gujarati film ઓ,હો,હો, પણ ટિફિન માંથી ઢોળાઇ જાય એટલાં એવોર્ડ! છે શું?
21th tiffin gujarati film

21th tiffin gujarati film
gujarati film ઓ,હો,હો, પણ ટિફિન માંથી ઢોળાઇ જાય એટલાં એવોર્ડ! છે શું?
એક ગુજરાતી ફિલમને? આટલાં બધાં એવોર્ડ? હોય નઈ!
છે તો.
ક્યા ક્યા એવોર્ડ મળ્યા કે લે...
જો ગણવું... તો બજાઓ તાલી....
- ૨૯ વરસ પછી કોઈ ' ગુજરાતી ' પિકચર પાનોરમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સ્થાન પામી.
- ગાંધી મેડલ કોમ્પિટિશનમાં જે ઓફિશિયલ સિલેક્ટ થઈ.
- ટોરેન્ટો ઇન્ટરનેશનલ વુમન ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ તો થઈ જ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ( આ કોઈ નાની વાત નથી. જે ભાષા જીવે ન જીવેની વાતું હાલતી હતી, એની આજે ક્યાં ક્યાં ફીલમ જાય છે. )
- WRPN વુમન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા થઈ.
- સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ.
અને હમણાં છેલ્લે ખાસ વાંચો...
- ચેન્નાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ અને કલગી લગાવી લીધી. ભારતની દરેક ભાષામાંથી કુલ દસ ફિલ્મો આ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ છે જેમાં વિજયગીરી ફિલ્મોસની ગુજરાતી ફિલ્મ પણ માનભેર ઉભી છે.
હજુ પીછાં તો ઉમેરાતાં જ જશે...
પણ આ બધું કઈ ફિલ્મને મળ્યું?
ઓહોહોહો! આ તો ગુજરાતના કુશળ દિગ્દર્શક વિજયગીરી બાવની ફિલ્મ ' ૨૧ મું ટિફિન ' ને મળ્યું છે. જેના લેખક છે શ્રીમાન રામ મોરી.
રામ મોરીની એક વાર્તા પરથી આ ફિલ્મને એક નવો જ ઘાટ મળ્યો. દિગ્દર્શક વિજયગીરી બાવની પસંદગી વિષય પસંદગી બાબતે બેનમૂન છે.
વિષય શું?
હવે એ તો જુઓ તો જ ખબર પડે પણ અહીં આછેરી ઝલક આપું તો મારા મતે એક સ્ત્રીના હૈયાની જિંદગી અને શરીરની જિંદગી બંને અલગ હોય છે. જે પુરુષ સ્ત્રીના હૈયાની જિંદગીને અડે છે એવા એક પુરુષની કહાની છે.
ગીત - સંગીત વિશે -
મેહુલ સુરતીના સંગીતના સૂરોએ સ્ત્રીના સંવેદનની કહાની ગાય છે તો પાર્થ તારાપારાએ એ સ્ત્રીની હૈયાની જિંદગીને હોઠ આપ્યાં છે.
અભિનય -
ના. અભિનય નહિ કહી શકો પણ નીલમ પંચાલે તો ' લીધો વેહ જીવ્યો ' છે. રોનક કામદાર અને નેત્રી બંનેએ ગુજરાતી સિનેમાના કલાકારોમાં એક શક્યતાઓ જગાડી છે કે ગુજરાતી સિનેમા પાસે પણ લૂક વાઈઝ શાહિદ કપૂર અને અભિનયના ટેલેન્ટ વાઈઝ બંગાળી અભિનેતા રાહુલ બોઝ જેવા કલાકારો પણ છે.
દિગ્દર્શક અને એના સીનેમેટોગ્રાફર પાસે જો કેમેરા વગર કહાનીમાં વાર્તા જોવાની આવડત હોય તો હરેક ફ્રેમ પતંગિયા જેવી જીવંત અને રંગીન - ઉમંગી બને છે.
‘21મું ટિફિન’ વિશે કથા ને પટકથા લેખક શ્રી રામ મોરીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું :
આ માત્ર ફિલ્મ નથી વાત છે સ્ત્રીના મનની.
પોતાની ઈચ્છાઓ, સપનાઓ અને આવડતોને ધીમી આંચે શેકીને બત્રીસ ભાતના ભોજનિયા રાંધતી દરેક સ્ત્રીની કથા છે. આ કથા છે જાત ઘસીને સંસાર ઉજળો રાખતી એ સ્ત્રીઓના જીવનની જેને જીંદગીમાં કોઈ અપ્રિશિએટ નથી કરતું કે નથી બે મીઠા વેણ કહેતું. રસોઈ એ સ્ત્રીનું માત્ર કામ નથી, એની ટેલેન્ટ પણ છે. આ ફિલ્મમાં ત્રણ પેઢીની મા દીકરીની વાત છે જેમાં તમને તમારી બા, દાદી, મા અને મમ્મી દેખાશે…યાદ આવશે.... આ ફિલ્મ સંબંધોની કદર કરતા શીખવાડે છે. તમારા ઘરની સ્ત્રીઓને, તમારા માતાપિતાને કશી ભેટ આપવા માંગતા હો, થેંક્યું કહેવા માંગતા હો તો આ ફિલ્મ ‘ ૨૧મું ટિફિન’ અચૂક બતાવો, એ લોકો ભીની આંખે રાજી થશે. ‘૨૧મું ટિફિન’ ફિલ્મ એ મારા, તમારા આપણા સૌના ઘરની વાત છે. આ ફિલ્મ થિએટર સુધી પહોંચી ગઈ છે.
અનેક પુરસ્કારો વચ્ચે લોકોના પ્રતિભાવો ને પ્રેમ પામતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં પોપ્યુલર અને ક્લાસિકની એક નવી વિભાવનાનો પ્રારંભ કરે છે.
અમારી સાથે જોડાવા માટે.... ????????????
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






