સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને લાગે છે આ એક વાતનો ડર...!!!
allu arjun south film actor

સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને લાગે છે આ એક વાતનો ડર...!!!
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ઓળખાણ આપવાની જરૂર છે જ નહિ. પોતાના અભિનયથી તેમણે તેમની માતૃભાષામાં તો ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
સાથે સાથે હિન્દી ડબિંગ દ્વારા તમને હિન્દી દર્શકો ને પણ ખૂબ જ આકર્ષિત કર્યા છે. અત્યારે દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘ પુષ્પા ‘ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મનો મૂળ મુદ્દો છે: લાલ ચંદનના લાકડાની તસ્કરી.
હવે કદાચ એવું પણ બને કે સાઉથમાં અલ્લુ અર્જુનના પ્રસંશકો છે એટલા નોર્થમાં પણ ફેન જોવા મળે. કદાચ વધુ હોય તો પણ કહેવાય નહિ.
હાલમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ' પુષ્પા ' એ કોરોના બાદ થિએટરમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મો માંથી વધુ કલેક્શન કર્યું છે એવું અખબારી નોંધોમાં આવતાં આંકડા પરથી ખ્યાલ આવે છે.
અલ્લુ અર્જુન હિન્દી સમજી શકે છે અને સારું એવું બોલી પણ શકે છે....
જ્યારે એક રિપોર્ટર દ્વારા તેઓને પૂછાયું કે જેમ બૉલીવુડ સાઉથની રિમેક બનાવે છે એમ તમે બોલિવુડની કઈ ફિલ્મ રીમેક બનાવો???
રિપોર્ટરના આવા પ્રશ્નનના જવાબમાં અલ્લુ અર્જુને એકદમ નમ્રતાથી કહ્યું કે અત્યાર સુધી મેં એક પણ રિમેક બનાવી નથી... અને રિમેક બનાવવામાં મને ડર પણ લાગે છે.... પણ એનો મતલબ એવો પણ નથી કે હું રિમેક નહિ જ બનાવું... જો કોઈ સારી ફિલ્મ મળશે તો રિમેક બનાવીશ.
શરૂઆતમાં પોતાના સ્વતંત્ર પર્સનાલિટી ને ધ્યાને લઈને રિમેક માટે ડર લાગે એવું કહ્યું હોય એવું લાગે છે. નહિ તો ફેન સારીરીતે જાણે છે કે તે શ્રેષ્ઠ ડાન્સર પણ છે. ઉપરાંત એનામાં અગ્રેસિવ લૂક જે રીતે શોભે છે એના પરથી લોકો એના લૂક અને અભિનયના ફેન બન્યા છે.
એમની ' પુષ્પા ' ફિલ્મ લાલ ચંદનના લાકડા પરથી બનેલું છે. જેના વિશે આ જ વેબમાં અમે અગાઉ લખી ચૂક્યા છે.
વિવિધ જોનરમાં અલ્લું અર્જુન ખૂબ સારી રીતે પોતાની પ્રતિભાનો પરિચય આપે છે.
‘પુષ્પા’માં(Pushpa Film) તેના શાનદાર અભિનયને કારણે ખુબ ચર્ચામાં છે. અલ્લુ અર્જુન માત્ર સાઉથનો જ નહીં પણ બોલિવૂડ ફિલ્મમા દર્શકોનો પણ ફેવરિટ કલાકાર બની ગયો છે. તેની ફિલ્મનુ હિન્દી વર્ઝન(Pushpa Hindi Version) બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ નિર્માતાઓની નજર હવે અલ્લુ અર્જુન (Allu Arjun) પર છે.
What's Your Reaction?






