તુલસીશ્યામમાં હજારો વર્ષો જૂની અનાથ મૂર્તિઓ ' વિનિપાત ' કરે છે!
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
તુલસીશ્યામમાં હજારો વર્ષો જૂની અનાથ મૂર્તિઓ ' વિનિપાત ' કરે છે!
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
ઊના તાલુકાની નજીક અનેક તીર્થધામ અને પર્યટન સ્થળો આવેલાં છે એમાંથી તુલસીશ્યામ એક વિશિષ્ઠ સ્થળ છે.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
તુલસીશ્યામ ન માત્ર ઐતિહાસિક સ્થળ છે બલકે એના મૂળ છેક પાંચ હજાર વર્ષ પૂર્વે રેવતાચલ એટલે કે ગિરનારથી દ્વારકા જતા કૃષ્ણના સમય સાથે મળી આવે છે.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
અહીંનું ડુંગરા પર સ્થિત માતા રુક્મિણી મંદિર તળેટી પરિસરમાં સ્થિત શ્યામસુંદરના નામે બિરાજમાન કૃષ્ણ કે ચતુર્ભુજ રૂપનું મંદિર નિર્મિત થયેલું છે.
તળેટીમાં શ્યામસુંદર મંદિરની પાસે જ એક ભૌગોલિક અને વૈજ્ઞાનિક સ્થળ છે એ છે તપ્તોદક કુંડ એટલે કે ગરમ પાણીના કુંડ છે. જેમાં પાણી ગરમ રહે છે. આ એક ભૌગોલિક વિજ્ઞાન એટલે છે કે આસપાસ પર્વતો છે જે લાવાકૃત ખડકોના બનેલા છે અને એ ઉપરથી સત્ય શોધાયું હતું કે આ ગરમ પાણીના કુંડ છે એ જમીની લાવાના કારણે ગરમ રહે છે.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
મુખ્ય વાત આ પરથી કે આ કુંડનું નવીનીકરણ કરવામાં આવ્યું. ત્યાં સરકારે છેલ્લા કેટલાંક વર્ષથી આ સ્થળને પ્રવાસન સ્થળ વિકાસ બોર્ડ હેઠળ લઈ અને આ તીર્થનો વિકાસ કર્યો. પણ એ કુંડની સામે છસો વર્ષ ઉપરાંત જૂની મૂર્તિઓને કુંડ સામે અનાથ છોડી મૂકી છે.
[
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
આ મૂર્તિઓ ધૂમકેતુની ' વિનિપાત ' વાર્તાની યાદ અપાવે છે. એક સમયે હજારો વર્ષ પૂર્વે કોઈ રાજાઓએ અહીં એને કંડારાવી હશે!
' નાઘેર પ્રદેશની વિસરાતી વિરસતો ' પુસ્તકમાં ઇતિહાસ લેખક શાસ્ત્રી હિતેશભાઈ જોશી, આ પુસ્તકના ૨૦૮ માં પાના પર તુલસીશ્યામનો ઇતિહાસ લખતા, આ મૂર્તિમાં ફોટો સાથે આ મૂર્તિને ૧૨ મી સદીની ગણાવે છે. શાસ્ત્રીજી સાથે વાત કરતા જાણવા મળ્યું કે આના ઘાટ અને કોતરણી પરથી ઇતિહાસવિદો આ મૂર્તિને છસો ઉપરાંત વર્ષ જૂની મૂર્તિઓ તરીકે ઓળખાવે છે. આ મૂર્તિ પર વધુ પ્રકાશ પડતા પોતાના અભ્યાસ પરથી શાસ્ત્રીજી નોંધાવે છે કે આ પુરાતત્વીય ઇતિહાસ મુજબ ચતુર્ભુજ ત્રિવિક્રમ મૂર્તિ છે.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
કદાચ નવનિર્માણમાં ક્યાંય પોતાની જગ્યા આ મૂર્તિઓ નહિ કરી શકી હોય. આ મૂર્તિ જો વિદેશમાં હોત તો કોઈ મ્યુઝિયમમાં હોત. આ મૂર્તિ પરથી આ તીર્થધામ અને એના ઇતિહાસનો, આ ક્ષેત્રના સ્થાપત્યનો અને તેની કાલગણનાનો ક્યાસ કાઢી શકાય.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
કલાના અને સંસ્કૃતિની જાળવણી માટે આ એક અમુલખ ભેટ હશે જો આ મૂર્તિઓને પુરાતત્વીય વિભાગને સોંપી અને તેને જરા વ્યવસ્થિત કરી અને આ જ તીર્થસ્થાનમાં યોગ્ય જગ્યાએ તેની માહિતી સાથે, જાળવણી સાથે પુનઃ સ્થાપિત કરવામાં આવે.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
આ સમાચાર નથી કે નથી આ ટ્રસ્ટ કે સરકાર સામે અમને કોઈ ફરિયાદ એટલે કોઈ આને નેગેટિવ કે કોઈની વિરૂદ્ધની વાત ન માને, પણ અમારો ઉદ્દેશ માત્ર એટલો છે કે તે તીર્થધામ અને પેલી વર્ષો જૂની મૂર્તિઓની ગરિમા જળવાય.
Gujarat tourism tulsishyam ancient statue prachin murti shyam
#Gujarat #tourism #tulsishyam #ancient #statue #prachin #murti #shyam
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?