Ohh! શૅરબજાર: 100 બોધપાઠ અને ટીપ્સ આપશે સમસ્યાના સમાધાન…

Ohh! share market tips The Autobiography of Stock by Manoj Arora

Apr 9, 2025 - 18:40
Apr 9, 2025 - 18:40
 0  119
Ohh! શૅરબજાર: 100 બોધપાઠ અને ટીપ્સ આપશે સમસ્યાના સમાધાન…
Ohh! share market tips The Autobiography of Stock by Manoj Arora

Ohh! share market tips The Autobiography of Stock by Manoj Arora 

શૅરબજાર: 100 બોધપાઠ અને ટીપ્સ આપશે સમસ્યાના સમાધાન…

આજે જ્યારે કોઈ આગાહી કે અવધારણા વગર શૅર બઝાર ઉપર નીચે થઈ રહ્યું છે અને કરોડો લોકોના અબજો રૂપિયા ધોવાઈ રહ્યા છે ત્યારે આ લેખમાં પ્રસ્તુત મુદ્દાઓ એક માર્ગદર્શકની ગરજ સારે એમ છે. 

The Autobiography of Stock by Manoj Arora The Autobiography of a Stock takes a unique look at the problem – through the eyes of Mr. Stock. Gobind, a young man eager to invest, approaches Mr. Stock for help to guide him through the roller-coaster ride of buying a stock, holding on to it and finally exiting it in time.

શૅરબજારમાં સંપત્તિ-સર્જનની ભરપૂર તકો રહેલી છે.

શું તમે તૈયાર છો?

શૅર્સ એ રોકાણનું એક ખૂબ સરળ છતાં બહુ જ અસરકારક માધ્યમ છે. પણ સભાનતા, ધીરજ અને શ્રદ્ધાની ઊણપ તેને એક જોખમી સાધન બનાવે છે. કદાચ એટલે જ પોતાના પોર્ટફોલિયો માટે લોકો આ માધ્યમ અજમાવતાં ડરે છે. અને આવા લોકોની સમસ્યાના સમાધાન માટે જ છે - ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક; મિસ્ટર શૅરની નજરે! આ પુસ્તકના લેખક મનોજ અરોરા છે અને ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ જેલમ કૌશલ દ્વારા થયો છે. 

લેખક - મનોજ અરોરા 

આ બુકના લેખક મનોજ અરોરા છે: મનોજ અરોરા એ AMU માંથી ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર છે. બે દાયકાથી વધુ વર્ષોની કારકિર્દીમાં તેમણે વિશ્વકક્ષાની અનેક Fortune ૫૦૦ કંપનીઓ જેવી કે IBM, L&T, TCS વગેરેમાં કામ કર્યું છે. તેઓ એક IT પ્રોફેશનલ હોવાની સાથોસાથ સફળ લેખક છે જેમણે સપના, પેરેન્ટિંગ, નાણાં અને હેપીનેસ જેવા વિષયો પર અનેક બેસ્ટ-સેલર પુસ્તકો લખ્યાં છે. પોતાની આસપાસની દુનિયાને બહેતર બનાવવાનો ઉદ્દેશ ધરાવતા મનોજ વૃક્ષારોપણ કરતા એક NGO 'કલ્પવૃક્ષ'ના ફાઉન્ડર ટ્રસ્ટી છે.



સ્ટોક માર્કેટની વાતને સરળતાથી કહેવા માટે ગોવિંદ નામના એક યુવાન રોકાણકાર, મિસ્ટર શૅર પાસે શૅરબજારમાં રોકાણ અંગે યોગ્ય માર્ગદર્શન લેવા આવે છે.  - એવી કહાની બનાવવામાં આવી છે. 

તમે પણ તેની આ અદ્ભુત સફરમાં તેના સહભાગી બનો અને સાચા શેર્સના સાચા ડેટા સાથે શૅરબજાર વિષે માહિતગાર બનો. ૧૦૧ રસપ્રદ બોધ સાથે શૅર્સની અનોખી દુનિયામાં ગોવિંદ સાથે શિક્ષણ મેળવો. અનેક અભ્યાસોના તારણ રૂપે લખવામાં આવેલા આ બોધ તમને શૅરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં ઉપયોગી સાબિત થશે. 

********

આ પુસ્તકમાં નીચે પ્રમાણેના પ્રકરણો છે… 

1. શૅરબજાર – સરળ કમાણી કે પછી મૃગજળનાં પાણી?

2. શૅરનો કોઈ વિકલ્પ નથી

3. શૅર્સ ખરીદી રહ્યા છો.. કરિયાણું નહિ!

4. શૅરબજારમાં રોકાણ – જીવન જીવવા જેટલું જ સરળ!

5. રેડી, સ્ટેડી, ગો! તમારી કંપની પસંદ કરો!

6. પહેલા પડાવ પાર

7. વૅલ્યૂ ઍનાલિસિસ – શૅરની પસંદગી?

8. પહેલા શૅરની ખરીદી

9. લાગણીઓનું રોલર કોસ્ટર

10. વિદાય વેળાનું જ્ઞાન



**************

લેખક મનોજ અરોરા પુસ્તકમાં પ્રારંભે સુંદર સમજ આપે છે કે 

શૅરમાંથી સંપત્તિનું સર્જન કરવા માટે સૌથી વધુ જરૂરી છે - તમારી ગણતરીઓમાં તમારી શ્રદ્ધા, તમારો આત્મવિશ્વાસ, જયારે બધા જ લોકો 'વેચી' રહ્યા હોય ત્યારે 'ખરીદવા'ની અને જ્યારે બજાર ટોપ પર હોય ત્યારે વેચવાની તમારી હિંમત, લાલચથી ઉપરવટ જવાની તમારી ક્ષમતા અને ધીરજ વગેરે જેવા માનવીય ગુણો. શ્રદ્ધા, આત્મવિશ્વાસ, હિંમત અને ધીરજ જેવા આ ગુણો મેળવતાં કોઈ પણ વ્યક્તિનું આખું જીવન પસાર થઈ શકે છે, પરંતુ વધુ નાણાં મેળવવા માટે આ જરૂરી છે. આ માનવીય ગુણો પર જો પકડ આવે તો મારા-તમારા જેવો કોઈ પણ સામાન્ય માણસ શૅરબજારમાંથી કમાણી કરી શકે છે. અને એટલે જ હું તમારી સામે રેશિયો, ચાર્ટ વગેરે ગણતરીઓ તો રજૂ કરીશ જ, પરંતુ ઉપર મુજબના ગુણો દર્શાવીને મારા આ માર્ગદર્શન પર ટકી રહેવાની જવાબદારી તમારા શિરે છે.



*************

શૅર બઝાર અને પેરેન્ટિંગ… 

આખી વાર્તામાં મિ. શૅર ગોવિંદને કહે છે કે રોકાણ ૧૧ વર્ષની ઉંમરથી જ કરવું જોઈએ ત્યારે ગોવિંદ અને મિ. શૅરના સંવાદ આજના સમયમાં આપણને ઘણું શીખવી જાય છે. 

"ઠીક છે, પરંતુ એક વાત કહો કે ભારત જેવા દેશમાં કોઈ 11 વર્ષની ઉંમરે કઈ રીતે રોકાણ કરવાનું શરૂ કરી શકે? આ ઉંમરે તો બાળકો છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતાં હોય છે. અને ઉપરથી આપણાં માતાપિતા, શિક્ષકો અને મિત્રોને રોકાણ અને પૈસાના આયોજન વિશે કોઈ જ ખબર હોતી નથી, શેરની વાત તો જવા જ દો!”

"દોસ્ત, તારી વાત સાચી છે. અમને ભારત સહિત ઘણા દેશોમાં આ પ્રશ્ન નડે છે. પરંતુ દરેક મુશ્કેલી પોતાની સાથે એક તક લઈને આવે છે. આ મુશ્કેલીઓ આપણને આપણાં બાળકોને નાનપણથી જ પૈસાનું આયોજન અને રોકાણ અંગે શીખવવા માટે પ્રેરે છે જેથી તેઓ નાની ઉંમરે જ એક રોકાણકાર તરીકે પૈસા બચાવવાનું શીખે.”

“તમારા વિચારો તો ખૂબ સરસ છે મિસ્ટર 'શૅર' પણ જો તેઓ કંઈ કમાતા જ નહીં હોય તો બચાવશે શું? સામાન્ય રીતે કમાવાની શરૂઆત જ 21-22 વર્ષની ઉંમરે થતી હોય છે.”

“એ તો માનસિકતા પર આધાર રાખે છે. હું તો હંમેશાં કહું છું કે તમે બાળકોને પૉકેટમની આપો અને એને નક્કી કરવા દો કે કેટલી રકમ બચાવવી છે અને કેટલી રકમ ખર્ચવી છે. તેઓ મોટા રોકાણકાર ત્યારે જ બનશે જ્યારે તેઓ પહેલાં એક સારા બચતકર્તા બનશે. અને તેઓ સારા બચતકર્તા ત્યારે જ બનશે જ્યારે એમને નાની ઉંમરે બચત અને રોકાણનું મહત્ત્વ શીખવવામાં આવશે.”

“શું વાત કરો છો!? પૉકેટમનીમાંથી રોકાણ! એ શક્ય છે?” મૂંઝાઈ ગયેલા ગોવિંદે પૂછ્યું.

“અલબત્ત, જરૂર! તમારી ગાર્ડિયનશિપ હેઠળ તમારા બાળકનું એક બૅન્ક એકાઉન્ટ ખોલો અને એને ડેબિટ કાર્ડ આપ્યા પછી એને બચતનું મહત્ત્વ સમજાવો. એ જે કંઈ પણ બચત કરી શકે તે એને કરવા દો અને દર મહિને એને સમજાવો કે કઈ રીતે બૅન્ક આપણા એકાઉન્ટમાં રહેલી રકમ પર વ્યાજ આપે છે. એમને સમજાવો કે બૅન્ક કઈ રીતે વધુ બચત પર વધુ વ્યાજ આપે છે જેથી એમનામાં “પૈસામાંથી પૈસા બનાવવાની કળા" અંગે સમજ આવશે અને વધુ બચત દ્વારા તેઓ વધુ નિષ્ક્રિય આવક (પેસિવ ઇન્કમ) કમાઈ શકશે.”

“આ વાત થોડી રસપ્રદ છે, પૉકેટમનીમાંથી પેસિવ ઇન્કમ! હું મારાં બંને બાળકોને આ વાત જરૂર શીખવીશ.” ગોવિંદે કહ્યું.

*************

પૈસા, એનું મેનેજમેન્ટ, રોકાણ, બચત વગેરે બાબતે ખૂબ રસપ્રદ વાતો આ પુસ્તકમાં છે પરંતુ સમગ્ર પુસ્તક અહીં ઉતારી નહીં શકાય. હવે એમના બોધ તરફ જઈએ જે તમને શેર બજાર વિશે  ખૂબ સરસ માહિતી તો આપશે પણ જાગૃત કરશે અને સંપત્તિ સર્જનમાં આપને મદદરૂપ થશે…. 

********

નોંધ - અહીં જે બોધ આપ્યા છે તે લેખકના શેર બજારના અનુભવો અને અનેક સંદર્ભો દ્વારા પ્રકરણોમાં લખાયેલી વિગતના આધારે સ્વયં લેખક દ્વારા જ લખવામાં આવ્યા છે. 

100 બોધ જે શૅર બઝારમાં બનશે આપના માર્ગદર્શક....

1 તમારા બાળકને સમયની કિંમત ન ચૂકવવા દો.

2 ટિપ્સના આધારે રોકાણ કરવું નહિ.

3 ક્યારેય ટૂંકી દૃષ્ટિ ન રાખો.

4 શૅરબજારની વૉલેટિલિટી જ તમને અદ્ભૂત વળતર આપે છે.

5 ઉછીના પૈસે અને નબળા હૃદયનાં વ્યક્તિએ શૅરબજારમાં રોકાણ કરવું નહિ.

6 તમારા પૉર્ટફોલિયોનું ટેક્સ ભર્યા પછીનું રિટર્ન વાર્ષિક ઇનફલેશન કરતાં વધારે હોવું જોઈએ.

7 રિયલ એસ્ટેટ એ શૅરરોકાણનો વિકલ્પ નથી.

8 મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણનો શૅર્સ પછીનો બીજો સૌથી સારો વિકલ્પ છે.

9 મ્યુચ્યુઅલ ફંડ્સ શેર્સની જેમ તમારો ‘ઇન્ટેલેકચુઅલ વિકાસ' કરવામાં મદદ કરતા નથી.

10 શૅર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ જેટલા જ રિસ્ક સાથે મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ રિટર્ન આપે છે.

11 સંપત્તિનું સર્જન એ અઘરું કાર્ય નથી.

12 તમે માત્ર એક શેર નહીં પરંતુ કંપનીનો એક હિસ્સો ખરીદી રહ્યા છો.

13 IPO માં શેરની ઓછી કિંમત એ કોઈ કંપનીના શેર ખરીદવા કે નહિ એ માટેનું પરિબળ હોઈ શકે નહીં.

14 કોઈ શૅરની માત્ર CMP - Current Market Price એ તે કંપનીની યોગ્યતા અંગે કોઈ જ જાણકારી આપતી નથી.

15 માત્ર બ્લૂચીપ ટેગ અથવા બ્રાન્ડનેમના આધારે શૅર ખરીદવો કે વેચવો એ નક્કી ન કરી શકાય.

16 સારા ઍટિટટ્યૂડ સાથે સારા માણસ બનવું એ શૅરબજારમાંથી પૈસા કમાવવા માટેનો સૌથી જરૂરી ગુણ છે.

17 શૅર ખરીદવા કે વેચવા એ અંગેનો નિર્ણય તેની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) અને તેની ઇટ્રિન્સિક વૅલ્યૂ (IV) વચ્ચે સરખામણી કરીને પછી જ લેવો જોઈએ.

18 સારા રોકાણકારો શેર ખરીદવા માટે શૅરની કિંમત ઇન્ટ્રિન્સિક વૅલ્યૂ કરતાં ઓછી થાય તેની ધીરજપૂર્વક રાહ જુએ છે.

19 હર્ડ મેન્ટાલિટીના કારણે તર્કસંગત નિર્ણયો લઈ શકાતા નથી.

20 ટૅકનિકલ ઍનાલિસિસની મોટાભાગની પદ્ધતિઓ પ્રખ્યાત છે પરંતુ ટકાઉ નથી.

21 શૅરની માર્કેટ કિંમત એ રોકાણકારોની નજરમાં તેની કલેક્ટિવ વર્થના આધારે નક્કી થતી હોય છે.

22 લોકોની કલેક્ટિવ વર્થમાં આવી રહેલા ફેરફારો વચ્ચે ક્યારેક ને ક્યારેક તો શૅરની માર્કેટ કિંમત તેની ઇન્ટ્રિન્સિક વૅલ્યૂની નજીક પહોંચે જ છે.

23 કપરા સમયમાં શ્રદ્ધા રાખો.

24 શૅરની ભવિષ્યની કિંમત અંગે આગાહી કરવી એ રોકાણકારનું કામ નથી.

25 શૅરની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP)' તેની ઈન્ટ્રિન્સિક વૅલ્યૂ કરતાં ઘણી જ ઓછી હોય ત્યારે શૅર ખરીદો અને CMP ઇન્ટ્રિન્સિક વૅલ્યૂ કરતાં વધી જાય ત્યારે તેને વેચો.

26 જો તમારી CMP અને ઇન્ટ્રિન્સિક વૅલ્યૂની ગણતરીથી એવું નિશ્ચિત થતું હોય તો લૉસ બુક કરી જ લેવો જોઈએ. રોકાણમાં લૉસ કરવો એ પ્રોફિટ મેળવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે.

27 જીવનની જેમ જ શૅરબજારમાં પણ કોઈ જ ગૅરન્ટી નથી હોતી, હા અઢળક શક્યતાઓ જરૂર હોય છે.

28 ડિવિડન્ડ પે આઉટ રેશિયો એ કંપનીનો નફો વહેંચવાનો ઈરાદો છે કે નહિ તે દર્શાવે છે.

29 લાંબા સમયગાળામાં ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ ડિવિડન્ડ ન ચૂકવતી કંપનીઓ કરતાં સારું કામ કરે છે.

30 Dividend Oxidation Effect ના કારણે શેર વધુ પેટલી ગેરધન થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે.

31 શૅરની મૂવમેન્ટ એ માર્કેટની મૂવમેન્ટ કરતાં સાવ જ અલગ હોઈ શકે છે.

32 માર્કેટ પર લગામ લગાવવી એ અશક્ય છે.

33 શૅરરોકાણ માત્ર અત્યારે જ નહિ પરંતુ આજથી 10 વર્ષના સમયને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. કંપનીના ભવિષ્યના બિઝનેસને પારખવામાં કંપનીના અત્યારના ફંડામેન્ટલ્સ કામ લાગે છે.

34 દસ વર્ષના સમયગાળામાં કોઈ સ્ટેબલ ઇન્ડસ્ટ્રી ભલે ગમે તેટલી જૂની પદ્ધતિથી ચાલતી હોય પરંતુ તમારા રોકાણના રિસ્કને બહોળા પ્રમાણમાં ઘટાડી દે છે.

35 કૉમ્પિટિટિવ એડવાન્ટેજ ધરાવતી કંપનીઓની શોધ કરો.

36 સારા બિઝનેસ અને સારા મૅનેજમેન્ટ વચ્ચે સારા બિઝનેસનું મહત્ત્વ વધી જાય છે.

37 શૅર પસંદ કરવાના ચાર ગોલ્ડન રૂલ્સ; ઈન્ડસ્ટ્રી, કંપની, મૅનેજમેન્ટ અને ઇન્ટિન્સિક વૅલ્યૂ (ICMI).

38 બીજી કોઈ બાબત પર ધ્યાન ન દઈને માત્ર ઇન્ટ્રિન્સિક વૅલ્યૂ અને ફંડામેન્ટલ્સ પર ધ્યાન દો.

39 માર્કેટમાં તમને અઢળક તકો મળવાની છે માટે ધીરજ રાખો.

40 રોકાણમાં બીજી કોઈ વ્યક્તિને કે માર્કેટથી નહિ પરંતુ સ્વયંથી જીત મેળવવાની છે.

41 શૅર પસંદ કરતી વખતે કંપનીની આવકની સ્ટેબિલિટી ચકાસવી એ સૌથી મહત્ત્વનું પગલું છે.

42 રેવન્યૂ એટલે સેલ્સ – વેચાણ અને અર્નિંગ્સ એટલે પ્રોફિટ

43 માર્કેટ કોઈ વસ્તુને શું કિંમતે જુએ છે તેને પ્રાઇસ કહે છે જયારે કોસ્ટ એ વસ્તુ અથવા શૅરની ખરી વૅલ્યૂ પ્રદર્શિત કરે છે.

44 સામાન્ય રીતે શૅરની સંખ્યા એ જે તે કંપનીના આઉટસ્ટૅન્ડિંગ શૅર્સ દર્શાવે છે.

45 BASIC EPS એ વર્તમાન અને DILUTED EPS એ ભવિષ્ય દર્શાવે છે.

46 Consolidated Financial Statements i subsidiaries नो સમાવેશ થાય છે અને Standalone Financial Statements માં કંપનીની subsidiaries નો સમાવેશ થતો નથી.

47 રોકાણ કરવાના નિર્ણયમાંથી નસીબને છોડો અને ચોક્કસ અનુમાન કરવાની ક્ષમતાને ઉમેરો.

48 માર્કેટમાં હરીફાઈના પરિણામે આર્બિટ્રેજ ઉત્પન્ન થાય છે.

49 TTM EPS ને ધ્યાનમાં લેવાનાં બે કારણો છે

50 કંપનીના ગ્રોથ રેટ – વૃદ્ધિ દર અને તમારા રોકાણના ગ્રોથ રેટ વચ્ચે ઘણું અંતર હોઈ શકે છે.

51 રોકાણકારો કંપનીના અર્નિંગ્સનો એક ભાગ મેળવવા માટે કેટલા પૈસા ખર્ચ કરવા તૈયાર છે તે આ Price to Earnings Ratio પરથી જાણી શકાય છે.

52 Price to Earnings Ratio ની સરખામણી સમાન ઇન્ડસ્ટ્રીની કંપનીઓ વચ્ચે જ કરવી જોઈએ.

53 માત્ર Price to Earnings Ratio ના આધારે કોઈ નિર્ણય લેવા એ હિતાવહ નથી.

54 વધુ P/E રેશિયોના 2 અર્થ થઈ શકે છે.

55 Intrinsic P/E* શૅરની કિંમત અથવા કંપનીના અર્નિંગ્સમાં થતા ફેરફાર છતાં પોતાનું મૂલ્ય જાળવી રાખે છે.

56 શેર “ન” ખરીદવાનો નિર્ણય એ શૅર ખરીદવાના નિર્ણય જેટલો જ મહત્ત્વનો છે.

57 PEGરેશિયો ભૂતકાળના ડેટાને ભવિષ્યની ગ્રોથની શક્યતાઓ સાથે જોડીને વૅલ્યૂ ઍનાલિસિસ માટે વધુ ચોક્સાઈ પૂરી પાડે છે.

58 1 થી વધુના PEG ને પ્રતિકૂળ ગણવામાં આવે છે

59 શૅરબજારમાં માત્ર એક જ વસ્તુની ગૅરન્ટી છે અને એ છે કે શૅરની કિંમત ક્યારેકને ક્યારેક તો ઇન્ટ્રિન્સિક વૅલ્યૂએ પહોંચશે જ.

60 શૅરની ઇન્સ્ટ્રિન્સિક વૅલ્યૂની પુનઃ ગણતરી વર્ષમાં એક વખત તો જરૂર કરો.

61 શૅરરોકાણ સરળ, અનુમાનિત કરી શકાય તેવું અને કોઈ જ વધારાના રિસ્ક વગરનું છે.

62 જ્યારે તમે શેર ખરીદી લો છો પછી તમારી લાગણીઓની રમત શરૂ થાય છે.

63 Book Value એટલે કોઈ મિલકત ખરીદવા માટે ચૂકવવામાં આવેલી કિંમત. જયારે Market Value એટલે માર્કેટમાં એ મિલકતને જે કિંમતે વેચી શકાય તે કિંમત.

64 આદર્શ રીતે P/B રેશિયો 1 થી ઓછો હોવો જોઈએ પણ 3 થી નીચેનો P/B રેશિયો સ્વીકાર્ય હોય છે.

65 લો P/B અને હાઈ ROE એ સારા ફંડામેન્ટલ ધરાવતા અન્ડરવૅલ્યૂડ શૅરની નિશાની છે.

66 વધુ D/E રેશિયો એ ખૂબ જ જોખમી કઈ શકાય.

67 D/E રેશિયો એ ઈન્ડસ્ટ્રી પર આધાર રાખે છે.

68 અર્નિંગ્સ વૉલેટાઇલ હોય છે અને નામાની પદ્ધતિઓની છેડછાડથી ફુલપ્રુફ નથી હોતા.

69 Free Cash Flow નો અર્થ એ થાય કે કંપની પાસે કેટલી ફ્રી કેશ ઉપલબ્ધ છે.

70 50 થી વધુનો FCF રેશિયો ખૂબ જ સરસ ગણવામાં આવે છે.

71 રોકાણ કરતાં પહેલાં તમને તેમાંથી થઈ શકનાર કૅપિટલ ગેઇન અંગેની ધારણા કરો.

72 Rupee Cost Averaging ની મદદથી તમે તમારી એવરેજ કોસ્ટ ઘટાડી શકો છો.

73 Weight of Top up shares ની 566થી Rupee Cost Averaging ની અસરકારકતા જાણવા મળે છે.

74 Price vs. Cost Factor થી ધારકના ડેટા શેર ખરીદવા તે દર્શાવે છે.

75 Rupee Cost Averaging એ બેધારી તલવાર છે. તેનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવે તેટલી તેની અસરકારકતામાં ઘટાડો થાય છે.

76 Rupee Cost Averagingનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે WRCA તકનીકનો ઉપયોગ કરો.

77 શૅરની કિંમતમાં થતા દરેક ઘટાડા સમયે શૅર્સ ખરીદવા જ એવું જરૂરી નથી.

78 સફળ રોકાણકારો મોટાભાગે કશું જ કરતા નથી હોતા.

79 શૉર્ટ ટર્મમાં થતા નફાને એટલે કે ટૂંકા ગાળામાં થઈ રહેલા નફાને લોન્ગ ટર્મના પરિપેક્ષ્યમાં ન જોવો જોઈએ.

80 શૅરનું હોમકમિંગ એ માત્ર એક વખત થતી પ્રક્રિયા નથી.

81 શ્રેષ્ઠ વળતર મેળવવા માટે પોર્ટફોલિયો બૅલેન્સિંગ જરૂરી છે.

82 વિવિધતા ચોક્કસ લાવવી જોઈએ પરંતુ કંપનીઓની સંખ્યા વધારીને નહીં. તમે જે 20 કંપનીના શૅર્સ ધરાવો છો તેની ઇન્ડસ્ટ્રીમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરો.

83 ઇન્ટ્રિન્સિક વૅલ્યૂમાં ઘટાડો એ ખૂબ જ ખરાબ સંકેત છે.

84 ઇન્ટ્રિન્સિક વૅલ્યૂ શૅરની માર્કેટ પ્રાઇસ અથવા એવરેજ કોસ્ટ કરતાં ઓછી થવાની શરૂ થાય તો શૅર વેચવા માટે તૈયાર રહેવું.

85 શૅરબજારમાં એક મહાયુદ્ધ જીતવા માટે ક્યારેક નાનાં યુદ્ધો હારવાં પણ પડતાં હોય છે.

86 નાના રોકાણકાર માટે શૅરની લિક્વિડિટીમાં વધારો કરવામાં સ્ટૉક સ્પ્લિટ મદદરૂપ થાય છે.

87 સ્ટૉક સ્પ્લીટમાં આઉટસ્ટેન્ડિંગ શેર્સની સંખ્યા વધતી હોવાથી દરેક રેશિયો પર તેની અસર પડે છે.

88 કંપની પોતે ઈસ્યૂ કરેલા શૅરને પાછા ખરીદી લે તે પ્રક્રિયાને BuyBack કહે છે.

89 બોનસ શૅર્સ દ્વારા કંપની પોતાના વર્તમાન શૅરહોલ્ડર્સને ફ્રીમાં વધારાના શૅર્સ વહેંચે છે.

90 કોઈ પણ રોકાણ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ન જવું જોઈએ એણે હંમેશાં બદલાવ માટે તૈયાર રહેવું જોઈએ.

91 એક ટકાઉ Economic મોટ એ કંપનીના ભવિષ્યના અર્નિંગ્સ માટે એક સુરક્ષાપ્રણાલી તરીકે કામ કરે છે.

92 કંપનીની એવી લાક્ષણિકતાઓ ચકાસો જે કંપનીને એક ટકાઉ મોટ પૂરું પડતી હોય.

93 કોઈ પણ કંપનીને ગ્રોથ મેળવવા માટે ઈન્ડસ્ટ્રી પર્યાવરણ પૂરું પાડે છે.

94 ફાઇનાન્શિયલ રિપોર્ટ્સમાં આપણને એ જ જોવા મળે છે જે કંપનીનું મૅનેજમેન્ટ આપણને બતાવવા માંગે છે.

95 Adverse Media Screening થી  જરા જુદો અભિપ્રાય મળે છે.

96 પ્રમોટર્સ શૅરહોલ્ડિંગનાં ટ્રેન્ડ્સનું ધ્યાનપૂર્વક અવલોકન કરો.

97 પ્રમોટર્સના શેર્સના પ્લેજિંગનો ટ્રેન્ડ પણ ચેક કરો.

98 એક રોકાણકારે Black Swan Eventનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.

99 શૅર્સમાં સફળતા મેળવવા માટે સ્વનિયંત્રણ શીખો.

100 એક વખત શેરને વેચી દીધા પછી તમારો નિર્ણય સાચો છે કે ખોટો તે ચકાસવા માટે તે શૅર પર નજર ન કરો.

*******

વિશેષ નોંધ....

આ થઈ પુસ્તકના બોધપાઠની વાત. આ બોધ જ સમગ્ર પુસ્તક નથી જ નથી, જેની નોંધ લેવી. હવે કેટલીક ટીપ્સ છે જે આ બોધના પ્રકરણોમાં કેટલીક ખરેખર ઉપયોગી છે. આ માટે આ પુસ્તક આપે વાંચવું જ રહ્યું.

*****

શેર બજારમાં રોકાણ કરતા પહેલા જાણવું જરૂરી શા માટે? આ પ્રશ્ન પર મિ. શૅર અને ગોવિંદની વાતચીત…. 

પ્રથમ ટ્રેનિંગ અને પછી પુષ્કળ પ્રેક્ટિસની જરૂર પડે છે. પૂરતા અનુભવ મળ્યા પછી જ તું સારા પ્રમાણમાં પૈસા મેળવી શકીશ.”

“હા, પરંતુ મને કેટલી પ્રેક્ટિસની જરૂર પડશે? મારી પાસે ઘણો વધારે સમય નથી. હું નોકરી કરું છું, મારે મારા પરિવારનું ધ્યાન રાખવાનું છે. આ બધામાંથી હું ટ્રેનિંગ માટે કેવી રીતે સમય કાઢી શકું?”

“મેં પહેલાં કહ્યું એમ જ એ તારા પર નિર્ભર છે. ટ્રેનિંગ વગરનો પાઇલટ શ્રેષ્ઠ વિમાનને પણ ક્રેશ કરી શકે છે. પરંતુ આપણા કેસમાં જો તારામાં ટ્રેનિંગ અને પ્રેક્ટિસની ઊણપ હશે તો પણ તું દોષનો બધો જ ટોપલો મારા (શેર) પર ઢોળી દઈશ. લાઈસન્સ, ટ્રેનિંગ, પ્રેક્ટિસ અને સર્ટિફિકેટ વગર તમને કોઈ વિમાન ઉડાવવા માટે નથી આપતું પણ કોઈ પ્રકારની ટ્રેનિંગ વગર કોઈ પણ વ્યક્તિ શૅરબજારમાં જરૂર રોકાણ કરી શકે છે. અને જયારે તે નિષ્ફળ જાય છે ત્યારે સૌથી વધુ મને ( શૅર  ) દોષ દેવામાં આવે છે.”

******

ટિપ્સના આધારે રોકાણ કરવું નહિ.

• મિત્રો, સ્વજનો, નાણાકીય સલાહકારો કે ટીવી ચેનલ-ક્યાંયથી પણ ટિપ્સ આવી શકે છે.

• આ સલાહ મુજબના શૅર્સ માત્ર 'રોકાણ કરવા લાયક' કેટેગરીમાં જ રાખવા.

• ક્યારેય પોતાનું ઍનાલિસિસ કર્યા વગર તરત રોકાણ ન કરવું.

************

માણસની આદત - વિશે મિ. શૅર અને ગોવિંદની વાતચીત… 



માણસની આદત એટલે? તમે કહેવા શું માંગો છો?”

“જો ગોવિંદ, જયારે પણ માણસ કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે તે હંમેશાં બીજી કોઈ વ્યક્તિનો જ વાંક શોધે છે. પણ તે ભાગ્યે જ પોતાના પર નજર કરે છે જ્યાં ખરેખર સૌથી વધુ દોષ રહેલા છે.”

“તમે એવું કહી રહ્યા છો કે દરેક વસ્તુમાં માણસનો પોતાનો જ વાંક હોય છે?”

“હા બિલકુલ!”

“એવું કઈ રીતે શક્ય બને? જો કોઈ કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમાં ભગવાનનો કોઈ જ હાથ નહિ?”

“મેં ભગવાનને ખૂબ નજીકથી જોયા છે અને તેમની સાથે શરૂઆતથી કામ કર્યું છે. તેઓ ક્યારેય તમે સામનો કરી રહ્યા છો તે પરિસ્થિતિમાં વિક્ષેપ પહોંચાડતા નથી. દરેક પરિસ્થિતિ તમારા કર્મ આધારિત જ હોય છે. ભગવાન માત્ર તમારા કર્મ અને તેનાં પરિણામોનું સંતુલન કરવાનું કામ કરે છે. કોઈ પણ કુદરતી આપત્તિઓ ભગવાનના કારણે નથી હોતી. તે પાછળ માણસનાં કર્મો જવાબદાર હોય છે.”

“આ ઘણી રસપ્રદ વાત કહી. પરંતુ આને મારા રોકાણમાં મેં ગુમાવેલ

********

ઉછીના પૈસે અને નબળા હૃદયનાં વ્યક્તિએ શૅરબજારમાં રોકાણ કરવું નહિ.

શૅર્સ વૉલેટાઇલ હોય છે.

• આ ઉતારચડાવ સાથે તમારે ટેવાઈ જવું પડે છે.

• તેથી ક્યારેય ઉછીના પૈસે વૉલેટાઇલ માર્કેટમાં રોકાણ કરવું નહિ.

********

પૈસા વિરુદ્ધ સમયની આ લડાઈ લગભગ દરેક મનુષ્ય લડી રહ્યો છે. 

********

રિયલ એસ્ટેટ એ શૅરરોકાણનો વિકલ્પ નથી….

રિયલ એસ્ટેટ જેવા ભારતીયોમાં પ્રસિદ્ધ રોકાણના વિકલ્પમાં બ્લેક મની, લિક્વિડિટીનો અભાવ, વધુ ટેક્સ અને ઓછી ભાડાની આવક જેવા ઘણા પ્રશ્નો જોડાયેલા છે.

શૅરરોકાણ 100% લીગલ, વધુ ડિવિડન્ડ ઇન્કમ અને ઓછો ટેક્સ ધરાવતો શ્રેષ્ઠ વિકલ્પ છે.

***********

મ્યુચ્યુઅલ ફંડ્સ શેર્સની જેમ તમારો ‘ઇન્ટેલેકચુઅલ વિકાસ' કરવામાં મદદ કરતા નથી.

શૅર્સમાં રોકાણથી તમે એક આંત્રપ્રિન્યોરની જેમ કામ કરો છો.

શેર્સની કિંમત, શૅરમાં એન્ટ્રી ટાઈમ, એક્ઝિટ ટાઈમ, એક્ઝિટ કિંમત, ઈન્ડસ્ટ્રી અને કંપનીની પસંદગી વગેરે નિર્ણયો જાતે જ લેવાના હોવાથી રોકાણકારનો માનસિક વિકાસ પણ થાય છે.

• જીવનમાં તમારી સંપત્તિ તમારા ઇન્ટેલેકચુઅલના પ્રમાણમાં જ વધે છે.

*************

આજે જ્યારે કોઈ આગાહી કે અવધારણા વગર શૅર બઝાર ઉપર નીચે થઈ રહ્યું છે અને કરોડો લોકોના અબજો રૂપિયા ધોવાઈ રહ્યા છે ત્યારે આ પુસ્તક એક માર્ગદર્શકની ગરજ સારે એમ છે. 

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link... 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ



SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow