ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનારા નંદશંકર મહેતા...

Gujarati author Nandshankar Maheta

Aug 5, 2025 - 17:19
 0  5
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનારા નંદશંકર મહેતા...

Gujarati author Nandshankar Maheta

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનારા નંદશંકર મહેતા...

Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta

 Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta[/caption]

રજુઆત - જય પંડ્યા

નંદશંકર મહેતા

નામ - નંદશંકર મહેતા

પિતા - તુળજાશંકર

માતા - ગંગાલક્ષ્મી

પત્ની - નંદગૌરી

પુત્ર - વિનાયકરાવ મહેતા , મનુભાઈ મહેતા

પૌત્રી - હંસા જીવરાજ મહેતા

પૌત્ર - સુમંત મહેતા

જન્મ તારીખ - 21 એપ્રિલ 1835

જન્મસ્થળ - સુરતના ગોમતીપુરા મહોલ્લામાં

જ્ઞાતિ - નાગર બ્રાહ્મણ

અભ્યાસ - પાંચ વર્ષની વયે અંગ્રેજી શાળામાં અભ્યાસ શરૂ કર્યો

વખણાતું સાહિત્ય - " કરણ ઘેલો " ( નવલકથા )

વિશેષતા - સુરતના ત્રણ નન્નામાંથી એક

ખિતાબ - ' રાય બહાદુર ' નો ખિતાબ

Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta

નંદશંકર મહેતાના જીવન વિશે...

નંદશંકર ગુજરાતી સાહિત્યના પસિદ્ધ અને માતબર લેખક હતા.

ગુજરાતી ભાષા સાહિત્યની સર્વશ્રેષ્ઠ અને સર્વપ્રથમ નવલકથા
"કરણ ઘેલો" નંદશંકર દ્વારા લખવામાં આવી છે.

1855માં નંદગૌરી સાથે લગ્ન થયાં બાદ તેઓ અંગ્રેજી શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.

1858માં તેઓ અંગ્રેજી શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિમણુંક પામ્યા હતા.

સુરતમાં ટીચર્સ ટ્રેઈનીંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમણુંક પામ્યા જે પદ પર તેમણે 1867 સુધી સેવા આપી હતી.

તેમની કુશળતા જોઈને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય
" સર થિયોડોર હોપ " નામના અંગ્રેજે તેમને સનદી સેવામા જોડાવા સમજાવ્યા. પછી તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા.

1880 માં તેઓ કચ્છના દીવાન પદે રહ્યા અને 1883માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે નિમણુંક પામ્યા.

તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી હતા.

તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ પ્રતિબંધ પ્રથા નાબુદી, અપૃશ્યતા વિરોધ, અંધ વિશ્વાસ નાબુદી વગેરે જેવી બાબતો દુર કરવા માટે ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા હતા.

તેમણે " દુર્ગારામ ", "દલપતરામ " અને અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને ' માનવ ધર્મસભાની સ્થાપના કરી હતી જે સામાજિક ધાર્મિક સુધારા માટે કાર્યરત હતી.

1851 ની સાલમાં મુંબઈ ખાતે " બુદ્ધિવર્ધક સભા " ની સ્થાપના કરવામાં આવી હતી. જેના તેઓ સભ્ય હતા.

1890માં નિવૃત્તિ બાદ તેમણે ઘણી સામાજિક સંસ્થાઓ સાથે કામ કર્યું હતું.
Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta

નંદશંકરનું સાહિત્ય સર્જન -

તેમણે 1863ની સાલમાં " કરણ ઘેલો" નવલકથા લખવાની શરૂઆત કરી હતી જે તેમણે 1866માં પ્રકાશિત કરી હતી.

આ નવલકથા વાઘેલા વંશના છેલ્લા શાશક ' કર્ણદેવ વાઘેલા ' બીજાનું જીવન ચરિત્ર દર્શાવે છે. જેની અલાઉદીન ખીલજીની તુર્કીશ સેના સામે હાર થઈ હતી.

નંદશંકરે આર. જી. ભંડારકરની 'સંસ્કૃત માર્ગોપદેશિકા " અને અંગ્રેજી " ત્રિકોણનીમિતિ " પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.

નંદશંકરના પુત્ર વિનાયકરાવ દ્વારા તેમના પિતાનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે.

નંદશંકરે અનેક સમાચાર પત્રોમાં લેખો લખ્યા છે.

વર્ષ 2015માં "કરણ ઘેલો" નો ' પેંગ્વિન ' પ્રકાશન દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta

સુરતના ત્રણ પ્રખ્યાત 'નન્ના'

1 - ન - નર્મદાશંકર લાભશંકર દવે
2 - ન - નવલરામ પંડ્યા
3 - ન - નર્મદાશંકર તુળજાશંકર મહેતા

1875 માં તેઓએ લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ એજન્ટ તરીકે સેવા આપી.

1877 માં કચ્છ રાજ્યમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા આપી હતી.

સુરત અને અંકલેશ્વર માટે કાયા પલટના ઘણા કર્યો કર્યા.

મુખ્ય રચનાઓ...

" કરણ ઘેલો " ગુજરાતી ભાષા સાહિત્યની સર્વ પ્રથમ નવલકથા

અન્ય કૃતિઓ...

"રાણકી દેવી"
"વનરાજ ચાવડો"
"સઘરા જેસંગ"

વાર્તા
" હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું "

તંત્રી - ' ગુજરાત મિત્ર ' ( સામયિક )

સન્માન - ઇસ 1877 ના વર્ષમાં સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ' રાવ બહાદુર ' નો ખિતાબ.

નંદશંકરને તેમના આઈરિશ શિક્ષક ગ્રીને " નાનકડા ક્રોમવેલ " તરીકે ઓળખાવેલ છે.

" ગ્રેહામ " જેવા શિક્ષકોનો તેમના જીવન અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ફાળો હતો.

17 જુલાઈ 1905 ના રોજ સુરત ખાતે નંદશંકર મહેતાનું અવસાન થયું હતું.

Special Story matrubhasha Gujarati author Nandshankar Maheta

રજુઆત - જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author shamal

#Special #Story #matrubhasha #Gujarati #author #NandshankarMaheta #gujaratisahitya #gujarat #sahity #kavita #varta #matrybhashadin

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow