વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમ
Stories poetry and commedy bhavanagar events sahaj sahity

Stories poetry and commedy bhavanagar events sahaj sahity
વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ....
સહજ સાહિત્ય અને ભાવનગર ઈવેન્ટસના સંયુક્ત ઉપક્રમે મીની મેઘાણી ઑડિટોરિયમમાં ભાવનગરના આંગણે વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમ અંતર્ગત....
• સાહિત્યકાર યોગેશ જોશીની વાર્તા 'લાડુ' -નું વાચિકમ્ દર્શનભાઈ પાઠક દ્વારા પ્રસ્તુત થયું.
• નયનભાઈ જોશી અને હર્ષાબહેન દવે સ્વરચિત કાવ્યનું પઠન પ્રસ્તુત કર્યું.
• સિધ્ધ અને પ્રસિધ્ધ વાર્તાકાર અજયભાઈ ઓઝા દ્વારા 'પહેલાં અને પછી' નામે સ્વરચિત વાર્તાનું વાચિકમ્ રજૂ કર્યું.
• વિદ્વાન વાર્તાકાર વિશાલભાઈ ભાદાણી દ્વારા 'મ્યુઝિયમ ઑફ ઇમોશન્સ' નામે સ્વરચિત વાર્તાનું વાચિકમ્ પ્રસ્તુત કરવામાં આવ્યું.
• દિપકભાઈ ત્રિવેદી દ્વારા હાસ્યની રજૂઆત કરવામાં આવી હતી.
• આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.
• સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ મેઘરાજસિંહ અને તેમની ટીમ - ભાવનગર ઇવેન્ટ્સ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.
• આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રસિદ્ધ સાહિત્યકારો સર્વશ્રી મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, નીતિનભાઈ ત્રિવેદી, પ્રવિણભાઇ સરવૈયા, જીગ્નેશભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગરના સાહિત્યપ્રેમી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સહજ સાહિત્ય દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે સિધ્ધ સાહિત્યકારો સાથે નવોદિત સાહિત્યકારોને સાંકળી કાર્યક્રમ પ્રસ્તુત થાય.
What's Your Reaction?






