રૂઆબ અને સમર્પણની કવિતા...
Twenty Love Poems and a Song of Despair Pablo Neruda

Twenty Love Poems and a Song of Despair Pablo Neruda
રૂઆબ અને સમર્પણની કવિતા...
यह नरम लहजा प्यारी बातें तेरे लिए है
हम इस लहजे में सबसे बात नहीं करते
જીવનમાં એવું કોઈક જ મળે છે જેમાં તમેતમારો લય તોડીને, તમારો રૂઆબ, તમારો સ્વભાવ છોડીને વાત કરો. પાબ્લો નેરુદા જેવો આમ તો રાજકીય વિચારધારા અને તાર્કિક વ્યક્તિ છતાં એના સર્જનાત્મક જીવનમાં એવા એક પડાવમાં પણ આવ્યા જ્યાં પોતાની વિચારધારા અને તર્કથી જરા છેટું પાડીને ભાવનાત્મક જીવન જીવ્યા. સાચું કે એ એની ઉંમર - યુવાવસ્થા - હતી. પણ પ્રેમ માણસને ગમ્મે તે વયે ટીનએજર બનાવી શકે છે! આ અવસ્થાનો નિષ્કામ આનંદ જ અનેરો હોય છે!
પાબ્લો નેરુદાની કવિતા
આજે મારે વાત કરવી છે ચિલી ગણરાજ્યના સર્જક પાબ્લો નેરુદાની કવિતા વિશે. નેરુદા સામ્યવાદી લેખક અને રાજકારણી હતા. તેમની કવિતાઓમાં તત્કાલીન રંગો અને વૈશ્વિક ચેતનાની અસર હતી. જો કે એમનો એક કાવ્ય સંગ્રહ Twenty Love Poems and a Song of Despair જેનો હિન્દી અનુવાદ મેં વાંચ્યો ' बीस प्रेम कविताएं और हताशा का एक गीत ' अनुवादक है - अशोक पाण्डे આપણે એ બહાને નેરુદાને મળવાનું માધ્યમ રાખ્યું છે...
આ ગીત અને કાવ્યો મૂળતઃ તો એની દોસ્ત જેના તરફ માત્ર આકર્ષણ નહોતું પણ ઓળખાણ હતી એવી આલ્બેર્તીનાને લખેલાં પત્રો છે. સ્નેહ અને પ્રેમમાં આ જ રમત છે. એકમેકની મરજી વિરૂદ્ધ કશું ના થાય અને કોઈ એકને જે ફિલિંગ છે તે ગમ્મે તે ઉંમરે રહે અને એટલે છેલ્લા સંગ્રહની અર્પણ નોંધ લખતાં નેરુદા આલ્બેર્તીનાને યાદ કરે છે.
આ કાવ્યસંગ્રહમાં પ્રેમ માનવ જીવનની ઘટમાળમાં શું ભાગ ભજવે છે તેના માટે નેરુદા લખે છે
उफ ! काले और सुनहरे में बारी-बारी घूमने वाले उस चक्के के शानदार, ज़रखेज़ गुलाम
जागो, नेतृत्व करो और उस सृष्टि को धारण करो
जो इस कदर भरी हुई है जीवन से कि नष्ट हो जाते हैं इसके फूल
और उदासी से लबालब।
ત્રણેક વખત આ કાવ્યપંક્તિઓ વાંચશો ત્યારે એના ભાવ ઊઘડશે... ઉદાસી, કાળા ને સોનેરી એટલે દિવસરાતનું ચક્ર પ્રેમ ફૂલ છે ને એ ફૂલો ઉદાસીથી ભરેલા છે!
નેરુદાના કે નેરુદા જેવા કવિઓના શબ્દોનો કોઈ એક જ ભાવાર્થ ન થાય, આવા કવિઓ પશ્યંતિ વાગ્ધરાના કવિઓ હોય છે, એની પંક્તિઓ તમારા હૃદયની અવસ્થા સાથે અર્થો બદલે છે.
સાથે વાતો કરી કરીને પછી શબ્દો પર છાયા આવી જાય ગમતા જણની! દરેક વસ્તુઓ કે સ્થિતિ એમ થાય કે એ હોય તો એણે આમ કહ્યું હોત.. પણ અફસોસ એને ભુંસવું પડે છે એ મનોસ્થિતિને કવિ રજૂ કરે છે...
लेकिन मेरे शब्दों पर तुम्हारे प्रेम के धब्बे लग जाते हैं
तुम हर चीज़ को भर रही हो, तुम हर चीज़ को भर रही हो।
मैं उन्हें बदल रहा हूँ एक अंतहीन हार में
तुम्हारे सफेद हाथों के लिए, जो अंगूरों जैसे मुलायम ।
પ્રેમના કિનારે નહિ પણ ગળાડૂબ થઈ ગયેલાંની કોઈ ઉર્દૂ ગઝલ ગમે એવી આ રચના છે. જુઓ એના ઉપરના કાવ્યની પંક્તિ અને આ. કેવડા મોટા સ્કેલનો કવિ છે. અને આગળ પણ...
तुम्हें याद करता हूँ तुम जैसी थीं पिछले शरद में।
तुम थीं, सलेटी टोपी और ठहरा हुआ हृदय
तुम्हारी आँखों में गोधूलि की लपटें लगातार लड़ा करती थीं।
और पत्तियाँ गिरा करती थीं तुम्हारी आत्मा के जल में।
ऊपर चढ़ते हुए पौधे की तरह कस कर भींचे मेरी बाँह
पत्तियाँ इकट्ठा करती थीं तुम्हारी आवाज़ जो धीमी थी और थी सुकून से भरी।
तुम्हारे रुआब की आग जिसमें मेरी प्यास जल रही थी
एक मीठा, नीला फूल गुँथ गया मेरी आत्मा में।
અને....
સમાજ, જમાનો કે જગતનો ભય રાખીને કે દૂર રહીને પણ એકમેકને મનથી તો ન જ દૂર કરી શકાય ત્યારે કવિ કહી ઉઠે છે...
तुम सिर्फ अँधेरा रखती हो अपने पास, मेरी सुदूर स्त्री,
तुम्हारे सम्मान में से कभी-कभी भय का तट उभरता है
વિચારો, કામ ચલાઉ કવિના ગઝલના શેર જેવી આ રચના પણ સુંદર અર્થ અધ્યાસ રજૂ કરે છે. અહીં અંધારાને બતાવીને નાયિકાની પીડાને કાવ્યાત્મક રીતે રજૂ કરી છે. આ કહીને કવિ કહી દે છે તું દૂર છે પણ મને બધી ખબર છે તારા પર શું વીતતી હશે! - આહા! આ રિલેશન કેવું ઘનઘોર રહ્યું હશે, જ્યારે ને જેટલા સમય માટે રહ્યું હશે...
દોસ્તીના દ્વારે ઉભેલા નેરુદા લખે છે...
मैंने तुम्हें याद किया अपनी आत्मा को भींचे
अपनी उस उदासी में जिसे तुम जानती हो ।
તું તારી ઉદાસીમાં મને ઓળખે છે એવી યાદને મેં મારા આતમના ઊંડાણમાં ધરબી છે... અહા...
तुम किसी और जैसी नहीं हो क्योंकि मैं तुम्हें प्यार करता हूँ ...
ओह, इजाज़त दो तुम्हें याद करूँ जैसी तुम यहाँ होने से पहले थीं।
બસ, દોસ્તીમાં આટલું જ... તું બીજા જેવી નથી કારણ કે હું તને પ્રેમ કરું છું... અને છતાં કાવ્યનાયક પરવાનગી માંગે... તને યાદ કરું તું અહીં જે પહેલાં હતી એમ.... એક તરફ ગર્વ ને બીજી તરફ શરણાગતિ...
અનુવાદક પ્રસ્તાવનામાં નોંધે છે કે...
નેરુદાની પ્રચંડ લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે એકલા 'ટ્વેન્ટી લવ પોઈમ્સ એન્ડ અ સોંગ ઓફ ડિસ્પાયર'ની 10 મિલિયનથી વધુ નકલો મૂળ સ્પેનિશમાં વેચાઈ છે - અનુવાદોમાં આ સંખ્યાનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ પુસ્તકની કવિતાઓનું ઊંડાણ અને અવિરત પ્રેમની અભિવ્યક્તિએ વાચકોને તેની સાથે જોડી રાખ્યા છે. આમાં, પ્રેમ એ જીવવાના ત્રાસ જેવો છે, તેઓ પ્રેમની અશક્યતાનો ઉકેલ છે - તેઓ તેમના પ્રિયથી અલગ થવાની વાત કરે છે - આ અલગતા સમય, અંતર, સમાજ અને સાંસ્કૃતિક અવરોધોથી ઉદ્ભવે છે. વાસ્તવિકતા એ છે કે આ કવિતાઓ પ્રેમ વિશે નથી પણ 'પ્રેમવિહીન' હોવાની વાત છે.
मेरे शब्द तुम पर बरसे, तुम्हें सहलाते हुए।
लम्बे समय तक मैंने सूरज में तपी मोती जैसी तुम्हारी देह को प्यार किया।
मैं तो यहाँ तक सोचा किया कि तुम इस कायनात की मालकिन हो
मैं तुम्हारे लिए पहाड़ों से प्रसन्न फूल ले कर आऊँगा, ब्लूबैल, गहरे हेज़ल और चुंबनों की ग्रामीण टोकरियाँ।
मैं चाहता हूँ
तुम्हारे साथ वह करना जो वसंत करता है चेरी के पेड़ों के साथ।
શૃંગારને કેટલી નજાકતથી રજૂ કર્યો છે જાણે શબ્દો નહિ પણ દેહને કોઈ ફૂલ કે પીંછું સ્પર્શ કરીને નીકળી ગયું ન હોય! અને એટલું જ વિપ્રલંભ શૃંગારનું સુંદર આલેખન...
कितनी विकट और संक्षिप्त थी तुम्हारे लिए मेरी कामना !
कितनी बेढब और नशे में चूर, कैसी कसमसाहट भरी और व्याकुल।
અને... હતાશાનું એક ગીત તો એટલું કે હતાશા વિશે આપણે એક નવી જ ધારણા આવે... સો જોન ફિદા કરીએ...
उफ उम्मीद और कोशिश का वह पागल मिलन जिसमें हम डूबे और दुखी हुए।
और वह कोमलता, पानी और आटे जैसी हल्की और वह शब्द जो होंठों पर बस शुरू ही हुआ था।
यह थी मेरी किस्मत और इसी में थी मेरी इच्छा की यात्रा और इसी में गिर पड़ी मेरी इच्छा, सारा कुछ तुम में डूबा।
ओ अवशेषों की गर्त, सारा कुछ तुम में डूबा कैसे-कैसे दर्द को ज़बान नहीं दी तुमने किन-किन लहरों ने तुम्हें नहीं डुबोया।
एक लहर से दूसरी तक पुकारती गई तुम, गाती रहीं जहाज़ के अगले हिस्से में खड़े नाविक जैसी
तुम अब भी पल्लवित हुई गीतों में, तुम अब भी टूटी धाराओं में ओ अवशेषों की गर्त, विस्फारित कटु कूप।
કવિ નેરુદા ભારત વિશે...
આવા ભાવાત્મક કવિને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત પ્રવાસ માટે તમને કઈ વાત સૌથી વધુ યાદ આવે છે? ત્યારે એમનો જવાબ - આ જ પુસ્તકમાં અંતે નેરુદાનો ઇન્ટરવ્યૂ છપાયો છે. આ જવાબ ભારતની એ સમયની સ્થિતિ અને સંઘર્ષને બતાવે છે....
"ત્યાં મારું જીવન એટલું લાંબુ અને એકલવાયું હતું કે હું ખૂબ નિરાશામાં જીવતો હતો. ક્યારેક મને લાગે છે કે જાણે હું અનંત રંગીન ચિત્રમાં ફસાઈ ગયો છું - એક અદ્ભુત મૂવી જેમાંથી હું બહાર આવી શકતો નથી. ભારતમાં મેં ક્યારેય એવા રહસ્યનો અનુભવ કર્યો નથી જેણે ઘણા દક્ષિણ અમેરિકનો અને અન્ય વિદેશીઓને માર્ગદર્શન આપ્યું છે. જે લોકો તેમની ચિંતાઓના ધાર્મિક ઉકેલની શોધમાં ભારત જાય છે તેઓ વસ્તુઓને અલગ રીતે જુએ છે. જ્યાં સુધી હું ચિંતિત છું, હું સમાજશાસ્ત્રીય સંજોગોથી ઊંડો પ્રભાવિત હતો - એક વિશાળ નિઃશસ્ત્ર રાષ્ટ્ર, અત્યંત અસુરક્ષિત, તેના શાહી જુવાળ હેઠળ. અંગ્રેજી સંસ્કૃતિ પણ, જેના માટે મને ખૂબ જ ગમતું હતું, તે પણ ત્યાં ઘૃણાસ્પદ લાગતું હતું, કારણ કે તેણે તે સમયના ઘણા હિંદુઓને બૌદ્ધિક ગુલામીમાં ધકેલી દીધા હતા. હું ખંડના બળવાખોર યુવાનોમાં રહેતો હતો - મારા કોન્સ્યુલર સ્વરૂપ હોવા છતાં હું મહાન સંઘર્ષના તમામ ક્રાંતિકારીઓને મળ્યો જેણે આખરે આઝાદી મેળવી...."
નેરુદાને વાંચવા એક લાહવો છે. સર્જક કોઈપણ હોઈ પરંતુ તેનામાં થોડો તર્ક અને થોડી ભાવનાત્મક સમજ હોય એટલે મજા આવે વાંચવાની... અંતે ફહામી સાહેબનો શેર યાદ આવે છે...
ख़ुशी से काँप रही थीं ये उँगलियाँ इतनी
डिलीट हो गया इक शख़्स सेव करने में
- फ़हमी बदायुनी
.
દોસ્તીનો હાથ એટલો ઉતાવળો અને આનંદના ઉમળકાથી ન ખેંચો કે દોસ્તીના આંગણેથી જ આપણી યાત્રા વિલે મોંઢે પાછી ફરે... ક્યારેક એવું પણ બને કે જીવનની મુશ્કેલીમાં એ એક જ વ્યક્તિ તમારી જીવવાની જડીબુટ્ટી હોય! ત્યારે અનાયાસ આનંદ બક્ષીના શબ્દો ગણગણી જવાય કે...
अए वक़्त रुक जा, थम जा, ठहर जा
वापस ज़रा दौड़ पीछे...
ચાલો, આવજો ત્યારે...
- આનંદ ઠાકર
What's Your Reaction?






