલોની પ્રાપ્તિ વિશે અને એમના પરિવાર અને સંઘર્ષની ગાથા પ્રસ્તુત કરીએ છીએ...

વિશ્વ વિક્રમ....

( Neeraj Chopra ) ચોપરા સાહેબ ૨૦૧૬માં ઓલરેડી વિક્રમ સર્જી ચૂકેલા પણ એમનો એ વિક્રમ અંડર ૨૦ ચેમ્પિયનશિપ માં હતો જેને કારણે એની ખાસ ચર્ચા થઈ નહિ. જોકે એની નોંધ વિશ્વ સ્તરે લેવાયેલી.

આથી ભારત સરકારે ૨૦૧૬માં નિરજને પોલેન્ડ ખાતે કોચિંગ માટે મોકલ્યા. ૨૦૧૬માં અઢાર વર્ષની ઉમ્મરે જ એમણે ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૦માં સુવર્ણ પદક જીતવાનો વિક્રમ સર્જ્યો.

Neeraj Chopra Gold Medal Life struggle and success

એમના પૂર્વજો અને પરિવાર...

ચોપરા રાજપુતાના રાયફલમાં સુબેદાર તો છે જ. પણ એમના પૂર્વજો બાબતે પણ એ બહુ ગૌરવ ધરાવે છે.

એમના પૂર્વજોએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં બાજીરાવ પેશ્વાના મરાઠા લશ્કર માટે શસ્ત્રો હાથમાં લીધેલા.

તેમના પિતાનું નામ સતીશ કુમાર અને માતાનું નામ સરોજ દેવી છે. તેમનું શિક્ષણ DAV કોલેજ, ચંદીગઢ માંથી છે. નિ રજ ચોપરા ટ્રેક અને ફિલ્ડ U-20માં વિશ્વ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

Neeraj Chopra Gold Medal Life struggle and success

વજન 80 કિલો હતું...

આપણને જાણીને નવાઇ લાગે કે 11-12 વર્ષની ઉંમરમાં નિરજ ચોપરાનું ( Neeraj Chopra ) વજન 80 કિલો હતું અને પોતાના ગોળમટોળ શરીરને લીધે નીરજ જ્યારે ઝભ્ભો પહેરીને ગામમાં નીકળતો ત્યારે બાળકો તેને 'સરપંચ' કહીને ખીજવતા હતા. નીરજ ચોપરા હવે અભિનવ બિન્દ્રા પછી વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય એથ્લિટ બની ગયો છે.

Neeraj Chopra Gold Medal Life struggle and success

ભાલફેંકની શરૂઆત...

હરિયાણામાં મોટો થયેલો નિરજ ચોપરા બાળપણથી જ દૂધ અને ઘીનો શોખીન છે. પરંતુ, વજન વધતાં જ ઘરના લોકોએ તેને મેદાનમાં મોકલી દીધો હતો. ફિટનેસ માટે પાનીપતના શિવાજી સ્ટેડિયમ પહોંચ્યો હતો. મેદાનમાં મોટા છોકરાઓને ભાલો ફેંકતા જોઇને તેના મનમાં પણ ગેમ માટે ઇચ્છા જાગી. ફિટનેસ સુધરી તો ભાલા ફેંક પર હાથ અજમાવ્યો અને સિનીયર્સને તેની તાકાત અને પ્રતિભા પસંદ આવી હતી.

Neeraj Chopra Gold Medal Life struggle and success

ખેડૂત પરિવાર....

નિરજ ચોપરાના ખેડૂત પરિવારમાં તેના માતા-પિતા સિવાય 3 કાકા સામેલ છે. એક જ છત નીચે રહેતા 19 સભ્યોના પરિવારમાં 10 પિતરાઈ ભાઈ-બહેનોમાં નીરજ ચોપરા સૌથી મોટો છે. વર્ષ 2017માં સેનામાં જોડાયા બાદ નીરજે કહ્યું હતું કે અમે ખેડૂત છીએ, પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી નથી. પણ હવે રાહતની વાત એ છે કે હું મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ અને પરિવારને આર્થિક મદદ પણ કરીશ.

ગોલ્ડ મેડલ, પ્રસિદ્ધિ અને ઇનામોની વણજાર...

નિરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યા પછી તેમના પર પણ ઈનામોનો ભારે વરસાદ વરસાવ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રીએ રાજ્યના ખેલાડી નીરજ ચોપરા માટે 6 કરોડના ઈનામની જાહેરાત કરી છે, સાથે ક્લાસ 1ની નોકરી અને સસ્તા દરે પ્લોટ પણ આપશે. જ્યારે પંજાબના મુખ્યમંત્રીએ નીરજને 2 કરોડ કેશ આપવાની જાહેરાત કરી છે. BCCI અને CSK (ચેન્નઈ સુપર કિંગ્સ) દ્વારા નીરજને 1-1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

તેણે ઘણા ગોલ્ડ મેડલ મેળવીને પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે. તે ભાલા ફેંક (જેવલિન થ્રો)માં 2018ના વર્લ્ડ કોન્ટિનેંટલ કપમાં છઠ્ઠા ક્રમે હતો. તેણે વર્લ્ડ U20 ચેમ્પિયનશિપ 2016માં પ્રથમ રેન્ક મેળવ્યો. તેણે એસાઈન્ડ ચેમ્પિયનશિપ 2017, એશિયન ગેમ્સ 2018 અને કોમનવેલ્થ ગેમ્સ 2018માં પણ પ્રથમ રેન્ક મેળવ્યો. આ તમામ મેડલ નીરજ ચોપરાએ ઉવે હોન અને તેના કોચિંગ હેઠળ મેળવ્યા છે.

એથલેન્ટ્સ બાબતે આપણે ત્યાં ઉદાસીનતા છે, પરંતુ નિરજ ચોપરાના ગોલ્ડ મેડલ બાદ ઘણી જાગૃતિ જન્મી છે. વિશ્વ સ્તરે નામ રોશન કરે એવા ખેલાડીઓની જરૂર છે.

Neeraj Chopra Gold Medal Life struggle and success

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow