આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ... શ્રેણી - 3
Hindu religion books Puranas

Hindu religion books Puranas part 3
આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ...
- જય પંડ્યા
શ્રેણી - 3
વાચક મિત્રો આપણે ' પુરાણ સિરીઝ અંતર્ગત અત્યાર સુઘી "બ્ર્મ્હ પુરાણ",
"પદ્મ પુરાણ", " વિષ્ણુ પુરાણ ", "શિવ પુરાણ " , "ભાગવત પુરાણ" તથા
" માર્કંડેય" પુરાણ વિશે માહિતી મેળવી હવે પછી આ એપિસોડમાં આપણે આગળના પુરાણ ગ્રંથો વિશે માહિતી મેળવીશું.
8 -અગ્નિ પુરાણ -
આ ગ્રંથ શાસ્ત્રીય દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો છે. આ ગ્રંથમાં 12,000 શ્લોક અને 383 અધ્યાય સમાવિષ્ટ છે. આ ગ્રંથના વક્તા ભગવાન અગ્નિ દેવ તથા શ્રોતા મહર્ષિ વશિષ્ઠ છે. આથી આ ગ્રંથનું નામ અગ્નિ પુરાણ છે.
આ ગ્રંથમાં સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા તથા ઉપાસનાનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથ જ્ઞાનનો વિશાળ ભંડાર છે જેમા દરેક વિધાઓનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે.
આ ગ્રંથમાં આગળ બ્ર્મ્હના બે સ્વરૂપ શબ્દ બ્રમ્હ અને પર બ્રમ્હ તથા બે બ્રમ્હ વિદ્યા 1 પરા વિધા અને 2 અપરા વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં વૈષ્ણવોના નિયમ ભક્તિના લક્ષણો વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે.
આ ગ્રંથમાં શિવ ઉપાસનાની માહિતી વિસ્તારથી જોવા મળે છે. તથા વ્રતની તિથિ તથા તે વ્રત અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવી છે. આ સિવાય વ્રત કર્મનું જીવનમાં શું મહત્વ છે. તથા તે જીવનમાં કેટલા ઉપયોગી મોક્ષદાયી બની રહે છે તે અંગેનો વિસ્તારથી ઉલ્લેખ આ ગ્રંથમાં જોવા મળે છે.
આ ગ્રંથમાં મંત્ર વિદ્યા, સ્ત્રી પુરુષ લક્ષણ, સર્પ વગેરે બાબતો પણ ઉલ્લેખિત છે. અગ્નિ પુરાણ મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત છે. પ્રથમ ભાગમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર તથા 11 રૂદ્ર, 8 વસું તથા 12 આદિત્યનો ઉલ્લેખ જોવા મળે છે.
વિષ્ણુ અને શિવની પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય સૂર્ય પૂજા અને નરસિંહ મંત્રની માહિતી પણ આ ગ્રંથમાંથી મળી આવે છે. જ્યોતિષ શાસ્ત્ર, ભૂગોળ, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ, અભિષેક વગેરે જેવી બાબતો પણ જોવા મળે છે.
સંપત્તિ, સેવક, કિલ્લા, રાજધર્મનો ઉલ્લેખ પણ અહીં જોવા મળે છે. ધનુર્વેદનું પણ જ્ઞાન વર્ધક વર્ણન કરવામાં આવ્યું છે. અસ્ત્ર, શસ્ત્ર તથા સૈનિક વિધા વિશે પણ વિસ્તારથી માહિતી આપવમાં આવી છે.
આ સિવાય છંદ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર વગેરે વિશે પણ માહિતી મળી રહે છે. આ ગ્રંથને ભારતીય જીવનનો વિશ્વકોશ ગણવામાં આવે છે.
ચિકિત્સા શાસ્ત્રના નિયમો વિશે પણ આ ગ્રંથમાં વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
9 - ભવિષ્ય પુરાણ -
આ ગ્રંથ વિશે નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ ગ્રંથનો સંબંધ સીધો ભવિષ્ય અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ સાથે છે. તેમાં ક્યાં ધર્મ કે સંપ્રદાયમાં ક્યાં વડા હશે. ક્યાં સંપ્રદાયનો વ્યાપ વધશે? ભવિષ્યમાં આવનારી કંઈ કંઈ ઘટનાઓ હશે ? તેનાથી શું અસર થશે ? વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. કલયુગના સાડા ચાર હજાર વર્ષ પૂર્ણ થયા બાદ કબીર દાસ અવતાર લેશે એવુ પણ અહીં જોવા મળે છે.
ભવિષ્ય વિશે તમામ માહિતી આ ગ્રંથમાંથી મળી રહે છે. આમ ભવિષ્ય પુરાણ ભવિષ્ય વિશે જાણકારી પુરી પાડે છે...
10 - બ્રમ્હ વૈવર્ત પુરાણ -
આ પુરાણના મુખ્ય દેવતાં ભગવાન શ્રી કૃષ્ણ છે. બ્રમ્હ વૈવર્તનો અર્થ પ્રકૃતિ સાથે તથા તેના વિવિધ તત્વો સાથે સંકળાયેલ છે. આ ગ્રંથમાં એવુ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર સૃષ્ટિના સર્જન, પાલન અને સંહાર પાછળ શ્રી કૃષ્ણ છે. તેઓ જ સમગ્ર સૃષ્ટિના ઇષ્ટ છે. તેઓ જ સંચાલન કરે છે. તેઓ જ બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ છે.
11 - લિંગ પુરાણ -
આ ગ્રંથમાં 11,000 શ્લોક છે. આ ગ્રંથમાં ભગવાન વિશે વાત કરવામાં આવી છે. આ ગ્રંથના પૂર્વાર્ધમાં 108 અધ્યાય અને ઉત્તરાર્ધમાં 55 અધ્યાય છે. કુલ 163 અધ્યાય છે. આ શિવ સંપ્રદાયનું મહત્વનું પુરાણ છે. તેમાં ખગોળ વિદ્યા પર વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
આ ગ્રંથમાં આગળ ગાયત્રી મંત્ર, યજ્ઞ વિદ્યા વિશે માહિતી આપવામાં આવી છે. સૂર્ય જ સમગ્ર સૃષ્ટિના દેવતાં છે. ચંદ્ર, નક્ષત્ર અને તારા સૂર્યમાંથી ઉદભવ્યા છે અને તેમાં સામયિ જશે એવુ કહેવામાં આવ્યું છે.
12 - વરાહ પુરાણ -
આ ગ્રથમાં ભગવાન વિષ્ણુના 10 અવતારમાંથી એક વરાહ નારાયણ વિશે માહિતી મળે છે. આ ગ્રંથમાં 217 અધ્યાય અને 10,000 શ્લોક છે. આ ગ્રંથમાં માસ પ્રમાણે ભગવાનના વિવિધ અવતારોની પૂજા વિશે માહિતી આપવામાં આવી છે. ભગવાન વિષ્ણુના ગુણગાન તથા તેના સંબંધિત કથા અહીં આપવામાં આવી છે.
13 - સ્કંદ પુરાણ -
આ ગ્રંથમાં 81,000 શ્લોક છે. કદની દ્રષ્ટિએ આ સૌથી મોટુ પુરાણ છે. આ ગ્રંથમાં જગન્નાથ પુરી, કૌલાશ, મહાકાલ વગેરે જેવા તિર્થ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. આ સિવાય ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા વિષયક માહિતી દર્શાવવામાં આવી છે. આ ગ્રંથના વાંચનથી માણસ મોક્ષ ગતિને પામે છે.
માહિતી સ્ત્રોત - વિવિધ માધ્યમ
સંકલન અને આલેખન - જય પંડ્યા
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






