Lithium શું લિથિયમ ભારતના કે તમારા ' વિકાસ ' નું એન્જિન દોડાવી શકશે? ચાલો જાણીએ....

Lithium investment india develop power your benefits

May 30, 2025 - 19:39
 0  5
Lithium શું લિથિયમ ભારતના કે તમારા ' વિકાસ ' નું એન્જિન દોડાવી શકશે? ચાલો જાણીએ....

Lithium investment india develop power your benefits

શું લિથિયમ ભારતના કે તમારા ' વિકાસ ' નું એન્જિન દોડાવી શકશે? ચાલો જાણીએ....

રજુઆત - જય પંડયા

Lithium investment india develop power your benefits

 Lithium investment india develop power your benefits

લિથિયમ વિશે આપણે સૌ જાણીએ છીએ કે તે ઘણો જ ઉપીયોગી છે. ભારતમાં તેનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. આજે તેના વિશે થોડું જાણીએ.

ભારતના જમ્મુ - કાશ્મીરમાંથી લિથિયમનો એક વિશાળ જથ્થો મળી આવ્યો છે. આ એક વિક્રમ કહી શકાય એવી ભારતીય ઇતિહાસમાં બનેલી પ્રથમ ઘટના છે. તેની મદદથી ઘણાં પ્રકારની ઇલેક્ટ્રિક બેટરી અને અન્ય સાધનો મળી શકશે.

ક્યાંથી મળ્યો જથ્થો?

કાશ્મીરના 'રિયાસી ' જિલ્લામાંથી લિથિયમનો વિશાળ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.

જમ્મુ- કાશ્મીરની વચ્ચેના ભાગે ચિનાબ નદી પાસે 'રિયાસી ' જિલ્લો આવેલો છે. જેની વસ્તી 36000 આસપાસ છે.

જથ્થો કેટલા પ્રમાણમાં છે?

લિથિયમનો જથ્થો 5.9 મિલિયન એટલે કે લગભગ 60 લાખ ટન જેટલો છે.

Lithium investment india develop power your benefits

અગાઉ ક્યાંથી લિથીયમનો જથ્થો મળ્યો હતો?

અગાઉ વર્ષ 2021 માં 1600 ટન લિથિયમ મળ્યો હતો પરંતુ તે પૂર્ણ રૂપથી પ્રાપ્ત થશે કે નહિ તે અંગે અસમંજસ હતી.

વિશ્વમાં સૌથી વધુ લિથિયમનો જથ્થો ક્યાં સ્થળો પર છે?

ભારતમાં લિથિયમનો જથ્થો વધુ હોઈ શકે પરંતુ વિશ્વના અન્ય રાષ્ટ્રોની તુલનામાં તે ખુબ જ ઓછો છે. વિશ્વમાં લિથિયમનો સૌથી વધુ જથ્થો

બોવિલિયા - 21 મિલિયન ટન
આર્જેન્ટિના - 17 મિલિયન ટન
ઓસ્ટ્રેલિયા - 6.3 મિલિયન ટન

Lithium investment india develop power your benefits

લિથિયમનો જથ્થો ક્યારે શોધવામાં આવ્યો?

9 ફેબ્રુઆરી 2023 ના રોજ લિથિયમનો જથ્થો મળ્યો હોવાની જાહેરાત થઈ હતી. તે એક ચળકતી ગ્રે ધાતુ છે.

ભારતમાં કોણ કરશે લિથિયમનું ઉત્પાદન?

સ્થાનિક સ્તરે વેંચાણ કરવા 'BIS ' પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ કંપનીઓ એ આજે પ્રથમ 5.2 Ah 21700 સીલીન્દ્રીકલ લિથિયમ આયાત કોષોનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. જેની ઉર્જા ઘનતા Wh/129 છે.

હાલમાં લિથિયમનો સૌથી વધુ જથ્થો ક્યાં સ્થળે છે?

વર્ષ 2022 સૌથી વધુ લિથિયમનો જથ્થો 'ચીલી ' ( દક્ષિણ અમેરિકા ) પાસે છે. અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે.

' ટાટા' ગ્રુપને કોણ લિથિયમ સપ્લાય કરશે?

'ટાટા' મોટર્સ દ્વારા એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ EV આધારિત શહેરી પરિવહન પ્રદાતા "લિથિયમ અર્બન ટેક્નોલોજીસ " સાથે ભાગીદારી કરશે.

Lithium investment india develop power your benefits

લિથિયમ 'કિંગ' તરીકે કોણ પ્રખ્યાત છે?

દિવંગત સરમુખત્યાર "ઓગસ્ટો પીનાચેટ " ના જમાઈ ચીલીમાં લિથિયમ કિંગ છે.

શા માટે લિથિયમ મૂલ્યવાન છે?

લિથિયમ બેટરી "લેપટોપ", "ટેબ્લેટ", "મોબાઈલ" અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક વાહનો માટે પણ ખુબ જ ઉપયોગી છે.

શું લિથિયમ જમીન માટે નુકશાનકારક છે?

લિથિયમ બિન નવીનીકરણ ખનીજ છે. તેને આગામી તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જમીનને ઘણી રીતે નુકશાન કરે છે અને તે હવનમાં દુષણનું કારણ પણ બને છે.

ભારતે લિથિયમ ક્યાંથી આયાત કર્યું?

ભારતે દક્ષિણ અમેરિકાના ' ચીલી ', 'આર્જેન્ટિના' અને ' 'બોલિવિયા ' માંથી આયાત કર્યું.

લિથિયમમાં રોકાણ પ્રક્રિયા શક્ય છે? કઈ રીતે?

એક્સચેન્જ ટ્રેડેડ ફેક્સ દ્વારા લિથિયમ બેટરી માર્કેટમાં પ્રવેશ કરી શકાય છે. " ગ્લોબલ એક્સ લિથિયમ એન્ડ બેટરી ટેક " નામક વ્યવસ્થા છે જેમાં રોકાણ કરતા સરળતાથી વ્યાપક શ્રેણીમાં રોકાણ કરી શકે છે.

યુક્રેન પાસે લિથિયમનું પ્રમાણ શું છે?

યુક્રેન વિશ્વના સૌથી મોટા' ટાઇટેનિયમ' અને 'આયર્ન' ભંડારો ધરાવે છે. જેની સામુહિક કિંમત 10 ટ્રિલિયન ડોલર છે.

વિશ્વમાં પ્રથમ પાંચની હરોળમાં આવતા લિથિયમ ઉત્પાદક રાષ્ટ્રો ક્યાં - ક્યાં છે?

ઓસ્ટ્રેલિયા - ચીલી - ચીન - 90% ઉત્પાદન
આર્જેન્ટિના - 5.6% ઉત્પાદન
બ્રાઝીલ - 1.4% ઉત્પાદન

ભારત દ્વારા કઈ લિથિયમ બેટરીનો આવિષ્કાર કરવામાં આવ્યો છે?

ભારત દ્વારા LI - Rank બેટરી રજુ કરવામાં આવી છે. જે ભારતમાં 'મલ્ટી ફેમિલી હાઉસ ', ' કોમર્શિયલ એપ્લિકેશન ' અને સ્ટોરેજ માંગ સાથેના પ્રોજેક્ટ સાથે તૈયાર કરવામાં આવી છે.

શું લિથિયમ એ એક પ્રાકૃતિક ધાતુ છે?

લિથિયમ પ્રકૃતિમાં જોવા મળતું નથી. તે અગ્નિકૃત ખડકો અને ઝરણાંના પાણીમાં અલ્પ પ્રમાણમાં જોવા મળે છે.

શેની અંદર લિથિયમના અણુઓ રહેલા હોય છે?

' સપોડ્યુમિની ', ' પેટલાઇટ ', ' લેપીડોલાઈટ ' અને ' 'એમ્બલીગોનાઈટ ' લિથિયમ ધરાવતા મુખ્ય તત્વો છે.

વૈશ્વિક સ્તરે લિથિયમ અનામતોની સંખ્યા શું છે?

વૈશ્વિક સ્તરે લિથિયમની કુલ અનામતો 14 મિલિયન ટન છે. વર્ષ 2021 માં લિથિયમ નિષ્કર્ષણ 1, 00, 000 મેટ્રિક ટન વિક્રમની ટોંચ પર પહોંચ્યું છે.

સોનુ અને લિથિયમ માંથી દુર્લભ શું છે?

સોનાની ખાણનું ખોદકામ ખુબ જ નીચા પ્રમાણમાં થાય છે. જયારે લિથિયમના પોપડા જમીન પર અમુક સ્થળે મળી આવે છે. તેથી સોનુ એ લિથિયમ કરતા દુર્લભ છે.

લિથિયમની માંગ વિશે ભવિષ્યમાં શું ધારણા કરવામાં આવી છે?

લિથિયમની માંગ વર્ષ 2030 સુધીમાં 30/ 40 લાખ ટન સુધી થવાની ધારણા કરવામાં આવી છે. તેનો પુરવઠો વર્ષ 2030 સુધીમાં 300% સુધી વધશે એવી ધારણા કરવામાં આવી છે.

લિથિયમની કિંમત શું છે?

લિથિયમની 1 ગ્રામની કિંમત 3- 12 ડોલર હોય છે.

લિથિયમની 1 કિગ્રાની કિંમત - ₹ 30, 000 છે.

લિથિયમની 1 ટનની કિંમત 17, 0000 ડોલર છે.

લિથિયમ બેટરીની કિંમત 25, 000 ₹ છે.

રજુઆત - જય પંડ્યા

Lithium investment india develop power your benefits

#Lithium #investment #india #develop #benefits

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow