‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક : મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે!

Kanubhai kalsariya pid parai jane re book review

May 30, 2025 - 14:13
May 30, 2025 - 14:18
 0  6
‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક : મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે!
Kanubhai kalsariya pid parai jane re book review

Kanubhai kalsariya pid parai jane re book review

‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક : મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે!

આલેખન – માન. શ્રી રમેશ સવાણી

( પુસ્તક પરિચયના આ લેખક : પૂર્વ IGP છે. )

Kanubhai kalsariya pid parai jane re book review

Kanubhai kalsariya pid parai jane re book review

બારમા ધોરણનું પરિણામ આવ્યું. ધૃતિને લાગ્યું કે MBBS માં પ્રવેશ મળી જશે. ધૃતિને પિતાની જેમ ડોક્ટર બનવાનું સ્વપ્ન નાનપણથી જ હતું. તેણે પ્રવેશ માટે વિવિધ મેડિકલ કોલેજમાં ફોર્મ ભરવાનું શરુ કર્યું. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં બક્ષીપંચની અનામત સીટની પ્રવેશયાદીમાં ધૃતિનું નામ આવ્યું. સ્વપ્ન સાકાર થવાનું હતું !

પિતાએ કહ્યું : “દીકરી, અનામત સીટનો લાભ આપણે ન લેવો જોઈએ. આ જગ્યા તો બક્ષીપંચમાં પણ જે પછાત છે, તેને માટે છે. હું જનરલ સર્જન છું; આપણે પછાત કઈ રીતે ગણાઈએ? મારી ઈચ્છા છે, તું થોડી વધુ મહેનત કર. જો જનરલ સીટ પર મેડિકલમાં પ્રવેશ મળે તો ઉત્તમ !”

ધૃતિ મૂંઝાણી. મળેલો પ્રવેશ જતો કરવો? ડોક્ટર તરીકેની કારકિર્દીનું શું? સ્વપ્નનું શું? ડોક્ટર મિત્રોએ પિતાને સમજાવ્યા : “તમારો આ નિર્ણય દીકરીની કારકિર્દી માટે ઘાતક સાબિત થશે. મેડિકલ કોલેજમાં પ્રવેશ કોઈ પણ ભોગે જતો ન કરાય. મેડિકલમાં પ્રવેશ માટે લોકો લાખો રુપિયા ડોનેશન આપે છે અને મળેલો પ્રવેશ શામાટે જતો કરવો? સરકારી લાભ લેવામાં કંઈ ખોટું નથી.”

પિતાએ કહ્યું : “મેં મારો વિચાર કહ્યો છે; નિર્ણય તો ધૃતિએ કરવાનો છે !”

ધૃતિ પિતાને ટપી જાય તેવી હતી; તેણે નિર્ણય કર્યો : “હું પપ્પાના વિચાર સાથે સહમત છું !”

ધૃતિએ 2004 માં ફરી પ્રિ-મેડિકલ ટેસ્ટ પાસ કરીને, બિનઅનામત સીટ ઉપર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો ! પોતાના વંચિત/ગરીબ સમાજની પ્રબળ ચિંતા/લગાવ હોય તો જ વંચિતોને ન્યાય મળે !

વિધાનસભા ચૂંટણીમાં ત્રણ પક્ષોના કુલ 546 ઉમેદવારોમાં સર્વશ્રેષ્ઠ ઉમેદવાર કોણ?

Kanubhai kalsariya pid parai jane re book review Kanubhai kalsariya pid parai jane re book review

આ પિતા કોણ? ડોક્ટર કનુભાઈ કળસરીયા ! ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક વાંચો તો આજના સમયે ગાંધી/ સરદાર/ ભગતસિંહના મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે ! ડો. કનુભાઈ કલસરિયા; ભાવનગર જિલ્લાની મહુવા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા છે ! મારી દ્રષ્ટિએ, ગુજરાત વિધાનસભા ચૂંટણી- 2022માં; 182 બેઠકો ઉપર ત્રણ પક્ષોના કુલ 546 ઉમેદવારોમાં તેઓ સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે !rs

Kanubhai kalsariya pid parai jane re book review

#Kanubhaikalsariya #pidparaijanere #bookreview

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow