Success Story : 85 વર્ષની ઉંમરે એક બ્રાન્ડ કરી લોન્ચ, કરી આવી કમાણી
success after 85 years hair care products
Success Story : 85 વર્ષની ઉંમરે એક બ્રાન્ડ કરી લોન્ચ, કરી આવી કમાણી
success story | success after 85 years hair care products | hair oil | other useful product | old age life | meaningful life | inspiring story | motivational view |
આજે અહીં એક એવા વ્યક્તિની વાત કરવી છે જેની ઉંમર 85ને વટી ગઈ છે. આટલી ઉંમરના વ્યક્તિ તો ઘરમાં એક ખૂણે બેસી અને ભગવાન ભજન કરી અને બે ટાઈમના રોટલાની રાહ જોતા પોતાનું બાકી આયુષ્ય પસાર કરે છે ત્યારે અમદાવાદમાં એક 85 વર્ષના રાધાકૃષ્ણન ચૌધરીએ અંતિમ ઓવરોમાં સફળતાની સદી ફટકારી દીધી છે. આગળ જાણો, આવા સફળ અને અદમ્ય ઉત્સાહ ધરાવતા વ્યક્તિત્વ વિશે...
એક વખત એવું બને છે કે રાધાકૃષ્ણન સાહેબને એની દિકરીએ વાળ ખરવાની ફરિયાદો વારંવાર કરવા લાગી. રાધાકૃષ્ણન સાહેબ પોતે એક બિઝનેસમેન હતા પણ હમણાંથી ઘણાં સમયથી નિવૃત્ત જીવન પસાર કરતા હતા અને આયુર્વેદમાં રસ એટલે વાંચતા રહેતા હતા.
એમની દિકરીએ કહેલી સમસ્યા વિશે એમણે વિચાર્યું અને તેણે જોયું કે સમાજમાં આજે માથાના વાળ ખરવા એ હવે પાંચે બે જેમનો રેસિયો થઈ ગયો છે. આપણા આહાર – વિહારના લીધે ઘણીવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ હવે તો બધાની ફાસ્ટ લાઈફ છે તેમાં રોકાવાઈ એમ નથી તો શું કરવું?
અને પછી શરુ થયું 85 વર્ષની ઉમરે એક નવું જ મિશન. ઉમરને કારણે શરીરની થોડી નબળાઈ પણ હૈયામાં હામ અપાર અને આંખોનું તેજ અને અંતરનું બળ એટલું કે રાધાકૃષ્ણન સાહેબે થોથાઓ ફેંદવા માંડ્યા.
પોતાની પ્રોડક્ટ વેબસાઈટ https://avimeeherbal.com/ પર તેઓ પોતાની કેફિયત દેતા કહે છે કે એક વર્ષ. જી હા. એક વર્ષ તેમણે માત્ર રિસર્ચ પાછળ ખર્ચ કર્યું. એ પછી એમણે રિસર્ચ પ્રમાણે તેલની ફોર્મુલા નક્કી કરી.
વધુ આશ્ચર્ચ તો એ થયું કે ફોર્મુલા નક્કી કર્યા પછી તેના ટેસ્ટિંગ માટે તેમણે પોતાની જ લેબ વસાવી અને તેમાં જ ટેસ્ટિંગ શરુ કર્યું. www.thebetterindia.com -ને ઈન્ટર્વ્યુ દેતા તેઓ કહે છે કે આમાં તેલ, નારિયળ, તલ, એરંડા, કલોંજી અને ઓલીવ જેવી ઔષધીઓનો ઉપયોગ કર્યો છે. વધુમાં તેઓ ઉમેરે છે કે આ પ્રોડક્ટનો હેતુ ખરતા વાળ અટકાવવા માટે રાસાયણ મુક્ત ઉપાય આપવાનો હતો.
પુરુષની સફળતામાં સ્ત્રીનો પણ એટલો જ મહત્વનો રોલ હોય છે. મોટી ઉંમરે પણ રાધાકૃષ્ણન સાહેબને તેમની પત્ની શકુન્તલાદેવીએ પણ એટલો જ સાથ સહકાર આપ્યો. પરિવાર સાથે હતો. તેમના પૌત્ર, પૌત્રીઓએ પણ સહયોગ આપ્યો અને તેમણે થોડી વધારે માત્રામાં ઉત્પાદન શરુ કર્યું.
શરૂઆતમાં પોતાના પરિવાર અને મિત્રો, સગાસબંધીઓને આ તેલ ટેસ્ટિંગના એક ભાગરૂપે આપ્યું અને તેમાં તેમને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં. આ જોતા તેમણે મોટાપાયા પર પ્રોડક્શન કરવાનું શરુ કર્યું. હવે થયું એવું કે આજે આ બિઝનેસ દર મહિને એક કરોડ સુધીનો નફો કમાય છે.
success story | success after 85 years hair care products | hair oil | other useful product | old age life | meaningful life | inspiring story | motivational view |
ગુજરાતમાં 50 વર્ષ સુધી બિઝનેસમેન રહ્યા પછી હેરકેર બ્રાન્ડ લોન્ચ કરી, સંશોધન કર્યું, ટેસ્ટ લેબ બનાવી, હેરઓઈલનું સફળ ફોર્મુલા તૈયાર કરી અને તેના ફળ સ્વરૂપે અવીમિ હર્બલની સ્થાપના થઈ. આજે અનેક કર્મચારીઓ અને પોતાના પરિવારના લોકો મંડી પડ્યા છે આ પ્રોડક્ટના ઓડર્સ પૂરા કરવા માટે.
આ વાત ઘણી બાબતો આપણી સામે સ્પષ્ટ કરે છે. એક વસ્તુ તો દિવા જેવી છે કે લગન, મહેનત અને સપનાને સાબિત કરવા કોઈ ઉંમર નથી હોતી. બીજી બાબત કે કોઈ વાત પર મંડી પડો તમારું સમર્પણ તમને કોઈ એક જગ્યાએ લઈ જશે. પણ સૌથી મહત્વની વાત તો એ લાગે છે કે સંતાનોને માત્ર એફ.ડી. કે વારસાગત જમિનો કે ઝવેરાત જ વારસામાં નથી અપાતી પણ એક આઈડિયા – વિચાર – પરિવારની દશા અને દિશાને બદલાવી આપે છે. સમૃદ્ધ કરી આપે છે. અને સાચું ધન એ છે કે જે વર્ષો સુધી જેના પર નિર્ભર રહી શકાય.
source - www.thebetterindia.com, https://avimeeherbal.com/,
success story | success after 85 years hair care products | hair oil | other useful product | old age life | meaningful life | inspiring story | motivational view |
અમારી સાથે જોડાવા માટે.... ????????????
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






