Vepar Setu : ઉદ્યોગ સાહસ માટે અનોખો વિચાર : આ આઈડિયા પરથી પ્રેરણા લેવા જેવી

Vepar Setu : Business Development New Idea learning summit surat gujarat

Oct 12, 2024 - 15:57
 0  15

Vepar Setu : Business Development New Idea learning summit surat

( સુરતની અંદર એક બહુ જ બહુ જ મર્યાદિત લોકોની એક મિટિંગ થાય છે. એ પરિવાર એટલે ખૂંટ પરિવાર - એક જ જ્ઞાતિ અને એમાં પણ એક જ અટક ધરાવતા લોકો ભેગા થઈ એના બિઝનેસમાં આગળ વધવા એક સેમિનાર કરે આ એક રીતે સમાચાર નથી કે નથી મોટી ઘટના અરે ઘણાં લોકો આને સંકુચિત વલણ રાખીને જોશે પણ પૂરું વાંચશો તો આખી વાત સમજાઈ જશે અને એ લોકોનો ઉદ્દેશ પણ સમજાશે.

સુરતના દિનેશભાઈ ખૂંટ એક વિચાર કરે છે, એ વિચાર એમના મિત્રો વિજયભાઈ ખૂંટ અને રાજેશભાઈ ખૂંટને જણાવે છે. એમની પાસે જેટલી શક્યતાઓ હતી એ વિચારી અને સૌ પ્રથમ એ વિચાર્યું કે આપણી આસપાસના ખૂંટ પરિવારના લોકો જે સુરત કે અન્ય જગ્યાએ પોતાના સાહસથી સંઘર્ષ કરે છે એમને કઈ રીતે એક પ્લેટફોર્મ આપી શકાય? તેઓએ વિચાર્યું કે જો આપણે તે લોકોને પ્લેટફોર્મ આપશું તો આગળ જતાં અન્ય નવા ઉદ્યોગ સાહસિકોને સહકાર આપી શકીશું. એમના માટે આ ખૂંટ બિઝનેસ સમિટ એ એક એમની નેટ પ્રેક્ટિસ છે કે ઉદ્યોગમાં આગળ આવવા ઈચ્છતા લોકો માટે કયા પ્રશ્નો છે? કેવી મુશ્કેલીઓ છે ને એનો કેવી રીતે ઉકેલ લાવી શકાય? શેની શેની જરૂરિયાત છે? આ બધાં પ્રશ્નોમાં આ લોકો જેટલા સફળ થશે એ પ્રમાણે આ કાર્યને વિસ્તરશે..., અત્યારે જે રીતે શરૂઆત કરી રહ્યા છે એ પ્રારૂપ ખરેખર અન્યને પ્રેરણારૂપ બને છે. દિનેશભાઇનો વિચાર જ નહિ કામ અને પુરુષાર્થ પરનો એમનો વિશ્વાસ આ લેખ વાંચીને સમજાશે... હવે પછીનો કે લેખ આપ વાંચશો એ વિજયભાઈ ખૂંટ અને રાજેશભાઈ ખૂંટ દ્વારા લખાયેલો છે, એમના શબ્દો... - Sahaj Sahity ટીમ વતી : આનંદ ઠાકર )

Vepar Setu : Business Development New Idea learning summit surat

કોઇ કાર્યક્રમમાંં જ્યારે સ્નેહ, પ્રેમ અને સમર્પણ ભળે અને એ એક જ પરિવારનો હોય ત્યારે એ ઉત્સવ બની જાય છે.

ખુંટ પરિવાર વેપાર સેતુ દ્વારા આયોજીત આ કાર્યક્રમ ઉત્સવથી કમ ન હતો.

Vepar Setu : Business Development New Idea learning summit surat

પરિવારમાં મહેમાન તો ન કહી શકાય પણ માર્ગદર્શક અને મોટાભાઇ એવા નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. મૃગેશ ખૂંટ અને રાજકોટના જાણીતા કોચિંગ ક્લાસ ટાર્ગેટ ઇન્સ્ટીટ્યુટના સંચાલક અને પરિવારમાં સદૈવ તત્પર રહેનાર અગ્રણી જિજ્ઞેશભાઇ ખુંટ હાજર રહ્યા હતા. જે અમારા માટે ગૌરવની વાત છે.

પરિવારના એજન્ડા ઉપરાંત પ્રવૃત્તિઓ સવારમાં યોગા, મેડિટેશન, કસરત, સુર્ય નમસ્કાર સાથે દિવસની શરુઆત કરવામાં આવી.

Vepar Setu : Business Development New Idea learning summit surat

બન્ને સેશનમાં ખુંટ પરિવારના એમ્બેસેંડર દ્વારા લર્નિંગ સેશન આપવામાં આવ્યા. દરેકની એટલી બધી તૈયારી અને ઉત્સાહ હતા કે તેમના દરેક શબ્દની કિંમત આંકવી જ પડે.

ત્યારબાદ મોડિ રાત્રે ચાની ચુસ્કિ સાથે Open Mic નુ આયોજન થયુ.

Vepar Setu : Business Development New Idea learning summit surat

દિલને સ્પર્શી જાય એવી એક એક વ્યક્તિની જીવનગાથા હતી. એવુ લાગતું હતું કે દરેક વ્યક્તિના જીવનની એક એક બુક લખી શકાય. દરેક વ્યક્તિ જ્યારે પોતાનો સંઘર્ષ વર્ણવતા હતા, સામે બેસનાર એક પણ વ્યક્તિ એવો નહિ હોય કે જેની આંખ ભીની નહિ હોય!

હર હંમેશા સાથે મસ્તી કરનાર સાથે હસનાર આજે સાથે રડ્યા પણ ખરા...

Vepar Setu : Business Development New Idea learning summit surat
Vepar Setu : Business Development New Idea learning summit surat

જેમાં 8 લર્નિંગ સેશન અને KPVSકલ્ચરનુ લોંચિંગ કરવામાં આવ્યુ. જે કાર્યક્રમનો મુખ્ય એજંડા હતો.

આગામી સમયમાં ખુંટ પરિવાર દ્વારા...

1) આગામી સમયમાં યુવા સાહસિકોને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળે.
2) વેપાર સાથે પોતાનું વ્યક્તિત્વ ડેવલોપ થાય.
3) વેપારમાં આવતા પ્રશ્નોનું પરિવારના એક્સપર્ટ દ્વારા નિરાકરણ લાવવું.
4) કાયદાકીય પ્રશ્ન અને બાબતોમાં પરિવારનું માર્ગદર્શન અને સહયોગ આપવો.

જેવા મુદ્દા પર વિગતે ચર્ચા કરવામાં આવી.

5) 2023 માં યોજાનાર ભવ્યાતિ ભવ્ય સ્નેહમિલનની તૈયારી શરુ કરવી.
6) ખુંટ પરિવાર વેપાર સેતુ રાજકોટમાં શરુઆત કરવામાં આવે.

અનેક બાબતો પણ નિર્ણાત્મક ચર્ચા કરવામાં આવી.

મેં અત્યાર સુધીમાં ઘણા બધા સેમિનાર અને ટ્રેનિંગ સેશન અટેન્ડ કર્યા પણ આ સેશન અને કાર્યક્રમમાં જે ઉર્જા હતી એ ક્યારેય ક્યાંય નથી જોઇ અને તેના માટે વાતાવરણમાં અને વ્યક્તિમાં ઉર્જા ભરવાની ક્ષમતા જો કોઇ વ્યક્તિમાં હોય તો એ છે દિનેશ કે ખૂંટ એમનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે.

Vepar Setu : Business Development New Idea learning summit surat

સાથે કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ નાના ભાઇ અને ખુંટ પરિવાર સેવા ટ્રસ્ટના સભ્ય એવા જયદિપ ખુંટનો આભાર.

ગુજરાતભરમાં વસતા તમામ ખુંટ પરિવારજનોને હું એટલુ જ કહિશ કે અમે તમને વેપારી તરીકે, સાહસિક તરીકે, સ્ટાર્ટ અપ કરનાર વ્યક્તિ તરીકે એ વિશાળ પ્લેટફોર્મ આપવા તત્પર છીએ.

Vepar Setu : Business Development New Idea learning summit surat

આવી ભાવના સાથે અને આથી પણ સારા લોકો જોડાઇ અને પછી એક મકામ આવે કે અમે રાષ્ટ્રની કોઈપણ વ્યક્તિને આ રીતે મદદ કરીને રાષ્ટ્રીય વિકાસમાં અમે પણ ખિસકોલી કર્મ કરીશું.

આલેખન - વિજયભાઈ ખૂંટ તથા રાજેશભાઈ ખૂંટ

photo credit - Gulmoharphotography

Vepar Setu : Business Development New Idea learning summit surat gujarat

અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow