ખરા અર્થમાં ક્રાંતિકારી વાર્તા-લેખિકા...

Gujarati story writer himanshi shelat

Aug 5, 2025 - 17:07
 0  5
ખરા અર્થમાં ક્રાંતિકારી વાર્તા-લેખિકા...

Gujarati story writer himanshi shelat

ખરા અર્થમાં ક્રાંતિકારી વાર્તા-લેખિકા...

રજુઆત - જય પંડ્યા 

Special Story matrubhasha Gujarati author himanshi shelat Special Story matrubhasha Gujarati author himanshi shelat

હિમાંશી શેલત...

ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નારીવાદી લેખિકા અને નારી સંવેદનાનું આલેખન  જેમના દ્વારા રજુ થયું છે જેમના શબ્દોએ ભલભલાના માણસોના  માનસ પટ અને હ્રદયની ઊંડાઈ સુધી પંહોંચી તેમના સ્ત્રી તરફની વિચાર - દ્રષ્ટિમાં પરિવર્તન લાવ્યું તેવા લેખિકા ' હિમાંશી શેલત ' ના જીવન અને કવન વિશે થોડું જાણીએ....

નામ -  હિમાંશી

પિતા - ઇન્દુલાલ શેલત

જન્મ તારીખ - 8 -1 - 1947

જન્મ સ્થળ - સુરત

અભ્યાસ - એમ. એ., પી. એચ.  ડી. ( અંગ્રેજી )
તેમણે અંગ્રેજી સાહિત્યના દિગ્ગજ લેખક અને 'મેઘાવી કલમ ઉપાસક' એવા "વી. એસ. નાઇપોલ  " ના સાહિત્ય અને જીવન પર પી. એચ. ડી. કર્યું  છે.

પ્રવૃત્તિ - અધ્યાપન, લેખન, વાંચન, અભાવ ગ્રસ્ત બાળકો યોગક્ષેમ પર કાર્યો...

Special Story matrubhasha Gujarati author himanshi shelat

જીવન...

વર્ષ  1968થી તેમણે સુરતની એમ. ટી. બી.  આર્ટસ કોલેજમાં તેમણે અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે પોતાના કાર્યની શરૂઆત કરી હતી.

વર્ષ 1995 માં તેમણે ગુજરાતી સાહિત્યના 'અતિ ઉચ્ચ કોટીના  સર્જક', 'રાષ્ટ્રીય શાયર ' એવા માનનીય "ઝવેરચંદ  મેઘાણી "ના પુત્ર ' વિનોદ મેઘાણી ' સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા.

હિમાંશીબેન અને વિનોદભાઈના લગ્ન પાછળની કથા પણ ઘણી રોચક છે....

હિમાંશીબેનને જયારે તેના પિતાએ લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મારે લગ્ન નથી કરવા હિમાંશીબેનના આ નિર્ણયનો સ્વજનોએ સ્વીકાર કર્યો.

એક વખત તેમની મુલાકાત ' વિનોદ મેઘાણી ' સાથે થાય છે. અને બંનેના વિચારો ધીમે ધીમે મળતા આવે છે. અને બંને સહવાસ અંગે વિચાર કરે છે. તેમણે આ વાત એક દિગ્ગજ સાહિત્યકારને જણાવી તેમણે જણાવ્યું કે તમે બંને લગ્ન વિના સહવાસ કરશો તો સમાજ અવનવી વાતો કરશે માટે તમે ઔપચારીક રીતે પણ લગ્ન કરી લો પછી આ બંને લગ્ન કરે છે.

15 ફેબ્રુઆરી 2009 ના રોજ વિનોદ મેઘાણી અવસાન પામ્યા.

હિમાંશી શેલત વર્ષ 2013-17 સુધી સાહિત્ય અકાદમીના સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે.

હિમાંશી શેલતનું સાહિત્ય સર્જન...

