Jagannatha સરસપુરની ડોશીઓએ કરેલી જગન્નાથજીની કથા, તમને ખબર છે?
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
સરસપુરની ડોશીઓએ કરેલી જગન્નાથજીની કથા, તમને ખબર છે?
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
Rathyatra Ahmedabad 2022
આલેખન - રામ મોરી
( લેખક, રામ મોરી ગુજરાતી સાહિત્ય અને ફિલ્મનો નવો અને અનોખો અવાજ છે. એમની વાર્તા અને કંઈ પણ કહેવાની રીત આપણને તરબતર કરી જાય... કાલે રથયાત્રા છે ત્યારે રામ મોરીના આલેખનમાં અને સરસપુરની ડોશીઓએ ભારે હરખથી રામ મોરીને કહેલી આ કથા વાંચો... )
પુરાણોની કથાઓ જેટલી જ લાડકી હોય છે ભાવકથાઓ. એવી કથાઓ જે પરંપરાઓ અને પૂજા સાથે કંકુચોખા બની હોંશીલી હરખાય, એના હરખમાં આખી પેઢીઓની પેઢી મલકાય.
ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થાય અને હરખ સોળે કળાએ મહોરી ઉઠે. સોનાવેશના આ દર્શન વર્ષમાં એકવાર જ મળે છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બળભદ્રજીની આંખો પર રેશમી પાટાઓ બાંધવામાં આવે છે. આજથી પાંચ વર્ષ પહેલાં આ પરંપરા પાછળની રસપ્રદ ભાવકથા જાણેલી. સરસપુરની ડોશીઓએ ભારે હરખથી આ કથા મને કહી હતી.
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
Rathyatra Ahmedabad
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજી મોસાળ આવ્યા. મોસાળમાં મામાએ પ્રેમથી બત્રીસ ભાતના ભોજનિયા જમાડ્યા. મામીએ મલકાઈને થોડો સમય આગતા સ્વાગતા કરી પછી મામી કંટાળ્યા કે આ ભાણેજ તો જવાનું નામ જ નથી લેતા. એની કોડીલી આંખો રસોડામાં જે જે ધાન પર પડે છે એ બધું રંધાવે છે.
એક દિવસ મામા ઘરે નહોતા ત્યારે મામીએ અરધીરાતે સોનાથાળમાં આંબળા, આંબલી અને કાચી કેરીઓ સમારી ખાવા આપી. ત્રણેય ભાણેજરું તો હરખાઈને ખાટું ખાવા લાગ્યા. રાત્રે આટલું ખાટું ખાધું તો સવારે ત્રણેય ભાઈ બહેન જગન્નાથજી, સુભદ્રાબેન અને બળભદ્રજીને આંખો આવી. લાલ લાલ આંખો, અંદરથી પાણી નીકળે અને દુખ્યા કરે. મામીએ ભારે ચતુરાઈથી રેશમના પાટાઓ બાંધી આપ્યા કે આ રીતે આંખો બંધ રાખો તો ચેપ કોઈને લાગશે નહીં ને તમને આંખો દુ:ખશે નહીં. મામા ઘરે આવ્યાને એને આખી વાત જાણી તો એને ભારે દુ:ખ થયું. ત્રણેય ભાણેજરૂને રાજી કરવા મામાએ સોનાના આભૂષણો અને સોના વસ્ત્રોના લાડ લડાવ્યા !
145 વર્ષથી આ પરંપરા સચવાઈ છે કે આજે પણ ભગવાનની મૂર્તિઓને આંખો આવી હોય એ રીતે એમની આંખો પર રેશમી પાટાઓ બાંધવામાં આવે છે અને સોનાવેશ પણ ધરાવવામાં આવે છે.
સરસપુરની એ માવલડીઓ જ્યારે આ કથા કહી રહી હતી ત્યારે એમની ભક્તિભીની આંખોમાં વેદવ્યાસ અને ગૌરીપુત્ર ગણેશ હરખાતા દેખાયા હતા. જય જગન્નાથ !
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
Rathyatra Ahmedabad
#jagannath #rathyatra2022 #rathyatra #saraspur #Ahmedabad #Raammori #vratkatha #puran #Bhagavat #ganesh #vyas #mahabharat #krushn #balraam #subhadra #sonaveah #bhagvan #raam
Jagannatha Rathyatra Saraspur Ahmedabad Krushn Balram Subhadra raam mori
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






