કોઈ થ્રીલર - સસ્પેન્સ વેબ સિરીઝ કરતા પણ ભયાનક કથા
I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
કોઈ થ્રીલર - સસ્પેન્સ વેબ સિરીઝ કરતા પણ ભયાનક કથા
કોઈ થ્રીલર - સસ્પેન્સ વેબ સિરીઝ કરતા પણ ભયાનક સ્થિતિનું વર્ણન આપણને બે ઘડી વિચારશૂન્ય કરી દે એવું છે. લોકોએ જાણવું જોઈએ કે આવી પણ સ્થિતિ છે દુનિયામાં...
આલેખન - રમેશ સવાણી
( આ પુસ્તક પરિચયના લેખક ગુજરાતના પૂર્વ IGP છે. )
I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
નફરત એક રોગ છે, તે શાંતિને અટકાવે છે !
એનું નામ ડો. ઈઝેલદીન અબુલૈશ-Izzeldin Abuelaish. તેનો જન્મ 3 ફેબ્રુઆરી 1955ના રોજ ગાઝા પટ્ટીની રાહત શિબિરમાં થયો હતો. ગાઝા પહેલાં ઈજિપ્ત સાથે જોડાયેલ હતું. એશિયા અને આફ્રિકાને જોડતો વિસ્તાર હતો. ગાઝાનો પ્રદેશ 25 માઈલ લાંબો છે અને 9 માઈલ પહોળો છે. તેના હવા, પાણી, જમીન અને સમુદ્ર પર ઈઝરાયેલનો કબજો છે. વિશ્વમાં સૌથી વધુ ગીચ વસ્તી ગાઝામાં છે. 15 લાખ લોકો ત્યાં વસે છે. જેમાંના ઘણાખરાં રાહતશિબિરમાં રહે છે. 80% ગરીબ છે. અહીં રાંધવા માટે તેલ નથી, પીવા માટે પાણી નથી, શાકભાજી કે ફળો નથી. ચારેબાજુ ઈઝરાયેલી તોપો છે. ઉપર તેમના હેલિકોપ્ટર ઉડે છે. અહીં બોમ્બથી તૂટેલાં મકાનો છે. વેરવિખેર માળખાં છે.
હું નફરત નહીં કરું....
ડો. ઈઝેલદીને પુસ્તક લખ્યું છે : ‘I shall not Hate.’ આ પુસ્તકનો ભાવાનુવાદ ડો. પ્રફુલ્લ દવેએ કર્યો છે : ‘હું નફરત નહીં કરું.’ માત્ર 41 પેઈજની નાનકડી પુસ્તિકા છે. ડો. ઈઝેલદીન લખે છે : “અમે ગરીબ હતા. મારું કુટુંબ વિસ્થાપિત હતું અને હું મારા પિતાની બીજી પત્નીનું સંતાન હતો. અમે 8 ભાઈ બહેન હતાં. બીજી પત્નીના બે બાળકો થઈને કુલ 10 સંતાનો હતાં. ઈસ્લામમાં ચાર પત્નીની છૂટ છે, પરંતુ હું તેમાં સહમત નથી. મારી માનો સ્વીકાર અમારા બહોળા કુટુંબે નહોતો કર્યો, તેથી અમારા પ્રત્યે ભેદભાવ રખાતો. ગાઝામાં આઠ રેફ્યુજી કેમ્પ હતા. જલેબિયા સૌથી મોટો કેમ્પ હતો. અહીં અર્ધા ચોરસ માઈલ વિસ્તારમાં 2 લાખ લોકો રહે છે. બધાને આશા હતી કે થોડો સમય અહીં રહીશું પછી પાછા આપણા મૂળ સ્થળે જવાનું મળશે. પરંતુ ક્રમશ: તે આશા ગુમાવીને તે અમારું કાયમી નિવાસ બન્યું. મેં મારું બાળપણ માણ્યું જ નથી. અમે 11 વ્યક્તિઓ 10 બાય 10 ફૂટની રુમમાં રહેતા હતાં. વીજળી નહોતી. પાણીનો નળ નહોતો. જાજરું નહોતું. ગંદકી હતી. એક જ થાળી હતી જેમાં અમે સાથે ભોજન લેતા હતાં. જાહેર જાજરુમાં લાઈન લાગતી. પાણીના ટેન્કરની રાહ જોવી પડતી. કેરોસીનની રેંકડી આવે તેની રાહ જોતા. પગમાં ચંપલ નહોતા. મચ્છરો કરડતા. અને અમે લગભગ ભૂખ્યા રહેતા. એક જ જાજમ પર અમે બધા સૂઈ જતા.”
I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
ઈઝેલદીન ભણ્યા...
આટઆટલી હાડમારી વચ્ચે, મજૂરીકામ કરતા ઈઝેલદીન ભણ્યા અને વંધ્યત્વ દૂર કરવાના નિષ્ણાત બન્યા છે. ઈઝરાયેલની હોસ્પિટલમાં તે પ્રથમ પેલેસ્ટીનિયન ડોક્ટર છે. પોતે પેલેસ્ટીનિયન હોવાના કારણે અપમાન/તુચ્છકાર/પરેશાની વેઠતા રહે છે, છતાં ચિત્તમાં કડવાશ રાખ્યા વિના ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ-સંવાદ સ્થપાય તે માટે પ્રયત્નશીલ રહે છે. પોતાના બાળકોને તેવા જ સંસ્કાર આપે છે. તેમના ઘર પર ઈઝરાયેલી લશ્કર બોમ્બમારો કર્યો તેમાં તેમની 3 પુત્રીઓ અને એક ભત્રીજીના મોત થયાં. તે ખૂબ જ દુ:ખી થયા પણ કોઈ પ્રત્યે નફરત નથી. તે લખે છે : “હું કોને નફરત કરું? જે ડોક્ટરો-નર્સો સાથે હું કામ કરું છું તેને નફરત કરું? જે બાળકોને મેં જન્મ આપ્યો છે તેને નફરત કરું? જેઓ મારા ઘવાયેલા બાળકોની સારવાર કરે છે તેને નફરત કરું? નફરત એક રોગ છે તે સ્વસ્થતાને તથા શાંતિને અટકાવે છે.
[caption id="attachment_6712" align="alignnone" width="300"] I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
જીવનને બચાવવું એ જ અમારો ધર્મ....
હું ઈઝરાયેલની વંધ્યા મહિલાઓની સારવાર કરું છું જેથી તેને બાળકો થાય. મારા પેલેસ્ટાઈન સાથીઓ કહે છે કે ‘જે ઈઝરાયેલી બાળકો જન્મે છે તે આપણા પર બોંબ ફેંકશે. તું શામાટે તેમની સારવાર કરે છે?’ હું કહું છું કે ‘અમે બધાં ભેદભાવ હોસ્પિટલની બહાર મૂકીને અંદર દાખલ થઈએ છીએ. જીવનને બચાવવું એ જ અમારો ધર્મ છે.’ મને હંમેશા લાગ્યું છે કે તબીબીવિદ્યા, લોકો વચ્ચે સેતુ બની શકે છે. ડોક્ટર શાંતિનો દૂત બની શકે છે. હું રાહત કેમ્પમાં જન્મ્યો, ઉછર્યો, ઘણાં અપમાનો વેઠ્યાં, હતાશ-નિરાશ પણ થયો છું. છતાં મારું સ્પષ્ટ માનવું છે કે બદલાની ભાવના આત્મઘાતી છે. પરસ્પર આદર, સમાનતા અને સહજીવન જ આગળ વધવાનો એકમાત્ર માર્ગ છે.
તે રીતે આનો ઉકેલ નહીં આવે....
આપણે બધાએ એ સમજવાની જરુર છે કે દરેક દેશમાં, દરેક ધર્મમાં, દરેક સંસ્કૃતિમાં અનિષ્ટ તત્વો હોય છે, પરંતુ આ સાથે બધા દેશમાં શાંત સમુદાય પણ હોય છે. હું ઈચ્છું તેમ તેઓ પણ ઈચ્છે છે કે એકબીજાના વિચારો/દ્રષ્ટિકોણ/ચિંતાઓ સાંભળીને બે દેશના લોકોને સાથે જોડી શકાય છે. સહઅસ્તિત્વ શક્ય છે. મધ્યપૂર્વમાં પેઢી દર પેઢીથી ચાલતી નફરત અને લોહિયાળ જંગ તરફ નજર નાખો. આ પરિસ્થિતિને સંવાદ અને સમજણથી પરિવર્તિત કરી શકાય છે. એક પક્ષને ફાયદો થાય અને બીજા પક્ષને માથું નીચું કરીને બધું સ્વીકારી લે તે રીતે આનો ઉકેલ નહીં આવે. એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરીને સંવાદ શરુ કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હિંસાથી હિંસા જ વધે છે અને વધુ નફરત ફેલાય છે. આપણે એકબીજાની સચ્ચાઈને સમજવાની જરુર છે. તે માટે અસહિષ્ણુતાને બદલે સહિષ્ણુતાના, ધિક્કારને બદલે પડેલા ઘાને રુઝાવનારા સંદેશાઓની આપલે કરીએ.”
મહિલાઓને શિક્ષણ....
ડો. ઈઝેલદીન પોતાની ત્રણ પુત્રીઓની યાદમાં મહિલાઓને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ છે. તે કહે છે : “સમાજમાં મહિલાઓને સન્માન/ગૌરવ મળે, તેનું સશક્તિકરણ થાય તેવા પ્રયાસો જોઈએ. જ્યારે સ્ત્રીપ્રધાન મૂલ્યો અને સ્ત્રીઓનું નેતૃત્વ સમાજના બધા સ્તરે સ્વીકારાશે ત્યારે પરિવર્તન આવશે અને ફક્ત ગાઝાના સમાજની જ નહીં, સમગ્ર પેલેસ્ટાઈન, ઈઝરાયેલ તથા મધ્યપૂર્વના દેશોના સમાજની ગુણવત્તા સુધરશે. આપણે બધાએ સાથે મળીને બિમારી/ગરીબાઈ/નિરક્ષરતા/આક્રમણ/નફરતમાંથી સ્વતંત્ર થવાનું છે. નફરત અને અંધકારને પ્રેમ અને પ્રકાશથી હટાવવા જોઈએ. આ વિશ્વમાં સ્વતંત્રતા અને ન્યાય જ પવિત્ર બાબતો છે.
[caption id="attachment_6709" align="alignnone" width="300"] I shall not Hate book by Izzeldin Abuelaish in gujarati
હું નીચેના મુદ્દાઓ તરફ સૌનું ધ્યાન દોરવા ઈચ્છું છું...
[1] શાંતિ માનવતા છે. શાંતિ સન્માન છે. શાંતિ નિખાલસ સંવાદ છે.
[2] યુદ્ધની ગેરહાજરીનો અર્થ શાંતિ છે. જે વ્યક્તિ બિમાર હોય એ શાંત હોઈ શકે? જે વ્યક્તિ ભ્રમિત અને શંકાશીલ હોય તે શાંત હોઈ શકે?
[3] નફરત અંધાપો છે. તે વિચારહીન તર્ક અને વર્તણૂંક કરે છે.
[4] ગુસ્સો અને નફરત એક બાબત નથી. ગુસ્સાથી કંઈ નીપજી શકે છે. ગુસ્સાને સમજો, ઓળખો પરંતુ તેની સાથે પરિવર્તન આવવું જોઈએ. તે પોતાના અને અન્યના ભલા માટે શુભ કાર્યોમાં પરિવર્તિત થવું જોઈએ.
[5] આપણી આજુબાજુ જે બને તેનો ફક્ત સ્વીકાર કરવાની જરુર નથી. આપણી પાસે તેમાં પરિવર્તન લાવવાની શક્તિ હોવી જોઈએ.
[6] મહિલાઓ સ્વભાવવશ લોકોને જોડે છે. મહિલાઓએ આગેવાની લેવાનો સમય થઈ ગયો છે. આપણે તેમને શિક્ષણ મળે તે માટેની બધી તકો આપવી જોઈએ.
[7] જ્યારે તમારાં મૂળભૂત મૂલ્યો હ્રદય સાથે જોડાઈ જાય, ત્યારે તે ચર્ચાનો વિષય નથી બનતા. તે તમારા માર્ગદર્શક બને છે. ત્યારે પ્રમાણિકપણે નિર્ણયો લેવાય છે.
[8] જો તમારા નિર્ણયો સત્ય પર આધારિત હશે, તો તમને સન્માન મળશે. તમે વિશ્વાસપાત્ર બનશો.
[9] બાળકોના અભિપ્રાય પર વિશ્વાસ મૂકો. તેઓ સત્ય જ બોલશે. તેમાં તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી.
[10] શાણપણના બીજનું વાવેતર કરવું પૂરતું નથી, આપણે પાક લણવો હોય તો કામ કરવું પડે.”
ડો. ઈઝેલદીન અબુલૈશ અહિંસા/સર્વધર્મસમભાવ/ પ્રેમ/ શાંતિ/ સંવાદમાં માને છે; અન્યાય-શોષણ-અત્યાચારનો વિરોધ કરે છે; ગાંધી/માર્ટિન લ્યૂથર કિંગ ક્યારેય મરતા નથી !rs
#I_shall_not_Hate #book #Izzeldin #Abuelaish #gujarati #translated_book #drprafuldave
What's Your Reaction?