" ગુજરાત મિત્ર "  માં તેમણે "નારી સંસાર " વિભાગના કોલમ લેખિકા રહ્યા.

પત્ર લેખન  હોય કે વાર્તા સર્જન હોય, ધારદાર નિખાલસતા અને વસ્તુલક્ષી પ્રામાણિકતા સદા તેઓ નિષ્ઠા પૂર્વક વર્તતા રહ્યા.

તેઓ એકાંત પ્રિય વ્યક્તિત્વ ધરાવે છે, એકાંતમાં લખાણ કાર્ય કરવું તેમને વધુ ગમે છે.

તેમની પ્રથમ રચના ' નવનીત ' માં પ્રકાશિત થઈ હતી.

તેમની સર્વ પ્રથમ મૌલીક પ્રકાશિત કૃતિ ' અંતરાલ ' છે.

કલાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી ભરેલી એમની નવલિકાઓ ભવિષ્યમાં ઘણું સિદ્ધ કરી શકે તેમ છે.

Special Story matrubhasha Gujarati author himanshi shelat

નવલકથા - 'આઠમો રંગ - 2001

નવલિકા -

'અંતરાલ ' - 1987

' અંધારી ગલીમાં સફેદ ટપકાં '- 1992

' એ લોકો ' - 1997

પાંચ વાચકા - 2002

'સાંજનો સમાય ' - 2002

' ખાંડણિયામાં માથું ' - 2004

'ગર્ભગાથા' - 2009

સ્મરણ કથા

'પ્લેટફોર્મ નંબર ચાર '- 1998

લઘુનવલ -

'ક્યારીમાં આકાશ પુષ્પ અને કાળા પતંગિયા ' - 2006

વિવેચન -

' પરા વાસ્તવાદ ' 1987

' ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના ' - 2000

નિબંધ

'આંકડાની ચકલીઓ' - 2004

'વિકટર' - 1909

સંપાદન

' સ્વામિ અને સાંઈ ' - 1993

' અંતર છબી ' 1998

'પ્રતિરૂપ' - 1994

' પહેલો અક્ષર ' - 2005

'અડધા આકાશનો રંગ ' - 2005

' નાયિકા પ્રવેશ ' - 2004

' લિ. હું આવુ છું - ઝવેરચંદ મેઘાણીના પત્ર અને અન્ય સામગ્રી સાથે - 2004

બાળ સાહિત્ય

" રમતાં- ભમતાં "- ભાગ 1-2 - 2007

" સોનુ અને માઓ " - 2007

"ગણપતની નોંધપોથી " - 2007

" આનંદ ભજવીએ " - 2007

અનુવાદ

"દ્રુત વિલંબિત" - 2003

" નોખા મિજાજનો અનોખો ચિત્રકાર " - 2004

" ગરીબ છૈયે કેટલા બધા વગેરે...

' હિમાંશી' શેલતની આત્મકથાનું નામ ' મુક્તિ વૃતાંત ' છે જે વર્ષ 2016 માં પ્રકાશિત થઈ હતી.

'હિમાંશી શેલત ' ની સિદ્ધિઓ અને સન્માન....

'ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કારો' -  વર્ષ -1987-88

' ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર '  - 1997, 1998, 2001, 2002

' સરોજ પાઠક પુરસ્કાર' - 1992

' ધૂમકેતુ પુરસ્કાર ' - 1992

' ડો જ્યંત ખત્રી - બકુલેશ  એવોર્ડ ' - 1998

'સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ' -1997

' શાશ્વત એવોર્ડ' - 1999

'સનતકુમારી મહેતા પારિતોષિક એવોર્ડ ' - 2001

Special Story matrubhasha Gujarati author himanshi shelat

#Special #Story #matrubhasha #Gujarati #author #himanshishelat #gujaratisahitya #gujarat #sahity #kavita #varta #matrubhashadin #postoffice #dhumketu_writer #storywriter

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow