'આનંદધારા'ના સર્પદંશ સારવાર પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી ડોકટર સાહેબો પણ જોડાયા
snake bite treatment anand dhara project muktanand bapu nalin pandit saheb

snake bite treatment anand dhara project muktanand bapu nalin pandit saheb
'આનંદધારા' પ્રોજેક્ટઃ સર્પદંશ સારવાર માર્ગદર્શક બેઠક
- આનંદ ઠાકર
ગીરસોમનાથ જિલ્લાના ઉના - ગીરગઢડા તાલુકાના નેસડાઓ માટે એક નવી પહેલ કરવામાં આવી. આવનારી પેઢીના શિક્ષણ અને આરોગ્ય માટે સતત વિચાર કરનારા અને તેના હિતમાં કાર્યને તેના પરિણામ સુધી પહોંચાડવા માટે સતત કાર્યશીલ એવા ક્રાંતિકારી સંતશ્રી મુક્તાનંદ બાપુની નિશ્રામાં ગુપ્ત પ્રયાગ તીર્થ ખાતે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ઉના - ગીરગઢડા તાલુકાના સંનિષ્ઠ અને સેવાતત્પર ડોક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી.
જીવ માત્ર પ્રત્યે કરુણા રાખનારા સંતશ્રી પૂ. મુક્તાનંદ બાપુએ સત્વરે તેના માટેના કાર્યને વેગ આપવાનું નક્કી કર્યું.....
નેસડામાં સર્પદંશને કારણે મૃત્યુઆંક જોવા મળે છે, ઉપારાંત નાના બાળકો, યુવાનોના મૃત્યુ સર્પદંશથી થઈ રહ્યા છે એ સાંભળી અને જીવ માત્ર પ્રત્યે કરુણા રાખનારા સંતશ્રી પૂ. મુક્તાનંદ બાપુએ સત્વરે તેના માટેના કાર્યને વેગ આપવાનું નક્કી કર્યું. આ બાનાવોના નિવારણ માટે ' આનંદધારા ' પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પંડિત સાહેબ અને પૂ. મુક્તાનંદ બાપુના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે ગુપ્ત પ્રયાગ ખાતે ઉના - ગીરગઢડાના ડૉક્ટર સાહેબો સાથે માર્ગદર્શન અને ચર્ચા બેઠકનું આયોજન થયું હતું. જેમાં ઊના ગીરગઢડા પંથકના સરકારી અને ખાનગી હોસ્પિટલના જવાબદાર ડૉક્ટરોએ હાજરી આપી અને તેઓએ આ પ્રયત્નમાં પોતાનું યોગદાન આપવા, સેવા આપવા તૈયારી બતાવી.
'આનંદધારા' પ્રોજેક્ટઃ આ પંથકના ડોક્ટર સાહેબો દ્વારા સર્પદંશ સારવાર માર્ગદર્શક બેઠક...
સાપ કરડે એટલે ૨૦ મિનિટથી ૬૦ મિનિટની અંદર ભોગ બનેલાને સારવાર મળી જવી જોઈએ. હવે, નેસડા વિસ્તાર જંગલમાં છે ને ત્યાં જ વધુ સર્પદંશના બનાવો બને છે. જ્યાં કોઈ સંપર્ક થઈ શકે એમ નથી એ વિસ્તારોમાં કઈ રીતે ઝડપથી સારવાર મળે? તેના માટે કેવી કેવી પૂર્વ તૈયારી કરી શકાય? તેની પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકાય? કોની કોની મદદ લઈ શકાય? આ બધા પ્રશ્નોની અને નિરાકરણની ચર્ચા આ બેઠકમાં થઈ. ડૉ. વિપુલ સાહેબ દ્વારા PPT નું નિદર્શન કરી અને સર્પ વિશે વિગતે વાતો કરવામાં આવી અને તેના સત્વરે ઉપાય બાબતે પણ જણાવવામાં આવ્યું.
આ બેઠકમાં THO - ઊના ડૉ. વિપુલ સાહેબ, તેમજ તેની સમગ્ર ટીમે ઉત્સાહ પુર્વક આ કાર્યમાં જોડાયા. તેમજ મહેતા હોસ્પિટલ ઊનાના ડૉ. તપન સાહેબ દ્વારા પણ મહેતા હોસ્પિટલની તમામ સુવિધા સાથે સર્પદંશના દર્દીની સારવાર માટે સરસ તૈયારી બતાવવામાં આવી. અત્રે નોંધનીય છે કે આ તકે તુલસીધામ - જસાધાર વિસ્તારના PHC સેન્ટરના કર્મીઓ, સરકારી હોસ્પિટલ ઉનાના આરોગ્યકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ ડાયટ પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ મેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું,. એમને મળવું એ પણ એક લાહવો છે. એમની પાસેથી પણ ઘણું શીખવા સમજવા મળે.
શિક્ષકો પછી આરોગ્ય કર્મીઓને સાથે રાખીને આ વિસ્તારમાં ' આનંદધારા ' પ્રકલ્પ દ્વારા પુ. મુક્તાનંદ બાપુ અને નલિન પંડિત સાહેબ કલ્પી ન શકાય એવી સેવા કરી રહ્યા છે.
સર્પદંશ માટે સેવા આપવા બાબતે ઉપરોક્ત બન્ને ડોક્ટર સાહેબો ઉપરાંત સ્વાસ્થ્ય હોસ્પિટલ, નટરાજ હોસ્પિટલ દ્વારા પણ તૈયારી બતાવવામાં આવી કે જરૂરી પરિસ્થિતિમાં તેઓ પણ આ અભિયાનમાં પોતાનું યોગદાન જરૂરથી આપશે.
આ રવિવાર રિચાર્જ થવાનો રહ્યો....
મારો લોભ તો આ કાર્યક્રમમાં એ હતો કે મારી શાળા પણ જંગલના દરવાજામાં છે એટલે કંઇક જાણવા મળે ને મોટો લાભ કે લોભ એ કે પંડિત સાહેબને મળીએ એટલે શિક્ષણ માટે એક નવી ઊર્જા મળે.
snake bite treatment anand dhara project muktanand bapu nalin pandit saheb
નેસડાઓ આ રીતે રળિયાત થઈ રહ્યા છે ને ત્યાંના નિવાસીઓના જીવનમાં શિક્ષણ અને આરોગ્ય માટે એક નવી ધૂણી ધખાવી રહ્યા છે એ માટે પૂ. મુક્તાનંદ બાપુ અને આદરણીય પંડિત સાહેબને, બંનેને હૃદયપૂર્વક વંદન.
- આનંદ ઠાકર
વિશેષ તસવીરો...
snake bite treatment anand dhara project muktanand bapu nalin pandit saheb
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






