હરિવંશરાય બચ્ચન : હિન્દી સાહિત્યના અનોખા કવિ... 

Harivanshray bachchan hindi poet hindi kavita amitabh bachchan

Aug 5, 2025 - 17:36
 0  6
હરિવંશરાય બચ્ચન : હિન્દી સાહિત્યના અનોખા કવિ... 

Harivanshray bachchan hindi poet hindi kavita amitabh bachchan

હરિવંશરાય બચ્ચન : હિન્દી સાહિત્યના અનોખા કવિ... 

Harivanshray bachchan hindi poet hindi kavita amitabh bachchan 

Harivanshray bachchan hindi poet hindi kavita amitabh bachchan

સંકલન અને આલેખન જય પંડ્યા

 મિત્રો આપણે સોઅમિતાભ બચ્ચન સાહેબ વિશે તો જાણીએ છીએ. તેઓ હિન્દી સિનેમા જગતના સ્ટાર કહેવાય છે. તેઓને 'બિગ બી'  તરીકે પણ ઓળખવામાં આવે છે. અમિત સાહેબ અને તેમના પરિવારને કોઈ નહી ઓળખતું હોય એવું નહીં હોય. પરંતુ આજે આપણે તેમના વિશે નહીં પરંતુ તેમના પિતા એવા શ્રી હરિવંશરાય બચ્ચન સાહેબ વિશે જાણવાનું છે. આપણામાંથી ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેઓ હરિવંશરાય બચ્ચન સાહેબને ઓળખતા હશે.

 તેઓએ હિન્દી સાહિત્યમાં ખુબ જ  ખેડાણ કર્યું છે. તેમનું પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ મધુશાલા છે. ઘણા લોકો એવા હશે કે જેમણે મધુશાલા વાંચી હશે. તો એવા હરિવંશરાય બચ્ચન સાહેબ વિશે આજે આપણે જાણીએ તેમનું જીવન તેમના સાહિત્યની સફર વગેરે જેવી બાબતો વિશે માહિતી મેળવીએ.

 હરિવંશરાય બચ્ચનનું જીવન તથા કવન

 હરિવંશરાય બચ્ચનનો જન્મ 27 નવેમ્બર 1907 ના રોજ અલ્હાબાદ પ્રયાગ રાજ ભારતમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ તથા તેમની માતાનું નામ સરસ્વતી દેવી હતું. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે નામના ધરાવે છે.

 તેમણે પ્રારંભિક શિક્ષા પોતાના ગામમાંથી જ લીધી હતી. ત્યારબાદની કોલેજની શિક્ષા તેમણે અલ્હાબાદ યુનિવર્સિટી તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી માંથી પૂર્ણ કરી હતી.

 અલ્હાબાદ યુનિવર્સિટીના અભ્યાસકાળ દરમિયાન તેઓ ઘણો રાજકીય પદો પર કાર્યરત રહ્યા હતા. તેઓ વ્યવસાયમાં સારા હિન્દી લેખક તથા પ્રાધ્યાપક પણ હતા.

Harivanshray bachchan

 હરિવંશરાય બચ્ચન સાહેબે ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી ભાષાના તજજ્ઞ તરીકે પણ સેવા આપેલ છે.

 તેમના લગ્ન 1926 માં શ્યામા નામક મહિલા સાથે થયા હતા. પરંતુ લગ્નના 10 વર્ષ બાદ 1936 માં શ્યામા મૃત્યુ પામે છે. વર્ષ 1941 માં બચ્ચન સાહેબે તેજી સુરી સાથે લગ્ન કર્યા જે આગળ જતા તેજી બચ્ચન તરીકે ઓળખાવા લાગી.

Poetry of Harivanshray bachchan

 તેમણે પ્રથમ પત્નીના અવસાન બાદ એકાંતના થયેલા અનુભવથી એક કવિતા લખી હતી. જે નીચે મુજબ છે.

" कितना अकेला आज में संघर्ष में टूटा हुआ,

   दुर्भाग्य से लूटा हुआ, परिवार से छूटा हुआ,

 कितना अकेला आज में!

 कितना अकेला आज में!

 

 खोया सभी विश्वास है,

 भुला सभी उल्लास है,

 कुछ खोजती हर सांसहै,

कितना अकेला आज में!

कितना अकेला आज में!

 તેમને સંતાનમાં બે પુત્ર અમિતાભ અને અજીતાભ છે.  અમિતાભ બચ્ચન તેમના પરિવાર વિશે તો આપણે જાણીએ છીએ. પરંતુ અજીતાભ  બચ્ચન કે તેમના પરિવાર વિશે કોઈ  ખાસ માહિતી મળેલ નથી.  તેઓ જાહેર જીવનથી દૂર રહે છે.

 હરિવંશરાય બચ્ચનની આત્મકથા ચાર ભાગમાં પ્રકાશિત થયેલી છે.

1 'क्या भूलूँ क्या याद करूँ'

2 नीड़ का निर्माण फिर'

3 बसेरे से दूर'

4 'दशद्वार से सोपान तक'

 હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથામાં પોતાના  જીવનનો એક પ્રસંગ લખેલો છે. જેમાં તેમણે લખ્યું છે કે એક વખત અમિતાભ બચ્ચનને બાળપણમાં તાવ આવે છે. ત્યારે તેઓ ભગવાન શંકરના મંદિરે દર્શન કરવા જાય છે, તથા ભગવાન શંકરને પ્રાર્થના કરે છે કે હે ભગવાન જો અમિતનો તાવ મટી જશે તો કાલથી મદિરાનું  સેવન નહીં કરું. અને ખરેખર ચમત્કાર થયો હોય તેમ અમિતાભ બચ્ચનને તાવ ઉતરી જાય છે. થોડા સમય બાદ તેમના નાના ભાઈ અજીતાભ બચ્ચનને તાવ આવે છે. ત્યારે ફરીથી હરિવંશરાય બચ્ચન ભગવાન શંકરના મંદિરે જાય છે અને પ્રાર્થના કરે છે કે જોઅજીત ને તાવ મટી જશે તો હું કાલથી માંસાહાર નહીં કરું. અને ખરેખર અજીતાભ બચ્ચનનો તાવ ઉતરી જાય છે. અને ત્યારથી હરિવંશરાય બચ્ચન મદિરા તથા માંસાહરનું સેવન ટાળે છે.

 તેમણે હિન્દી વિષય પર પી.એચડી.  ની ઉપાધિ મેળવેલી હતી.

તેમની પ્રમુખ રચના

मधुशाला

जो बीत गई

अग्निपथ! अग्निपथ! ...

आज मुझसे दूर दुनिया

मुझे पुकार लो हरिवंशराय

न तुम सो रही हो, न मैं सो रहा हूँ

साथी, सो न, कर कुछ बात

आओ हम पथ से हट जाएँ

इसकी मुझको लाज नहीं है

 આપણે તેમની કેટલીક પંક્તિઓનો આસ્વાધ  મેળવીએ...

 

इस जग में जितने ज़ुल्म नहीं, उतने सहने की ताकत है…

तानों के भी शोर में रहकर सच कहने की आदत है

मैं सागर से भी गहरा हूँ…तुम कितने कंकड़ फेंकोगे…

मैं सागर से भी गहरा हूँ…तुम कितने कंकड़ फेंकोगे…

चुन-चुन कर आगे बढूँगा मैं…तुम मुझको कब तक रोकोगे…

तुम मुझको कब तक रोकोगे..॥

 

मधुशाला

मृदु भावों के अंगूरों की आज बना लाया हाला,

प्रियतम, अपने ही हाथों से आज पिलाऊँगा प्याला,पहले भोग लगा लूँ तेरा फिर प्रसाद जग पाएगा,सबसे पहले तेरा स्वागत करती मेरी मधुशाला!

मदिरालय जाने को घर से चलता है पीनेवला,

'किस पथ से जाऊँ?' असमंजस में है वह भोलाभाला,

अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूँ -

'राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला।

 

"सही उत्तर "  1 નવેમ્બર 1984ના રોજ લખી હતી. આ તેમની અંતિમ રચના હતી.

 તેમણે 1935 માં પોતાની પ્રથમ રચના "મધુશાલા " લખી હતી.

 તેમણે પોતાના 60 વર્ષના સાહિત્યિક જીવનમાં 30 થી વધારે કવિતાઓ લખી છે તેમાંથી મોટાભાગની જીવન પર તથા સામાજિક ઘટનાઓઆધારિત છે.

 1966 માં તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા .

સન્માન 

સાહિત્ય અકાદમી એવોર્ડ - 1969

પદ્મશ્રી - 1976

સરસ્વતી સન્માન

કમલ પુરસ્કાર

સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ

 વગેરેજેવા સન્માન પ્રાપ્ત કરેલ છે.

અવસાન - 18 જાન્યુઆરી 2003 મહારાષ્ટ્ર ( મુંબઈ )

   સંકલન અને આલેખન જય પંડ્યા

 

Harivanshray bachchan hindi poet hindi kavita amitabh bachchan

 

#Harivanshray #bachchan #hindi #poet #hindikavita #amitabh #bachchan

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow