Ram naam શ્રી રામ ગાંધીજીની નજરે...

Ram naam gandhiji indian philosophy

Jun 1, 2025 - 18:35
 0  11
Ram naam શ્રી રામ ગાંધીજીની નજરે...
Ram naam gandhiji indian philosophy

Ram naam gandhiji indian philosophy

Ram naam શ્રી રામ ગાંધીજીની નજરે...

Ram naam gandhiji indian philosophy

Ram naam gandhiji indian philosophy

એક ક્ષીણ દેહધારી વ્યક્તિ ઉપખંડ જેવડા દેશમાં જનજન અને ઘરઘર વ્યાપી ક્રાંતિ ફેલાવે એ જ એક આશ્ચર્યજનક ઘટના છે. એ દૂબળો પાતળો દેહ આટલી આત્મ શક્તિ કેમનો ધરાવતો હશે? આ પ્રશ્નનો જવાબ મળે છે એમની જ એક પુસ્તિકા ‘ રામનામ ‘ માં. Ram naam gandhiji indian philosophy

સામાન્ય રીતે ગાંધીજીને હમણાં હમણાં એક જુદી જ રીતે જોવાઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીજી લિખિત ‘ રામ નામ ‘ પુસ્તિકા વાંચેલી. આજે થયું એ પુસ્તિકાની વાતું આપની હારે શેર કરું. જેમાં એમણે રામ ભગવાન અને રામ નામની શક્તિ વિશે વાતો કરી છે.

Ram ભારતનો પ્રાણ...

રામ નામ, ઈશ્વર, અધ્યાત્મ, ધર્મ એ શા માટે ભારતના મહાન આત્માઓનો પણ સ્વભાવ બની રહે છે. કારણ એક જ છે. ધર્મ એ ભારતનો પ્રાણ છે. એના સહારે જ ચાલી શકાય અને તમે અધ્યાત્મિક ન હોવ કે ઈશ્વરનો સ્વીકાર ન કરો તો ભારતવાસી તમને લાંબો સાથ આપે પણ નહિ. Ram naam gandhiji indian philosophy

Ram ગાંધીજીના જીવનમાં રામ નામનો પ્રવેશ...

ગાંધીજી બહુ નાના હતા ત્યારે એમને સાચવનાર વ્યક્તિ એમને રામકથા સાંભળવા લઈ જતા. એમાંથી એમને ઘણા પ્રશ્નો થતા. ધીમે ધીમે એમની શ્રદ્ધા દૃઢ થાઇ અને એ રામ નામ લેતા થયા. આગળ જતાં એમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને સત્યને સ્વીકાર્યું. રામાયણ વાંચતા થયા એ પછી એમણે રામને જાણ્યા અને પછીતો હંમેશ માટે એ એમની સ્તુતિ કરવા લાગ્યા અને રામ નામનું સ્મરણ એમનું રોજિંદા જીવનનું એક અંગ બની ગયું. Ram naam gandhiji indian philosophy

જે લોકો એમ માને છે કે ગાંધીજી હિન્દુધર્મ કે રામ પ્રત્યે કોઈ જાજો ભાવ ના હતો એમણે એક વખત આ પુસ્તક વાંચવું અને ગાંધીને સમજાય કે ના સમજાય પણ રામ જરૂરથી સમજાય જશે...

ગાંધીને ગયે કેટલાય વર્ષો થઈ ગયા પણ એ ‘ હે રામ ‘ થી જીવંત છે. આ રામનામનું અવલંબન એમને લીધું અને એમને કેવી અનુભૂતિ થઈ એની સમગ્ર વાત તો બુકમાં છે અહીં કેટલાક અવતરણ..

Ram ' રામનામ ' પુસ્તક માંથી કેટલાંક અવતરણ...

Ram naam gandhiji indian philosophy

હું માનું છું કે નિરોગી આત્માનું શરીર પણ નિરોગી હોય. એટલે જેમ આત્મા નિર્વિકારી થતો જાય તેમ શરીર પણ નિરોગી થતું જાય. આનો અર્થ એવો નથી કે નિરોગી શરીર એટલે બળવાન શરીર. બળવાન આત્મા ક્ષીણ શરીરમાં જ વસે છે. - ગાંધીજી

***

જેમ ભૂખ્યા માણસને ભોજન મળ્યે સ્વાદ આવે છે તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનામાં સ્વાદ આવવો જોઈએ. - ગાંધીજી

***

ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું અવલંબન ને મુસલમાનોને અલ્લના નામ માંથી મળે. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે ને બધાં સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામ સ્મરણ પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણ માંથી આવવું જોઈએ. - ગાંધીજી

***

આ અતિશય કઠિન કાળમાં રામ નામ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબર ને ખાતર, કેટલીક જગ્યાએ પોતાના સ્વાર્થને ખાતર, અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવા ખાતર પણ ગવાયેલું મેં ભાળ્યું છે. - ગાંધીજી

***

રામ કરતાં રામનું નામ મોટું છે. હિન્દુધર્મ મહાસાગર છે. - ગાંધીજી

***

ઈશ્વર પર તમારી શ્રદ્ધા હોય તો તમારી પત્ની કે દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે?જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવું, એ માનવજાત પરની, ઈશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. - ગાંધીજી

***

જરાયે સંકોચ વિના હું આ સ્થળેથી જાહેર કરવા માગું છું કે માનવજાતના લાખો માણસો સાથે મળીને બરાબર તાલમાં રામધૂન જગાવે છે ત્યારે લશ્કરી તાકાતના કરતાં જુદા પ્રકારની પણ અનંતગણી ચડિયાતી શક્તિ પ્રગટ થાય છે. અને બીજું, હૃદયના ઊંડાણમાંથી ઊઠતી ઈશ્વરના નામની આ ધૂન આજે જે ખાનાખરાબી ને વિનાશ જોવાનો મળે છે તેને ઠેકાણે કાયમની શાન્તિ અને સુખ નિર્માણ કરશે. - ગાંધીજી

****

સોનેરી નિયમ તો એ છે કે, આપણને ખરું લાગે તે નીડર બનીને કરીએ, દંભ અને જૂઠાણું તો જગતમાં ચાલતાં જ રહેવાનાં. આપણે ખરી વસ્તુ કરીશું, તો તેથી દંભ અને અસત્ય કાંઈકેય ઓછાં થશે; વધશે તો નહીં જ. એટલું જોવું જોઈશે કે, જ્યાં ચારે કોર અસત્ય ફેલાયેલું છે, ત્યાં આપણે પણ તેમાં ફસાઈને પોતાની જાતને છેતરીએ નહીં, ઢીલાશને કારણે અજાણપણેયે ભૂલ ન કરી બેસીએ. દરેક સંજોગોમાં સાવધ રહેવું એ જ કર્તવ્ય છે. સત્યનો પૂજારી બીજું કરી જ ન શકે. રામનામ જેવું રામબાણ ઓસડ લેવામાં સતત જાગૃતિ નહીં હોય, તો રામનામ ફોકટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું. - ગાંધીજી

******
Ram naam gandhiji indian philosophy

જે માણસો એમ માને કે મંડળમાં બેસી નામનો શોર કરી મૂકીએ એટલે ભૂતકાળનાં, ચાલતાં અને ભવિષ્યનાં બધાં પાપ ધોવાઈ જાય છે અને શોર ઉપરાંત કાંઈ જ કરવાપણું નથી રહેતું એ દૂરથી વંદના કરવા યોગ્ય છે. એનું અનુકરણ ન કરાય. ...

...તેથી જે રામનામનો પ્રચાર કરવાને ઇચ્છે તેણે પોતે એ પ્રચાર પોતાના હૃદયમાં કરી રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી પ્રચાર કરવો. એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપશે. પણ જ્યાંત્યાં અને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડને ઉમેરી રામનામને નિંદવું અને નાસ્તિકતાનો ધોધ ચાલી રહ્યો છે તેનો વેગ વધારવો. - ગાંધીજી

*****

જે કોઈ ફાવે ત્યાં ફાવે તેમ ફૂંકી, કચરો કે ગંદવાડ નાખી, અથવા બીજી રીતે હવાને બગાડે છે તે કુદરતનો ને માણસનો ગુનેગાર છે. માણસનું શરીર ઈશ્વરનું મંદિર છે. એ મંદિરમાં જનારી હવાને દૂષિત કરનાર મંદિરને પણ અભડાવે છે. તેનું રામનામ લીધેલું મિથ્યા છે. - ગાંધીજી

આ પુસ્તિકા ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી છે. નવજીવન પ્રકાશનમાં ઉપલબ્ધ થશે.

Ram naam gandhiji indian philosophy

#Ram #Ramnaam #gandhiji #indian #philosophy

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow