ક્રાંતિકારી રાજુની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ જાણો, કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ?

PM Modi Alluri Sitarama Raju statue freedom fighter

Oct 7, 2024 - 09:10
 0  14
ક્રાંતિકારી રાજુની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ જાણો, કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ?
PM Modi Alluri Sitarama Raju statue freedom fighter

PM Modi Alluri Sitarama Raju statue freedom fighter

ક્રાંતિકારી રાજુની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ જાણો, કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ?

તા. 4/7/2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) સાહેબ આંધ્ર પ્રદેશના ભીમાવરમની મુલાકાત લેશે,  ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. Alluri Sitarama Raju અલ્લુરી સીતારામ રાજુની 125 મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજવાનો છે.

Azadi Ka Amrit Mahotsav, Government Of India

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવા દેશભરના લોકોને તેમના વિશે જાગૃત કરવા પ્રતિબદ્ધ છે.

અલ્લુરી સીતારામ રાજુની 125 મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ....

4મી જુલાઈ 1897ના રોજ જન્મેલા અલ્લુરી સીતારામ રાજુને પૂર્વ ઘાટ ક્ષેત્રમાં આદિવાસી સમુદાયોના હિતોની રક્ષા કરવા માટે બ્રિટિશરો સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે રામ્પા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું, જે 1922 માં શરૂ કરવામાં આવ્યું હતું.

વિજયનગર જિલ્લાના પાંડરંગી ખાતે અલ્લુરી સીતારામ રાજુના જન્મસ્થળ પર આ કાર્યક્રમ યોજવાનો છે.

રાજુની પ્રતિમા....

સરકારે ધ્યાન મુદ્રામાં અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમા સાથે મોગલ્લુ ખાતે અલુરી ધ્યાન મંદિરના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેમાં ભીંતચિત્રો અને ઇન્ટરેક્ટિવ સિસ્ટમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીના જીવનકથાને દર્શાવવામાં આવી છે.

કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ?

અલ્લુરી સીતારામ રાજુ એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે સશસ્ત્ર અભિયાન ચલાવ્યું હતું. તેઓ 18 વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા.

હાલના આંધ્ર પ્રદેશમાં જન્મેલા, તેઓ 1882ના મદ્રાસ ફોરેસ્ટ એક્ટ વિરૂધ્ધ બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયા, જેણે આદિવાસીઓના તેમના જંગલના આવાસમાં મુક્ત અવરજવરને બંધ કરી દીધી હતી. આદિવાસીઓને પરંપરાગત સ્વરૂપની પ્રેક્ટિસ કરતા અટકાવ્યા. જેમાં સશસ્ત્ર તાલીમ, આયુર્વેદિક, વન પેદાશો, પોડુ (શિફ્ટિંગ ખેતી) તરીકે ઓળખાતી ખેતી વગેરે પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ લાદ્યો હતો.

બ્રિટિશરો પ્રત્યે વધતા જતા અસંતોષને કારણે 1922 ના રામ્પા બળવો થયો , જેમાં સીતારામ રાજુએ એક નેતા તરીકે મુખ્ય ભાગ ભજવ્યો.
તેના પરાક્રમી કાર્યો માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને "માન્યમ વીરુડુ" (જંગલનો હીરો) હુલામણું નામ આપવામાં આવ્યું હતું .

1924માં, રાજુને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા, તેને ઝાડ સાથે બાંધી જાહેરમાં માર મારવામાં આવ્યા.
તેના માનમાં એક જિલ્લાનું નામ પણ અપાયું છે. 4 જુલાઈ ના રોજ 125 મી જન્મજયંતિ છે ત્યારે 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

RRR Film માં એમનું પાત્ર....

અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથના ડિરેક્ટર રાજા મૌલીએ ( rajamouli )  પ્રસ્તુત કરેલી ફિલ્મ RRR માં અલ્લૂરી સીતારામ રાજુ પરથી ફિલ્મના હીરો રામચરણ ( ramchaaran) નું પાત્ર બનાવ્યું હતું.   ફિલ્મમાં જેમનું બીજું પાત્ર જુનિયર એન. ટી. આર. Junior NTR  ભજવી રહ્યા હતા એ હતા કોમારામ ભીમ.

PM Modi Alluri Sitarama Raju statue freedom fighter


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow