INNOVATION : સાઉદીનો આ નવતર પ્રયોગ, દુનિયાના દેશોને વિચારતા કરી મૂક્યા છે...

INNOVATION Green Initiative environment global healthcare

Jul 14, 2024 - 14:40
 0  2
INNOVATION : સાઉદીનો આ નવતર પ્રયોગ, દુનિયાના દેશોને વિચારતા કરી મૂક્યા છે...

INNOVATION Green Initiative environment global healthcare

The Saudi Green Initiative works on increasing Saudi Arabia’s reliance on clean energy, offsetting emissions, and protecting the environment, in line with Vision 2030. It aims to improve quality of life and protect future generations.

INNOVATION Green Initiative environment global healthcare

INNOVATION : સાઉદીનો આ નવતર પ્રયોગ, દુનિયાના દેશોને વિચારતા કરી મૂક્યા છે...

 

આલેખન - દિલીપભાઈ મહેતા ( વડોદરા, પ્રસિદ્ધ પત્રકાર )

સાઉદીના શાહજાદા મોહમ્મદ બીન સલમાનના વિઝન વિષે ઘણું બધુ લખાઈ ચૂક્યું છે. દેશને વિકાશશીલ અને સામાજિક, શૈક્ષણિક રીતે આધુનિક બનાવવા માટેની એમની ખેવના વિષે પણ ઘણી વાતો થઈ ચૂકી છે, પરંતુ લીંબુના નામે કાર્ટુન્સ જોઈને અને જોક્સ વાંચીને મને સાઉદી પ્રિન્સનો લીંબુ પ્રેમ પણ યાદ આવી ગયો છે.

આ પણ વાચો - Gujarati Balvarta : પરાધીનતાનું પરિણામ

સાઉદી ગ્રીન ઇનિસિએટિવ પ્રોજેકટ

INNOVATION Green Initiative environment global healthcare

પ્રિન્સ દ્વારા પ્રેરિત ‘સાઉદી ગ્રીન ઇનિસિએટિવ પ્રોજેકટ અંતર્ગત હવે સાઉદી અરેબીયામાં રણને લીલાંછમ બનાવવાની ભવ્ય યોજના છે , જેમાં 2036 સુધીમાં સમગ્ર દેશ લીલો છમ્મ બની જવાની આશા છે.

 

શું છે સાઉદી ગ્રીન ઇનિસિએટિવ પ્રોજેકટ?

 

૨૫ ઓકટોબર ૨૦૨૧ ના રોજ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે સોમવારે મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે રોકાણ ભંડોળ અને સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ માટે 39 બિલિયન રિયાલ ($10.4 બિલિયન) સુરક્ષિત કરવાનો છે. .

 

જ્યારે માર્ચમાં મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ માટેની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજકુમારે જણાવ્યું હતું કે તેનો હેતુ પ્રદેશના હાઇડ્રોકાર્બન ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જનમાં 60% ઘટાડો કરવાનો છે અને અબજો વૃક્ષો વાવીને વિશ્વના સૌથી વધુ પાણી-તણાવવાળા પ્રદેશોમાંના એકમાં રણીકરણને ઉલટાવવાનું છે.

INNOVATION Green Initiative environment global healthcare

2036 સુધીમાં સમગ્ર દેશમાં (સાઉદી અરેબીયામાં) દસ અબજ જેટલા વિવિધ વૃક્ષોનું વાવતેર થશે અને જતન પણ થશે. આવતા વર્ષથી આ પરિયોજનાનો પ્રારંભ થશે જેમાં Jeddah પોર્ટની આસપાસ મેંગ્રોવ્ઝના છોડ રોપવામાં આવશે. 2025 સુધીમાં રેગિસ્તાન અને પહાડી વિસ્તારમાં જુદા જુદા ફળોના ચાર કરોડ વૃક્ષોની રોપણી થશે. એક સ્થળે ચાર કરોડ લીંબુડી પણ રોપવામાં આવશે. આ વૃક્ષોની સિંચાઇ માટે રિસાયકલ્ડ પાણી આપવામાં આવશે. 16 ચોરસ કિલો મીટરના સલમાન પાર્કમાં પણ 10 લાખ વૃક્ષો ઉગાડવામાં આવશે. દેશના બીજા પાર્કસમાં પણ લાખો વૃક્ષો ઉછેરવામાં આવશે. 2027 સુધીમાં 75 લાખ વૃક્ષો વાવીને રિયાધ સિટીને ગ્રીન કવર આપવામાં આવશે. રિયાધને દસ ટકા ગ્રીન કવર મળશે.

 

2036 સુધીમાં મક્કાને દોઢ કરોડ વૃક્ષોથી લીલુંછમ્મ કરવામાં આવશે. આ ડ્રીમ પ્રોજેકટ માટે સમગ્ર વિશ્વમાંથી ગ્રીન કલ્ચરના નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.

INNOVATION Green Initiative environment global healthcare

ખરેખર , રણ ને લીલાછમ્મ કરવાની પ્રિન્સ સલમાનની પ્રબળ ઈચ્છા શક્તિને સલામ ! એમને જે રીતે કામ શરૂ કર્યું છે એ જોઈ અને દુનિયાના દેશો એમની પ્રસંશા કરી છે ને એમના પ્રોજેક્ટ પરથી પ્રેરણા લીધી છે.

 

ગુજરાત પાસે 1600 કિ.મીટર નો દરિયો છે, , હજારો એકર ખાલી જમીન પણ પડી છે. આ માટે આવું કશુંક નવું વિચારી શકાય. અરે પ્રજાએ કામ ઉપાડી શકાય. આપણે ત્યાં રાષ્ટ્રીય ધોરી માર્ગ બને ત્યારે હજારો વૃક્ષો કપાય છે, તો સમે વવાય એવું પણ કંઇક દૃષ્ટિયુક્ત આયોજન થઈ શકે. સાઉદી પેટ્રોલિયમ પેદાશોના કારણે ધનવાન દેશ છે. આપણે ત્યાં આવું કામ સાથી હાથ બઢાના - ની જેમ કરવામાં આવે તો જ થઈ શકે. માત્ર સરકાર, તંત્ર કે કર્મચારીઓ પર રહેવાથી શક્ય નથી. આવનારી પેઢીને કશુંક ખરેખર આપવું હોય તો આવું કરવું પૃથ્વીની જરૂરિયાત થઈ ગઈ છે.

 

આલેખન - દિલીપભાઈ મહેતા ( વડોદરા, પ્રસિદ્ધ પત્રકાર )

 

સૌજન્ય...

Saudi gazette

Arab newz

https://www.reuters.com/business/cop/mideast-green-initiative-invest-104-bln-says-saudi-crown-prince-2021-10-25/

 

https://www.vision2030.gov.sa/v2030/v2030-projects/saudi-green-initiative/


અમારી સાથે જોડાવા માટે.... ????????????

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow