Teacher દરેક શિક્ષક મિત્રોએ ખાસ વાંચવું જોઈએ એવું પુસ્તક

Every teacher must be read Angad no pag haresh dholakiya

May 30, 2025 - 14:25
 0  9
Teacher દરેક શિક્ષક મિત્રોએ ખાસ વાંચવું જોઈએ એવું પુસ્તક
Every teacher must be read Angad no pag haresh dholakiya

Every teacher must be read Angad no pag haresh dholakiya

Teacher દરેક શિક્ષક મિત્રોએ ખાસ વાંચવું જોઈએ એવું પુસ્તક

આલેખન - મનુભાઈ વિરમભાઈ ઠાકોર 'મનન'
( આ પુસ્તક પરિચયના લેખક - PhD છે અને ડાભી પ્રાથમિક શાળા તા- સુઇગામ જિ- બનાસકાંઠા માં શિક્ષક છે. તેમની અનેક કૃતિઓ ગુજરાતીના શ્રેષ્ઠ સામયિકોમાં સ્થાન પામી છે અને તેમના ઘણા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. આ પુસ્તક પરિચય લેખ અમારી વેબ માટે મોકલવા બદલ ટીમ ' સહજ સાહિત્ય ' આપની આભારી છે. )

Every teacher must be read Angad no pag haresh dholakiya

Book review novel angad no pag haresh dholakiya gujarati book

Every teacher must be read Angad no pag haresh dholakiya

એક બેઠકમાં વાંચી લીધું. ફરી ફરી એ વાંચ્યું. ગમતા વિચારોનું મનન કર્યું. નોંધ કરી. એક સારું પુસ્તક આપણને કેટલું બધું આપે છે. શિક્ષક હોવું સમજાય છે અહીંથી...

Book Review  અંગદનો પગ....

અંગદનો પગ નવલકથાના લેખક છે હરેશ ધોળકિયા. તેઓએ એક ફિલોસોફી ઉજાગર કરવા જાણેકે આ નવલકથા લખી હોય એવું લાગે કારણ કે આપણે આમાંથી પસાર થઈએ એટલે એક જુદો દૃષ્ટિકોણ લઇને નીકળીએ...

વિશ્વમાં બે પ્રકારના લોકો છે -

પ્રતિભાશાળી અને સામાન્ય.

પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હમેંશા 'સામાન્યો' પાસે જ રહ્યો છે. સામાન્યો હમેંશા પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ, કયારેય, આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ રામાયણના અંગદ ના પગ જેવા હોય છે-અચળ અને સ્થિર. તેમને સામાન્યો કદી ખેસવી ના શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની આ કથા છે. વિશ્વના પ્રતિભાવાનોની પ્રતિમાને પળે પળે પ્રજવલિત કરતી અને અંજલી આપતી આ એક વૈચારિક કથા છે.

 Every teacher must be read Angad no pag haresh dholakiya

Book review novel angad no pag haresh dholakiya gujarati book

Book review novel angad no pag haresh dholakiya gujarati book

ગમતી વાતોનો વિસ્તાર આપ સૌ સુધી.....

????જીવનમાં અગત્યના બનાવો નોંધી રાખવા જોઈએ. ભવિષ્યમાં આત્મ વિકાસ જાણવા કામ આવી શકે.

તમારે ડાયરી રાખવી, નોંધ હશે તો વાંચવાની મજા આવશે. બધી ઘટનાના ફોટા ન હોઈ શકે, પણ નોંધ હોઈ શકે. તમને ખ્યાલ આવે કે પ્રગતિ કરવા તમે કેટલો સંઘર્ષ કર્યો હતો અથવા કેટલી મહેનત કરી હતી.

????સમય મળે કે કુદરત નીરખો. કુદરતનું જે રહસ્ય છે, રહસ્યનું જે સૌંદર્ય છે, તે માણો. કુદરતને નીરખશો તો કુદરત પોતાનું અપ્રતિમ સૌંદર્ય તમારી સામે ખુલ્લું મૂકશે. તેમાં ડૂબી જાવ. તેની અનુભૂતિ કરો. આકાશને આંખમાં ભરો, સમુદ્રને શ્વાસમાં લો. પર્વતોનો પરિચય કરો. કુદરતમય થાવ. તેના લયમાં નૃત્ય કરો. જીવનને પળે પળ જીવવાનું છે.

????આજે ડૉક્ટરો, ઇજનેરો, કોન્ટ્રાક્ટરો ખૂબ છે, પણ જીવનપ્રેમીઓ ઓછા છે. આપણા કાર્યમાં જીવનરસ હોવો જોઇએ.

????મનુષ્યમાં સામાન્ય સંજોગોમાં તેની શક્તિ સુષુપ્ત હોય છે. આરામી જીવનમાં તે પ્રગટ થતી નથી. માત્ર સંઘર્ષમાં જ તે પ્રગટે છે. સંઘર્ષમાં જ વ્યક્તિત્વ ખીલે છે. જેના જીવનમાં સંઘર્ષ હોય તે, મારી દૃષ્ટિએ ભાગ્યશાળી છે.

????શુદ્ધ શિક્ષક ભણાવવા અને વિદ્યાર્થીઓમાં મસ્ત હોય, ફૂરસદના સમયમાં પુસ્તકોમાં ડૂબેલા હોય. કોઈ ખટપટમાં પડે નહીં. શાળા પ્રવૃતિઓ સિવાય કોઈમાં રસ લે નહીં. ક્યાંય આડો પણ ન આવે. સમૂહ કલ્યાણમાં ટેકો પણ આપે, પણ અલિપ્ત રીતે. Every teacher must be read Angad no pag haresh dholakiya

????જેમ બાહ્ય જગત છે. તેમ પોતાની અંદર પણ વિશાળ જગત છે, બહારનું જગત તો મર્યાદિત છે, તેમાં પુષ્કળ અધુરાશો છે, તેમાં પૂર્ણ શાંતિ નથી, પણ અંદર તો અનંત જગત છે, તે પૂર્ણ છે, તે અદ્ભુત છે. તેનો આનંદ અવર્ણનીય છે. અંદરની સ્વસ્થતા વધશે, તો તેટલી બહારની સફળતા પણ વધશે.

????"જીવન બધા કરતાં મોટું છે. જીવન સર્વાંગી છે. જીવન ખૂબ સર્જનાત્મક હોવું જોઈએ. માત્ર પૈસા કમાવા કે ઘર બંધાવવું તેવા નાના હેતુ ન હોવા જોઈએ. તે બધું ભલે હોય, પણ જીવન તો કળા, સંગીત, સૌંદર્ય, આનંદથી ભરપૂર હોવું જોઈએ. "

????"કળા, સંગીત શિખાય, તાલીમ લેવાય. સૌંદર્ય પ્રથમ દૃષ્ટિએ વાંચી, વિચારી અવલોકી જોઈ શકાય, અને આનંદ તો પોતામાં ડૂબકી મારીને જ મેળવી શકાય.

????तत् त्वम असि। - તું જ તારું સમાધાન છો.

????સેક્સ અતિ સુંદર છે, જીવનનું સંગીત છે, ભોગવતાં આવડે તો! એને પીડાદાયક બનાવે છે સમજ અને સૌંદર્ય દૃષ્ટિનો અભાવ. સેક્સથી દૂર કેમ થવાય? તે એક વૃત્તિ છે. તેનો સ્વીકાર હોય.

????કશું માની ન લ્યો. વિચાર્યા વગર માની લેશો તો બૌદ્ધિક ગુલામ બનશો. જાતે વિચારો, પ્રયોગો કરો, વાંચો, તપાસો.

????અનુભૂતિ થાય ત્યાર પછી શ્રદ્ધા જન્મે. શ્રદ્ધાને અનુભૂતિનો ટેકો હોવો જોઈએ. શરૂઆત નથી શ્રદ્ધાથી કરવાની, નથી અશ્રદ્ધાથી કરવાની; તે તો જિજ્ઞાસાથી કરવાની છે.

????આંતરિક સમૃદ્ધિ જરૂરી છે.

????ક્યારેય નિરાશ ન થવું. સિદ્ધિ તો ધ્રુવતારા જેવી છે. તેની જેમ નજીક જાવ, તેમ તે દૂર થાય. પણ તેને પકડવી તે જ આપણું ધ્યેય હોવું જોઈએ. Every teacher must be read Angad no pag haresh dholakiya

????મૃત્યુનું પણ સૌંદર્ય છે. તેની પણ અનુભૂતિ છે. કાકા સાહેબના શબ્દોમાં મૃત્યુ તો 'પરમ સખા' છે.

- "અંગદનો પગ" પુસ્તકમાંથી

- मनन (ભદ્રાડા)

આલેખન - મનુભાઈ વિરમભાઈ ઠાકોર 'મનન'
( આ પુસ્તક પરિચયના લેખક - PhD છે અને ડાભી પ્રાથમિક શાળા તા- સુઇગામ જિ- બનાસકાંઠા માં શિક્ષક છે. તેમની અનેક કૃતિઓ ગુજરાતીના શ્રેષ્ઠ સામયિકોમાં સ્થાન પામી છે અને તેમના ઘણા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. આ પુસ્તક પરિચય લેખ અમારી વેબ માટે મોકલવા બદલ ટીમ ' સહજ સાહિત્ય ' આપની આભારી છે. ) 

Every teacher must be read Angad no pag haresh dholakiya

#Bookreview #novel #angadnopag #hareshdholakiya #gujarati #book

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow