અજમેર રાજસ્થાનનું શક્તિપીઠ: ગાયત્રીદેવી મંદિર

52 Shaktipith : gayatri devi ajmer temple

Aug 5, 2025 - 21:16
 0  11
અજમેર રાજસ્થાનનું શક્તિપીઠ: ગાયત્રીદેવી મંદિર

52 Shaktipith : gayatri devi ajmer temple

અજમેર રાજસ્થાનનું શક્તિપીઠ: ગાયત્રીદેવી મંદિર

52 Shaktipith : 6 - ગાયત્રી દેવી શક્તિપીઠ અજમેર ( રાજસ્થાન ) 

સંકલન અને આલેખન - જય પંડ્યા

52 Shaktipith : gayatri devi ajmer temple 

52 Shaktipith : gayatri devi ajmer temple[/caption]

નવરાત્રી ઉત્સવ અંતર્ગત આપણે પાંચ દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવી તેમનું પૌરાણિક મહત્વ તેમનો ઇતિહાસ વગેરે જેવી બાબતો જાણી ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી શ્રી શકટામ્બીકા માતા વિશે પણ માહિતી મેળવી.

પાંચ એપિસોડ...

આપણે આ પાંચ એપિસોડ દ્વારા દરેક શક્તિપીઠ વિશે માહિતી મેળવી અને તેમાં જાણ્યું દરેક શક્તિપીઠનું એક મહત્વ છે તેની એક આગવી વિશેષતા છે. અગાઉના પાંચ એપિસોડમાં ત્રિપુર માલીની માતાજે પાંચમાં શક્તિપીઠ છે. તેમના વિશે જાણ્યા બાદ આજે આપણે આ જ સિરીઝ અંતર્ગત 'સહજ સાહિત્ય પોર્ટલ' હેઠળ છઠ્ઠા દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવશું. જેની અંદર આપણે રાજસ્થાન રાજ્યના અજમેરમાં સ્થિત શ્રી ગાયત્રી દેવી શક્તિપીઠ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. અને જાણીશું આ મંદિરનો ઇતિહાસ તથા આ મંદિર સાથે જોડાયેલી દંત કથાઓ વિશે.

6 - ગાયત્રી દેવી શક્તિપીઠ અજમેર ( રાજસ્થાન ) 

છઠ્ઠા સ્વરૂપ  જાણીશું....

આપણેસૌ એ તો જાણીએ છીએ કે પ્રજાપતિ દક્ષ દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેમાં તેઓ ભગવાન શંકરને આમંત્રિત કરતા નથી. જેના કારણે તેમની પુત્રી એટલે કે માતા સતી પોતાનો દેહ અગ્નિકુંડમાં હોમી દે છે. આ જોઈ ભગવાન શંકર ખૂબ જ ક્રોધિત થાય છે. તેઓ માતા સતીના દેહને ઉપાડી અને સમસ્ત બ્રહ્માંડમાં તાંડવ મચાવે છે. આ જોઈ ભગવાન વિષ્ણુ નારાયણ માતા સતીના દેહ પર પોતાનું સુદર્શન ચક્ર છોડે છે. અને માતા શક્તિના અંગોના 52 ટુકડા થાય છે. જે 52 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અગાઉના પ્રકરણોમાં પણ આ વિશે વાત કરવામાં આવી છે. આજે આપણે માતાજીના છઠ્ઠા અંગ અર્થાત છઠ્ઠા શક્તિપીઠ કે છઠ્ઠા સ્વરૂપ  જાણીશું.

માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર પડ્યું હતું? 

પૌરાણિક ગ્રંથોના ઉલ્લેખ અનુસાર માતાજીના હાથનું કાંડુ આ સ્થાન પર હોવાની માન્યતા છે.

આ મંદિર અન્ય કયા નામે ઓળખાય છે? 

ગાયત્રી શક્તિપીઠ મણી દેવિકા નામે પણ ઓળખાય છે. આ સ્થાન પાપ મોચીની શક્તિપીઠ તરીકે પણ પ્રખ્યાત છે.

આ મંદિરની ચારે તરફ માતા ગાયત્રી તથા ગાયત્રી મંત્ર મહિમા નું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંદિરના પ્રવેશ દ્વાર પર ભગવાન શ્રી શંકર પોતાના વાહન નંદી સાથે વિરાજમાન છે. તથા ભગવાન શ્રી કુબેર, હનુમાનજી તથા ગણેશજી પણ અહીં વિરાજમાન છે. આ મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે.

આ મંદિરમાં સૌથી ઉપરના ગુંબજમાં સ્વર્ણ કળશ પાસે ૐ છે. જે વિશ્વ શાંતિનો સંકેત આપે છે.

આ મંદિરમાં ગાયત્રી પરિવારના સંસ્થાપક એવા શ્રી રામ શર્મા આચાર્ય તથા ભગવતી દેવી શર્મા ની મૂર્તિ તથા તેમની ચરણ પાદુકા દ્રષ્ટિ ગત થાય છે.

આ મંદિરમાં સંત કબીર તથા સંત શ્રી રામદાસ ની પ્રતિમા પણ અંકિત છે.

મંદિરના બાજુના ભાગમાં સાધના કક્ષ છે. જ્યાં નિત્ય લોકો દ્વારા મા ગાયત્રી નું ધ્યાન ધરવામાં આવે છે અને તેમની સાધના કરવામાં આવે છે.

પુષ્કળ લીલોતરી તથા પ્રાકૃતિક સૌમ્ય વાતાવરણ ધરાવતા આ મંદિરની મુલાકાત લેવી એ પણ એક લાહવો છે. આ મંદિરની વચ્ચે એક યજ્ઞશાળા પણ સ્થિત છે.

ગાયત્રી સાધના....

માતા ગાયત્રીને હિન્દુઓના ખાસ કરીને બ્રાહ્મણોના ઇષ્ટ દેવી કહેવામાં આવે છે.

 ગાયત્રી પરિવારના સંસ્થાપક એવા શ્રી રામ શર્મા આચાર્યએ જણાવ્યું છે કે ગાયત્રી મંત્ર ખૂબ જ ચમત્કારી છે. અને તેની સાધના ખૂબ જ શુભ ફળ આપનારી છે. એટલે તેઓએ ગાયત્રી મંત્ર તથા માતા ગાયત્રીની ભક્તિ નો મહિમા વધારવા તથા ગાયત્રી મંત્ર નું મહત્વ શું છે તે સમજાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. જેના કારણે આજે કેટલાય લોકો ગાયત્રી સાધના કરે છે. અને ગાયત્રી પરિવાર ખૂબ જ વ્યાપ ધરાવે છે.

ગાયત્રી મંત્ર...

ગાયત્રી મંત્રને નાર અને ગંગોત્રી કહેવામાં આવ્યો છે. ગાયત્રી મંત્ર તમામ મંત્રોથી ઉપર છે. એવો ઉલ્લેખ છે કે ઋગ્વેદના ત્રીજા મંડળમાં આ દસમો શ્લોક છે.

કદાચ આપણે જાણતા હોઈએ કે ન પણ જાણતા હોઈએ તેવું એક રહસ્ય ગાયત્રી મંત્ર સાથે જોડાયેલું છે. ઋષિ વાલ્મિકી રચિત રામાયણ આપણે સૌ જાણીએ છીએ. કે તેમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ તથા માતા સીતાના જીવન પ્રસંગનો આ પૌરાણિક પવિત્ર ગ્રંથ છે. કદાચ સંપૂર્ણ રામાયણ તમે પઠન કર્યું હોય. છતાં આ એક વાત તમે નહીં જાણતા હોય કે રામાયણની અંદર કુલ 24000 મંત્ર છે. જેમાં તેના દરેક અધ્યાયના દરેક શ્લોકના પ્રથમ અક્ષરથી જે મંત્ર બન્યો તે ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર કુલ 24 અક્ષર નો બનેલો છે. અને તે રામાયણ ની અંદર ઉલ્લેખિત દરેક શ્લોકના પ્રથમ અક્ષરથી બને છે.

આમ ગાયત્રી મંત્ર ખૂબ જ ચમત્કારી અને પવિત્ર મંત્ર છે.

આમ આ એપિસોડની અંદર આપણે મા ગાયત્રી શક્તિપીઠ વિશે માહિતી મેળવી તથા  ગાયત્રી મંત્ર વિશે પણ માહિતી મેળવી અને તેનું મહત્વ શું છે તે જાણ્યું.

હવે પછીના એપિસોડમાં આપણે માતા શક્તિના સાતમાં સ્વરૂપ વિશે માહિતી મેળવીશું.

ત્યાં સુધી વાંચતા રહો તથા શેર કરો....

સંકલન અને આલેખન - જય પંડ્યા

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow