Library : ૧૨૦ વર્ષ જૂનું જાફરાબાદનું પુસ્તકાલય : નામ અને કામ જાણી થાય સલામ
Library : 120 Years Old Library in Jafrabad Gujarat
Library : 120 Years Old Library in Jafrabad Gujarat work and Name are Unique
Library : ૧૨૦ વર્ષ જૂનું જાફરાબાદનું પુસ્તકાલય : નામ અને કામ જાણી થાય સલામ
મુલાકાત અને આલેખન - આનંદ ઠાકર
' આત્મઔષધ ' - પુસ્તકાલય...
કોઈ લાઈબ્રેરીનું નામ ' આત્મઔષધ ' હોય એ જ આશ્ચર્ય અને અદ્ભુત વાત છે. અમારા ઊનાની નજીકમાં જાફરાબાદ બંદર અને તેના બસ સ્ટેશનમાં ૧૨૦ વર્ષ જૂનું પુસ્તકાલય.
આટલા વર્ષે એ ન માત્ર અડીખમ છે પણ નવાસવા પુસ્તકાલયો કે અન્ય પુસ્તક માટે જીવતી સંસ્થાઓ કે અન્ય સરકારી લાઇબ્રેરીને હંફાવે છે અને એને પાછળ રાખીને છ - છ વખત રાજ્યકક્ષાના ઇનામો પ્રાપ્ત કરે છે. છેલ્લા વાવાઝોડામાં પણ અડીખમ ઉભું રહ્યું અને ખજાનો સચવાઈ ગયો.
Library : 120 Years Old Library in Jafrabad Gujarat work and Name are Unique
આજથી ૧૨૦ વર્ષ પહેલાં એટલે કે ભારતના જ્ઞાની મહાપુરુષ સ્વામી વિવેકાનંદના મૃત્યુનું વર્ષ ( ૪ જુલાઈ ૧૯૦૨ ) તો વળી, ભારતના પૂર્વભાગ બંગાળમાં એ વર્ષમાં અરવિંદ ઘોષ, બરિન્દ્ર ઘોષ, સુભાષચંદ્ર બોઝ વગેરે બંગાળના ક્રાંતિકારીઓએ ' અનુશીલન સમિતિ ' બનાવીને કામ કરી રહ્યા હતા. દક્ષિણ ભારતમાં રેલવે લાઇનની શરૂઆત થઈ રહી હતી. વિશ્વમાં ઔધોગિક ક્રાંતિ થઈ રહી હતી. એ સમયે ભારતના પશ્ચિમ ભાગના છેવાડે છેક દરિયા કિનારે આવેલા એક પરિવાર શેઠ ત્રિભોવનદાસ માવજીભાઈને એક વિચાર આવે છે પુસ્તકાલય અને ફ્રી રીડિંગ રૂમ લોકો માટે બનાવવાનો. કેવી અદ્ભુત અને દીર્ઘદૃષ્ટિ વાળું સાહસ જેમાં માત્ર લોકોની સેવાર્થે ઘસવાનું હતું અને એ પણ એ સમયે જ્યારે દુકાળ, અતિવૃષ્ટિ જેવા કુદરતી કે માનવસર્જિત આફત સામે સુરક્ષા મેળવવાનું કોઈ સાધન નહોતું. એ સમયે ' મારા ગામના વ્યક્તિ શિક્ષણ મેળવે, જ્ઞાન મેળવે ' એ વિચાર આવવો એ જ મહત્વની વાત છે.
Library : 120 Years Old Library in Jafrabad Gujarat work and Name are Unique
જાફરાબાદ પુસ્તકાલયની વિશેષતા...
[caption id="attachment_5259" align="alignnone" width="300"] Jafarabad library with librariyan allarakha bhai[/caption]
ઈ. સ. ૧૯૦૨ થી ૧૯૪૪ સુધી શેઠનો પરિવાર જ આ પુસ્તકાલયના સંચાલન સાંભળતો.
૧૯૪૫ થી સ્થાનિક કેળવણી સમિતિ દ્વારા સંચાલન થતું.
૧૯૫૨ થી સરકાર તરફથી પણ સ્વીકૃતિ મળી.
અત્યારે જે સ્થિતિમાં પુસ્તકાલય ' આત્મ ઔષધ ' કેન્દ્ર તરીકે અસ્તિત્વમાં છે એ ૧૯૬૦ માં નવીનીકરણ પામેલું છે. જેનું ઉદઘાટન એ સમયના ગુજરાતના મુખ્મંત્રીશ્રી બળવંતરાય મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું.
૨૦૧૦ માં પુસ્તકાલયને કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું.
૨૦૧૨ માં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું.
આ પુસ્તકાલયને છ પુરસ્કાર પ્રાપ્ત થયા તેમાં 1982, 1989, 1993, 1996, 2006, 2019, આમ, છ - છ એવોર્ડ સતત પ્રાપ્ત કર્યાં છે. એટલે એવું પણ નથી કે એકવાર શૉ કરીને ખતમ છેલ્લા વર્ષે હમણાં પણ 2019 માં પુરસ્કાર પ્રાપ્ત થયો.
આ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે છેલ્લા 32 વર્ષથી કાર્ય કરનાર અને હાલ સરકારી ધોરણે સેવાનિવૃત્ત છતાં સેવા પ્રવૃત્ત એવા અલ્લારખા ભાઈ દ્વારા ખૂબ સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ ગ્રંથાલયની સૌથી મોટી સુંદરતા...
આ ગ્રંથાલયની સૌથી મોટી સુંદરતા હોય તો એ છે કે આ સરકાર કરતા લોકો દ્વારા, ટ્રસ્ટ દ્વારા વધુ ચાલે છે. લોકો મુક્ત પને દાન પણ આપે છે એ જોયું ત્યારે થયું કે જો લોકો આ રીતે વચાનાલય સાથે જોડાય તો વાચવા પણ આવે. અમે દસ વાગ્યાની આસપાસ પહોંચ્યા ત્યારે ત્યાં સંતોષ થાય એવી સંખ્યામાં વાચકો ઉપસ્થિત હતા અને સુવિધાઓનો લાભ લઇ રહ્યા હતા.
સભ્યો...
આ પુસ્તકાલયને આજે પણ 741 જેટલા સભ્યો છે. રોજ પુસ્તકાલયની મુલાકાત લેનારા લોકોની સંખ્યાની સરાસરી પણ સો ઉપરની છે.
Library : 120 Years Old Library in Jafrabad Gujarat work and Name are Unique
નવતર પ્રયોગો...
બીજો એક નવતર પ્રયોગ એ છે કે સભ્યોનો ફોટો અને નામ સામે રાખવામાં આવ્યા છે જેથી અન્યો પણ પ્રેરણા લે અને ગ્રંથપાલ અલ્લારખા ભાઈનું કહેવાનું છે કે જો એમની નવી પેઢી માંથી કોઈ લાઇબ્રેરીની મુલાકાત લે તો એમને ખ્યાલ આવે ફોટો મે નામ જોઈને કે આપણી પેઢીમાં પણ આ લોકો વાચનનો લાભ લેતા હતા.
છાપાઓ, સામયિકો ઉપરાંત 21 હજાર ઉપરાંતના પુસ્તકો છે. સૌથી મહત્વની વાત કે આજે જે આપણે મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ' અડધી સદીની વાચનયાત્રા ' કે મિલાપ શ્રેણી વાચીએ છીએ એ જેમાંથી સંપાદિત થયું છે તે ' મિલાપ ' સામયિક જે એક દંતકથા બની ગયું એની બધા જ અંકોની ફાઈલ ખૂબ સરસ રીતે સાચવી છે. એને સ્પર્શી, જોઈ અને ફરી મહેન્દ્રભાઈને મળ્યાનો ટાઢો શેરડો હૃદયમાં અનુભવ્યો.
આવું તો ન જાણે કેટલુંય ત્યાં જૂનું અને નવું છે જે પુસ્તકપ્રેમીઓ માટે હૈયું ટાઢું કરે. પ્રવેશો એટલે અલ્લારખા ભાઈએ લખેલા સુવિચાર, ગઝલ અને સાહિત્યિક પંક્તિઓના બોર્ડ આપણું સ્વાગત કરે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટઝન અને કેરિયર માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા. સંદર્ભગ્રંથો માટે ઉપર બાલ્કનીમાં અલાયદો ઓરડો અને આરામદાયક બેઠક વ્યવસ્થા. આ બધું જ જોવાજેવું અને પ્રેરણા લેવા જેવું છે.
મારી મુલાકાત અને ફળશ્રુતિ...
અમારા ઊનાના ઇતિહાસવિદ્, જ્યોતિષ અને શાસ્ત્ર મનિષી હિતેશભાઈ જોશી " શાસ્ત્રીજી " મને ઘણી વખત કહેતા કે જાફરાબાદનું પુસ્તકાલય જોવજેવું છે. હમણાં તેમની સાથે જ જાફરાબાદ પુસ્તકાલયની મુલાકાત લેવાનું થયું. જ્યાં ગુજરાતી સાહિત્યનો નવો અવાજ એવા વિષ્ણુ ભાલિયાને પણ મળવાનું થયું આ ઉપરાંત ઘોરી સાહેબ, વ્યાસ સાહેબ, વિજયભાઈ વગેરેને મળીને ખૂબ આનંદ થયો.
આજના મોબાઈલના યુગમાં ઉંધે માથે થયેલી પ્રજાતિ માટે આ બધા તીર્થ સ્થાનો છે કોકવાર આપણા આસપાસના યુવાનો, કુટુંબ પરિવારના બાળકોને લઈને શહેરની કે આવી લાઈબ્રેરીમાં લઇ જવા જોઈએ.
Library : 120 Years Old Library in Jafrabad Gujarat work and Name are Unique
મુલાકાત અને આલેખન - આનંદ ઠાકર
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






