NICE TO MEET YOU

NICE TO MEET YOU

Oct 6, 2024 - 14:06
 0  10
NICE TO MEET YOU

    NICE TO MEET YOU

 - જય પંડ્યા

                            પ્રકરણ - 1

 

એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે.

વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે.

અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા.

વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ?

અરુણ - ઓકે.

વેદિતા - ઓફિસમાં આજે શુક્લા ગ્રુપ સાથે મિટિંગ છે. તેનું પ્રેઝન્ટેશન મેં તૈયાર કર્યું છે તે તમને ચેક કરી લેજો.

અરુણ - ઠીક છે. આમ પણ તે પ્રેઝન્ટેશન રેડી કર્યું હોય પછી ચેક થોડું કરવાનું હોય.

વેદિતા - તો પણ આ એક ઓફિસના એમ ડી ની રિસ્પોન્સિબિલિટી છે કે તે જે કંઈ પણ વર્ક રેડી કરે તેની ખરાબ અસર ઓફિસની રેપિટેશન કે સામેની વ્યક્તિ પર ન પડે. એટલે તમે ચેક કરી લેજો.

અરુણ - ઠીક છે બેટા તું કેટલી સમજદાર છે. તું ઓફિસની નાની નાની બાબતોનું ધ્યાન પણ મારા કરતા સારી રીતે રાખે છે. મારે થોડા સમયમાં આ ઓફિસનું બધું જ કામ તને સોંપી દેવું છે. અને હું આ બધા માંથી હવે રિટાયર્ડ થવા માંગુ છું. અને મને પૂરો વિશ્વાસ છે કે તું આ ઓફિસની જવાબદારી મારાથી પણ વધારે સારી રીતે રાખીશ. અને આ ઓફિસને સારામાં સારી સક્સેસ અપાવડાવીશ.

વેદિતા - ડેડ તેમાં શુ આ બધું કરવું તે મારી ફરજ છે. અને ઓફિસ તમારી જવાબદારી છે. એમ મારી પણ તેના માટે કંઈક ફરજ છે. અને તમે શુ કહો છો કે તમારે ઓફિસનું કામ મૂકી દેવું છે. અને રિટાયર્ડ થઈને બધું જ મને સોંપી દેવું છે. પણ ડેડ હું હમણાં થોડા ટાઈમથી જ ઓફિસમાં કામ કરું છું. અને તમે તો મારા બર્થ પહેલા આ ઓફિસ સ્ટાર્ટ કરી હતી. અને એટલા વર્ષોથી તમે આ ઓફિસ સંભાળી રહ્યા છો અને હું હજી તો કંઈ શીખી નથી. અને મને ઓફિસ વર્કનો કંઈ જ એક્સપિરિયન્સ પણ નથી. તો પછી તમને એવો વિચાર કેમ આવ્યો કે હું આ એકલા હાથે સંભાળી લઈશ તેવી કેપેબલ છું. ના હ ડેડ તમારે ઓફિસ છોડવાની નથી. ઓફિસના ક્લાઇન્ટની મિટિંગ અટેન્ડ કરવી, ઓફિસનું મેનેજમેન્ટ કરવું, સ્ટાફ અને બીજું ઘણું બધું છે કે જે તમેં એકલા હાથે સંભાળી ચુક્યા છો અને તમને એ બધું એકલા હાથે મેનેજ કરવાની પ્રેક્ટિસ છે. પણ હું એ બધું એકલી ન કરી શકું. થોડો ટાઈમ તો તમારે મને સપોર્ટ કરવો પડશે. આ બધી સક્સેસ તમારા એકલાની છે. તો હું તમારી જેમ આ બધું ન કરી શકું એટલે તમારે ઓફિસ તો છોડવાની જ નથી.

અરુણ - ઠીક છે મારી માં હું તારી સાથે ઓફિસમાં રોજ આવીશ બસ.

વેદિતા - હા હવે રેડી. તો ચાલો ઓફિસે.

અરુણ - હા ચાલ.

પછી અરુણ અને વેદિતા બંને કારમાં બેસી ઓફિસે  જવા માટે નીકળે છે.

વેદિતા - લેપટોપ ઓપન કરે છે. અને પોતાનું પ્રેઝન્ટેશન અરુણને બતાવે છે. ડેડ આપણા પરચેઝ અને ઇન્વેસ્ટમેન્ટની ફાઈલ મેનેજર પાસે છે. તે આપણે ઓફિસે જઈને ચેક કરી લઈશું. બાકી બધું તો લગભગ પરફેક્ટ છે. છતાં તમે આ પ્રેઝન્ટેશન સ્ટડી કરી લેજો.

અરુણ - ઓકે ફાઈન.

પછી બંને કારમાંથી ઉતરી ઓફિસમાં મિટિંગ માટે એન્ટર થાય છે.

વેદિતા અને અરુણ ઓફિસમાં આવે છે. અને બધા સ્ટાફ મેમ્બર્સ પોતાની ચેમ્બરમાં ચેર પરથી ઉભા થાય છે.

'ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ સર'.

વેદિતા - વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ.

અરુણ - ગુડ મોર્નિંગ ટુ યુ

વેદિતા - મેનેજર મીટીંગનું તમામ અરેન્જમેન્ટ રેડી છે ને? 

મેનેજર - યસ મેમ એવરીથીંગ ઈઝ રેડી.

વેદિતા - સોં  ચાલો મિટિંગ હોલમાં મિસ્ટર આહુજા હમણાં થોડીવારમાં પહોંચતા જ હશે.

મેનેજર - ઓકે મેમ

અરુણ - વેદિતા બેટા તું ટેન્શન શુ કામ લે છે?  બધું જ ઠીક થશે. અને આમ પણ તારી આ પહેલી મિટિંગ થોડી છે. તું બધું રેડી કરીશ આઈ ટ્રસ્ટ યુ.

વેદિતા - હા ડેડ પણ થોડી નર્વસ છું.

અરુણ - બેટા એકદમ ફ્રેશ થઈ જા અને બી પોઝિટિવ ઓકે.

વેદિતા - હા ડેડ યુ આર રાઈટ. બધું ઠીક જ થશે. એમ કહી પોતાના અને અરુણનાં મનને સમજાવે છે.

અરુણ - તો ચાલ

વેદિતા - હા તમે ચાલો હું કેબીનમાંથી મારી એક ફાઈલ લઈને આવુ છું.

અરુણ - ઓકે

પછી તે મિટિંગ હોલમાં જાય છે.

આ તરફ વેદિતા પોતાના કેબીન તરફ આવે છે. અને મનમાં એકલી બોલે છે.

વેદિતા - હે ભગવાન હું આ મિટિંગ સારી રીતે અટેન્ડ કરી શકું અને ક્લાઈન્ટને મારી થીમ પસંદ આવી જાય પ્લીઝ એમ કહી તે પોતાની  કેબીન પાસેના મંદિર સામે આવી અને ઉભી રહે છે. અને હાથ જોડી પ્રાર્થના કરે છે. અને પછી તે પોતાની કેબિનમાં ચાલી જાય છે. અને ફાઈલ ટેબલ પર હોય છે. અને તે લઈ પછી મિટિંગ હોલમાં જવા માટે કેબિનમાંથી બહાર આવે છે. અને ચાલવા લાગે છે. અચાનક જાણે તેની અંદર એક સ્ટ્રોંગનેસ એક ઉર્જા જાગે છે. અને કહે છે વેદિતા યુ કેન ડુ ધીસ. અને તે હળવા સ્મિત સાથે મિટિંગ રૂમમાં એન્ટર થાય છે. અને પોતાની ચેર પર બેસે છે. અને સૌ તેની સામે જુએ છે.

મેનેજર - સર મિસ્ટર આહુજા ઈઝ કમિંગ.

અરુણ - ઓકે

પછી મિસ્ટર આહુજા પોતાના થોડા સ્ટાફ મેમ્બર્સ સાથે ઓફિસમાં એન્ટર થાય છે.

અરુણ - વેલકમ મિસ્ટર આહુજા.

વેદિતા - વેલકમ સર.

મિસ્ટર આહુજા - થૅન્ક યુ વેરી મચ.

પછી બધા બેસે છે.

મિસ્ટર આહુજા - સોં વી સ્ટાર્ટ મિટિંગ.

અરુણ - સ્યોર. વેદિતા...

વેદિતા - ઓકે સર પછી વેદિતા પ્રોજેક્ટર પર થીમ સ્ટાર્ટ કરે છે. અને પોતાનું પ્રેઝન્ટેશન ઓપન કરે છે. અને બધું સમજાવે છે કે ડીલ કંઈ રીતે કરવી તેમાં શુ મટીરીયલ જોશે. વગેરે.. તેને શરૂઆતમાં તો થોડીવાર ડર લાગે છે પછી તે સ્ટ્રોંગ થઈ પ્રેઝન્ટેશન  સમજાવે છે. સૌ તેની સામે જુએ છે. અને થોડીવાર પછી મિટિંગ પુરી થાય છે. અને તે સૌની સામે જુએ છે.

મિસ્ટર આહુજા - વાવ શી ઇઝ વેરી ટેલેન્ટેડ ગર્લ હર પેરેન્ટ્સ ઇઝ વેરી લકી વેન આફ્ટર શી બોર્ન. આઈ  કેન બિઝનેસ ડીલ વિથ યુ. બાકીની જે કંઈપણ ફોર્માલિટી છે. તે આપણે કમ્પ્લીટ કરી લઈએ. હું તમારી સાથે આ ડીલ કરીશ પણ મારી એક શરત છે.

અરુણ અને વેદિતા આહુજા સામે જુએ છે.

અરુણ - વોટ? 

વેદિતા - હા બોલો તમારી શુ શરત છે? 

આહુજા - થોડીવાર સિરિયસ બની જાય છે. પછી હસવા લાગે છે.

વેદિતા - મારા પ્રેઝન્ટેશનમાં કંઈ મિસ્ટેક છે સર તો આઈ એમ
રીયલી સોરી.

આહુજા - નો નો બેટા દીકરીએ માફી ન માંગવાની હોય.
મિસ્ટર અરુણ આ ટેલેન્ટેડ અને બ્યુટીફૂલ ગર્લના ફાધર કોણ છે? 

અરુણ - શી ઇઝ માય ડોટર.

આહુજા - વોટ ગુડ શી ઇઝ મલ્ટીટેલેન્ટ.

અરુણ - થૅન્ક યુ સર પણ તમારી શરત શુ છે? 

આહુજા -હું ઈચ્છું છું કે  આપણા આ પ્રોજેક્ટનું તમામ મેનેજમેન્ટ અને વર્ક બધું જ વેદિતા હેન્ડલ કરે. મને વિશ્વાસ છે કે જો વેદિતા એક પરફેક્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકે તો બિઝનેસ ડીલ તો કરી જ લેશે.

અરુણ - સ્યોર તમે તો મને ડરાવી જ દીધો હતો.

વેદિતા - ઓકે સ્યોર સર હું બધું જ કેરફૂલી હેન્ડલ કરીશ. પણ તમેં અને ડેડ મને સપોર્ટ કરશોને? 

આહુજા - વાય નોટ બેટા.

વેદિતા - થૅન્ક્સ સર.

આહુજા -  સોં વી હેવ ગો.

અરુણ - ઓકે સર.

પછી આહુજા ચાલ્યા જાય છે અને સૌ વેદિતાના વખાણ કરે છે.

અરુણ - વેદિતા તે તો મિસ્ટર આહુજાને ઈમ્પ્રેસ કરી નાખ્યા મેં તને કહ્યું હતું ને કે તું કરી શકીશ.

વેદિતા - થૅન્ક યુ વેરી મચ ડેડ તમે અને સ્ટાફે મને હેલ્પ કરી એટલે આ બધું પોસિબલ થયું. થૅન્ક્સ ટુ ઓલ ઓફ યુ.

પછી સૌ વેદિતા માટે તાળીઓ પાડે છે. અને પછી સૌ ઓફિસેથી ઘરે જવા નીકળે છે. અને વેદિતા તેના ફાધર સાથે ઘરે આવે છે.અને ઘરે આવી બંને ફ્રેશ થઈ અને ડિનર કરે છે. 

વેદિતા - થૅન્ક્સ અગેઇન ડેડ તમે મારા પર ટ્રસ્ટ કરી મને હેલ્પ કરી.

અરુણ - થૅન્ક્સ ટુ યુ ડીયર તે આજે આટલું મોટુ ટેન્શન ઇઝીલી હેન્ડલ કર્યું. આજે તારી મમ્મી હોત તો તેને પોતાની ડોટર પર પ્રાઉડ ફીલ થતું હોત. અને અત્યારે પણ તે જ્યાં હશે. ત્યાં ખુશ થતી હશે. અને તને બ્લેસિંગસ આપતી હશે.

    અહીં વેદિતા અને અરુણ બંનેની આંખો ભીની થઈ જાય છે.પછી બંને સ્માઈલ કરી સુઈ જાય છે.


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો.... 


                                                                      

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow