Shinzo Abe સ્વપ્નદૃષ્ટા શિન્ઝો આબે ( Shinzo Abe ) : કોણ અને શું હતા? જાણો...

Who and what were Shinzo Abe? Nation Dreamer Japan

Oct 7, 2024 - 08:56
 0  11
Shinzo Abe સ્વપ્નદૃષ્ટા શિન્ઝો આબે ( Shinzo Abe ) : કોણ અને શું હતા? જાણો...
Who and what were Shinzo Abe? Nation Dreamer Japan

Who and what were Shinzo Abe? Nation Dreamer Japan

Shinzo Abe સ્વપ્નદૃષ્ટા શિન્ઝો આબે ( Shinzo Abe ) : કોણ અને શું હતા? જાણો...

Shinzo Abe Japan

શિન્ઝો આબે ( Shinzo Abe ) જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનનું 8 જુલાઇ 2022 ના રોજ નારામાં ભાષણ આપતી વખતે જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ભૂતપૂર્વ અધિકારી દ્વારા આબેની હોમમેઇડ હથિયાર વડે હત્યા કરવામાં આવી.

આ ઘટનાને કારણે શિન્ઝો આબે ( Shinzo Abe ) જાપાન ( Japan ) દેશ બંને વિશ્વના મીડિયામાં અત્યારે ચર્ચામાં છે ત્યારે અમે આ બંને વિશે ટૂંકમાં છતાં સચોટ માહિતી ને મુદ્દા સાથે વાત કરીએ.

શિન્ઝો આબે ( Shinzo Abe )

21 સપ્ટેમ્બર 1954 ના રોજ એક રાજવી અને રાજકારણી કુટુંબમાં જન્મેલા શિન્ઝો આબે ( Shinzo Abe ) જાપાની રાજકારણી હતા. જેમણે જાપાનના વડા પ્રધાન અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

શું બસ આટલું જ મહત્વનું છે? ના. વિશ્વમાં સાક્ષરતા દરના સૌથી અગ્રેસર દેશોમાં એક ગણાતા જાપાન દેશના આ વડા પ્રધાન વિશે સમજવું ખૂબ જરૂરી છે.

તેઓ 2012 થી 2020 સુધી જાપાનના ઇતિહાસમાં ( history of Japan ) માં સૌથી લાંબા સમય માટે રહેનારા વડા પ્રધાન હતા. 2012 માં થોડા સમય માટે વિરોધ પક્ષના નેતા હતા.

તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખર્ચમાં કાપ દ્વારા તેમના મોટાભાગનું બજેટ-સંતુલન હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

શિન્ઝો આબે ( Shinzo Abe ) જુનિચિરો કોઈઝુમી હેઠળ 2005 થી 2006 દરમિયાન મુખ્ય કેબિનેટ સચિવ તરીકે પણ સેવા આપી હતી. વિદેશ મંત્રીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ , એલડીપી જનરલ કાઉન્સિલના અધ્યક્ષના ખાનગી સચિવ અને એલડીપી સેક્રેટરી-જનરલના ખાનગી સચિવ સહિત સંખ્યાબંધ સરકારી હોદ્દાઓ પર કામ કર્યું છે.

આટલા પ્રતિભાશાળી હતા, આ બાબતે તેઓનું શિક્ષણ પણ જાણવા જેવું છે.

શિન્ઝો આબે ( Shinzo Abe ) શિક્ષણ...

શિન્ઝો આબે ( Shinzo Abe ) એ જાહેર વહીવટનો અભ્યાસ કર્યો અને 1977 માં સેઇકેઇ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયાની સ્કૂલ ઑફ પોલિસી, પ્લાનિંગ અને ડેવલપમેન્ટમાં જાહેર નીતિનો અભ્યાસ કર્યો.

તેમના પિતાજી...

તેમના પિતાજી કાન આબે યામાગુચી જમીનદાર હતા. જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપી હતી, જ્યારે તેમના પિતા શિન્તારો આબેએ 1958 થી 1991 દરમિયાન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપી હતી, જેમાં મુખ્ય કેબિનેટ સચિવ , આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ પ્રધાન તરીકે કાર્ય કર્યું હતું. , અને વિદેશી બાબતોના પ્રધાન હતા.

 

શા માટે ચર્ચામાં રહ્યા?

1997 થી, "ઇન્સ્ટિટ્યુટ ઑફ જુનિયર એસેમ્બલી મેમ્બર્સ હુ થિંક અબાઉટ ધ આઉટલુક ઓફ જાપાન એન્ડ હિસ્ટરી એજ્યુકેશન" ના બ્યુરો ચીફ તરીકે, આબેએ વિવાદાસ્પદ જાપાનીઝ સોસાયટી ફોર હિસ્ટ્રી ટેક્ષ્ટબુક રિફોર્મ અને ધ ન્યૂ હિસ્ટ્રી ટેક્સ્ટબુકને ટેકો આપ્યો હતો. આ સંસ્થાઓ જાપાનના ઇતિહાસને પોતાના સંઘર્ષ અને દેશપ્રેમના મુદ્દે રજૂ કરવા ઈચ્છતી હતી. શિન્ઝો આબે ( Shinzo Abe ) પણ માનતા હતા કે યુવાનોમાં રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને પોતાના દેશના સંઘર્ષ વિશે સાચો ઇતિહાસ જાણે આ માટે પ્રોત્સાહન આપવા માટે તેઓએ બિલની દરખાસ્ત કરી હતી જેમાં પાઠ્યપુસ્તકમાં દેશપ્રેમના મુદ્દાઓને સમાવવામાં આવે. આ માટે તેઓ માનતા પણ બન્યા હતા અને સામે પક્ષે વિવાદ અને ચર્ચામાં પણ રહ્યા હતા.

જાપાન ( Japan ) ...

બીજા વિશ્વયુદ્ધમાં 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા પરમાણુ હુમલો થાય છે. વિશ્વમાં આ ઘટનાએ જબરું ધ્યાન દોર્યું પણ એનાથી વધુ વિશ્વ વધુ અચંબિત થયું જ્યારે સાવ ખતમ થઈ ગયેલું જાપાન માત્ર 10-15 વર્ષમાં વિશ્વને ઉદ્યોગો અને શિક્ષણમાં હંફાવી રહ્યું હતું. કોને રાષ્ટ્રપ્રેમ કહેવાય? શિક્ષણની શું ભૂમિકા હોય દેશને આગળ લાવવામાં? ઉદ્યોગો અને ખેતીની એવી તે કેવી નીતિ અપનાવી કે ભૂકંપ અને જ્વાળામુખીના આ દેશે અપ્રતિમ સિધ્ધિઓ હાંસલ કરી? આજે ય જાપાન સામે જેટલા પડકારો છે અને એની વચ્ચે પણ Electronic અને Robotic science માં કઈ રીતે આગળ છે? આ બધી બાબત ફક્ત એક બે ફકરામાં ન કહી શકાય, માટે એના માટે એક અલાયદો લેખ કર્યો છે. ચાલો, એ લીંક પર...


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow