શું તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો? તો જાણો આટલું...

Plastic water bottle dengerous for health

Aug 5, 2025 - 09:07
 0  6
શું તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો? તો જાણો આટલું...

Plastic water bottle dengerous for health

શું તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો? તો જાણો આટલું...

Plastic water bottle dengerous for health

Plastic water bottle dengerous for health[/caption]

આલેખન - જય પંડ્યા 

આપણે સૌ પાણીની બોટલ નિયમિત રીતે આપણી શાળા, કોલેજ, ઓફિસ કે વિવિધ વ્યવસાયના સ્થળો પર લઈ જઈએ છીએ. આ આપણા માટે એક રોજિંદી પ્રક્રિયા છે.

આમ છતાં આપણે કદી એવો વિચાર કર્યો છે કે આ પાણી જે પ્લાસ્ટિકની બોટલમાં હોય છે તે ઘણીવાર નુકસાન કારક સાબિત થઈ શકે છે. કદાચ આપણે આ વિશે જાણતા હોઈએ અને કદાચ ન પણ જાણતા હોઈએ કે આ બોટલમાંથી કેટલાય એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તો આજે આપણે તે વિશે જાણીએ.

પાણીની બોટલ એક અંદાજ મુજબ એક વર્ષ દરમિયાન 2. 5 મિલિયન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. વોટર બોટલનો કચરો દરિયામાં ધોવાઈ જાય છે. જેથી દરિયામાં રહેલા લગભગ 1.1 મિલિયન સૂક્ષ્મ જીવો નાશ પામે છે.

પ્લાસ્ટિક બોટલમાં રહેલા પદાર્થ ઝેર સમાન કે તેથી પણ વધુ ભયાનક હોય છે. જે માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન કરે છે .

આ પાછળનું કારણ એ છે કે પ્લાસ્ટિક બોટલમાં રહેલ પદાર્થ અમુક સમય વીત્યા બાદ પાણીમાં ભળી જાય છે. જે માનવ શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન કરે છે.

આ બોટલનો શક્ય તેટલો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે જો આ પાણીમાં રહેલ બેક્ટેરિયા તમારા લોહીમાં ભળી જાય તો આ બોટલના પાણીના કારણે
ઘણી ભયાનક બીમારી થઈ શકે છે.

જેમ કે...

* લીવર અને કિડનીનું ડેમેજ થવું.
* સ્તનનું કેન્સર
* ગર્ભાશયનું કેન્સર

વગેરે જેવી બીમારીઓ થાય છે. જે ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્લાસ્ટિક બોટલના ઉત્પાદન માટે
એક અંદાજ મુજબ વાર્ષિક આશરે 17.6 મિલિયન બેરલ ઓઇલની જરૂર પડે છે.

વિશ્વ ભરમાં એક વર્ષ દરમિયાન પ્લાસ્ટિક બોટલના ઉત્પાદન માટે 2.7 મિલિયન ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક બોટલમાં ભરેલા પાણીને જયારે બજારમાં પહોચાડવામાં આવે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં હવાનું પ્રદુષણ ફેલાય છે. જે ગ્લોબલ વોર્મિંગમાં પણ સિંહ ફાળો આપે છે.

બોટલનું પાણી સમગ્ર જીવન ચક્રને ભસ્મી ભૂત કરે છે.

એવુ માનવામાં આવે છે કે ધાતુની બોટલમાં અમુક સાવધાની સાથે પાણી રાખવમાં આવે અને તે પાણી પીવામાં આવે તો તે પાણી પીવા લાયક હોય છે. જો તેમાં ક્ષાર હોય તો તે નાની સાંદ્રતામાં જોવા મળે છે.
એવી શક્યતા રહેલી છે.

પ્લાસ્ટિક બોટલમાં BPA નામક રાસાયણિક પદાર્થ હોય છે. અને તેના સિવાય પણ બીજા ઘણા હાનિકારક રાસાયણિક પદાર્થ કે રાસાયણિક તત્વો પણ જોવા મળે છે.

અન્ય ઉત્પાદક વસ્તુઓની તુલનામાં પ્લાસ્ટિક સૌથી ઓછો શિપિંગ ખર્ચ ધરાવે છે. જેથી યુનાઇટેડ સ્ટેટ્સની કન્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિકનો બીજા ક્રમનો સૌથી મોટો ઉપભોક્તા છે.

આપણને એ વિચાર થાય કે પ્લાસ્ટિક બોટલ દરિયાઈ જીવ સૃષ્ટિને કંઈ રીતે નુકસાન કરે?

ઘણીવાર આપણે દરિયા કિનારે ફરવા માટે જઈએ ત્યારે આપણે ઘણી વખત પ્લાસ્ટિકની બોટલ યુસ કરી અને ફેંકી દઈએ છીએ. એ બોટલ જયારે દરિયાના પાણીમાં ભળે છે ત્યારે તે ધીમે ધીમે વિઘટિત થાય છે. અને તેનો એક ભાગ જયારે પાણીમાં ભળે છે ત્યારે તે દરિયાઈ જીવ સૃષ્ટિ માટે અકલ્પનિય નુકસાન કારક બની રહે છે.

આપણે અહીં આગળ જાણ્યું કે "BPA" નામક કેમિકલ પાણીની બોટલમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે અતિ નુકસાન કારક છે. તો હવે આપણે આ "BPA" કેમિકલ વિશે થોડી જાણકારી પ્રાપ્ત કરીએ.

શું છે આ " BPA" કેમિકલ...

આ કેમિકલનું પૂર્ણ નામ ' બિસ્ફેનોલ ( A) છે. જે પોલીકાર્બોનેટના ઉત્પાદનમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ચશ્મા, શટર પ્રુફ વિન્ડો, પાણીની બોટલ અને ઇપોક્સી રેઝિનના ઉત્પાદનમાં ભારી માત્રામાં જોવા મળે છે.

આ કેમિકલનો ઉપયોગ કંઈ કંઈ વસ્તુમાં કરવામાં આવે છે?

આ કેમિકલનો મુખ્ય ઉપયોગ પોલીકાર્બોનેટ પ્લાસ્ટિકના ઉત્પાદન માટે કરવામાં આવે છે. તે સિવાય પાણીના કન્ટેનર, કોમ્પેક્ટ ડિસ્ક, પ્લાસ્ટિક ડિનર વેર, ઓટો મોબાઈલના પાર્ટ્સ અને રમકડાં બનાવવા માટે થાય છે.

શું આ કેમિકલ માનવ શરીર માટે હાનિકારક છે?

આ કેમિકલ નાના બાળકોના માનસિક સ્વસ્થ્ય પર અસર કરે છે. ખાસ કરીને તેમની પ્રોસ્ટેટ ગ્રંથિને અસર કરે છે. જો બાળક આ કેમિકલના સંપર્કમાં આવે તો તે ગંભીર અને ચિંતાનો વિષય છે. જે બાળકના વર્તન પર પણ અસર કરે છે. આ કેમિકલ ઘણી વખત
' બ્લડ પ્રેશર ', ' ડાયાબિટીસ ', અને ' કાર્ડિયોવેક્સક્યૂલર ' રોગ માટે જવબદાર સાબિત થઈ શકે છે.

જયારે નાના બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થઈ રહ્યો હોય તે સમયે જો બાળક આ કેમિકલના સંપર્ક માં આવે તો તેનો શારીરિક - માનસિક વિકાસ રૂંધાય છે અને ઘણી બધી આડ અસર જોવા મળે છે.

આમ ઉપરોક્ત ચર્ચાના અંતે એટલું કહી શકાય કે પ્લાસ્ટિક વોટર બોટલ્સનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવો જોઈએ. અને આપણા સ્વાસ્થ્યની સાથે પર્યાવરણનું પણ જતન કરવું જોઈએ.

આલેખન - જય પંડ્યા

Plastic water bottle dengerous for health

#Plastic #water #bottle #dengerous #health

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow