એક એવી અભિનેત્રી જેણે સાઉથ ફિલ્મોમાં નવો ટ્રેન્ડ ઊભો કર્યો...

south actress sai pallvi beauty with telent

May 21, 2024 - 06:56
Jun 2, 2024 - 13:27
 0  5
એક એવી અભિનેત્રી જેણે સાઉથ ફિલ્મોમાં નવો ટ્રેન્ડ ઊભો કર્યો...

એક એવી અભિનેત્રી જેણે સાઉથ ફિલ્મોમાં નવો ટ્રેન્ડ ઊભો કર્યો...

ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે ગ્લેમ્મમર. એમાંય સાઉથ ફિલ્મ... South indian film પણ આ બધામાં એક અપવાદ રૂપ નામ છે એક એવી એક્ટ્રસ છે જેણે પોતાનો એક અલગ ટ્રેન્ડ - અલગ ઓળખ બનાવી. નામ છે: સાઈ પલ્લવી. SAI PALLVI

કલા અને સાદગીથી બધાના દિલ જીતનારી વ્યક્તિ છે સાઈ પલ્લવી એના જીવનવિશે અને એની સફળતાની સફર વિશે જાણીએ...

સાઈ પલ્લવી Sai Pallvi નો જન્મ 9 મે 1992 ના રોજ તમિલનાડુના કોટાગીરી ખાતે થયો હતો. અત્યાર સુધીમાં તેણે ૧૮ જેટલી ફિલ્મમાં કામ કર્યું છે. તેણે જ્યોર્જિયાની યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

તેણે પોતાના કેરિયરની શરૂઆત 2015ના ' પ્રેમમ્ ' PREMAM ફિલ્મથી કરી હતી. આ ફિલ્મના તેના અભિનય અને તેના પાત્રની ખૂબ પ્રસંશા થઈ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ તેમના ડ્રેસિંગને DRESSING લઈને ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. સાઈ પલ્લવીના ડ્રેસિંગની વાત કરીએ તો તમને નવાઈ લાગશે કે તેમની કોઈ પણ ફિલ્મમાં એનું ડ્રેસિંગ મહદ અંશે ઇન્ડિયન રહે છે. અત્યાર સુધીના અવોર્ડ ફંકશનમાં કે કોઈપણ ઇવેન્ટમાં સાઈ પલ્લવી sai pallvi સાડી અને ઇન્ડિયન ડ્રેસમાં જ જોવા મળશે.

સાઈ પલ્લવી એવી એક્ટ્રેસ છે કે જે પોતાના અભિનય કૌશલ્ય અને ડાન્સ દ્વારા પોતાના પ્રશંસકોને ખુશ કરી દે છે.

આ એક એવી એકટ્રેસ છે કે જે મેકઅપ કરતી નથી. તેને બ્યુટી માટેની પ્રોડક્ટ અને તેની એડવર્ટાઈઝ ઓફર રિજેક્ટ કરી હતી. આ બાબતે તેણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂ પ્રમાણે એવું કહ્યું હતું કે લોકોએ એ જાણવું જોઈએ કે પોતે શું છે અને પોતાનો સ્કિન કલર શું છે? કોઈપણ સૌંદર્ય પ્રસાધનો beauty products તમને આત્મવિશ્વાસ અપાવી શકતો નથી. તેણે કહ્યું હતું કે પોતે મેકઅપ વગર નેચરલ હોય છે ત્યારે સારું પરફોર્મન્સ આપી શકે છે.

સાઈ પલ્લવીના એક્ટિંગ, ડ્રેસિંગ અને ડાન્સિંગ વિશે તેમના ફેન્સ અવાર-નવાર સોશિયલ મીડિયા પર ચર્ચા કરતા જોવા મળે છે.

આ લેખ વાંચ્યા બાદ તમે જ્યારે ક્યારે પણ સાઈ પલ્લવીને જોશો તો તમને સાઈ પલ્લવી સાડી અને અન્ય અભિનેત્રીઓ કરતા અલગ જ પોષાકમાં જોવા મળશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow